Back
Gujrat News: રાજુલા નજીક ડાયપર બનાવતી કંપનીમાં લાગી આગ
Rajula, Gujarat
રાજુલા હિંડોરણા રોડ ઉપર ડાયપરના કારખાનામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી 6 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો મારફતે આગ બુજાવવાનો પ્રયાસ
મોડી રાત સુધી આગ અને ધુમાડા યથાવત
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા હિંડોરણા નજીક ડાયપર નું એક કારખાનું આવેલ છે અહીં વેસ્ટ રૂ એ ડાયપરનો જથો હતો અહીં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આગ ભીષણ સ્વરૂપધારણ કર્યું જેના કારણે આગના ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળ્યા હતા જેના કારણે આગ રાજુલા શહેરના લોકોને પણ આકાશમા જોવા મળી હતી બીજી તરફ આગ વધુ ફેલાતા રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાની ફાયર ટીમો અને આસપાસના ઉધોગોના ફાયર બ્રિગેડ પીપાવાવ પોર્ટ,અલ્ટ્રાટ્રેક સિમેન્ટ,સીંટેક્ષ કંપની,શ્વાન,સહિત 6 જેટલી ફાયર ટીમો બોલાવવાની ફરજ પડી હતી મોડી સાંજે આગ કંટ્રોલમાં આવી નોહતી આગ બુજાવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com