Back

રાજુલા હોસ્પિટલમાં ગઈ કાલે મારામારી કરવાનો મામલો
Rajula, Gujarat:
બ્રેકીંગ
અમરેલી - રાજુલા હોસ્પિટલમાં ગઈ કાલે મારામારી કરવાનો મામલો
વકીલ સહીત હોસ્પિટલ સ્ટાફ દર્દી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો
મોટાભાગના આરોપીની ધરપકડ કરી હોસ્પિટલ ડિસ્કવરી પંચનામું કર્યું
હુમલો કર્યો તે સ્થળ ઉપર પંચનામું કર્યું
પોલીસના ચુસ્તબંદોબસ્ત સાથે ડિસ્કવરી પંચનામું કરતા લોકો ટોળા ઉમટ્યા
પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
બાઈટ...વલય વૈધ એ.એસ.પી સાવરકુંડલા
15
Report
શિયાળ બેટ ની મારામારી પહોંચી રાજુલા સરકારી હોસ્પિટલ સુધી
Rajula, Gujarat:
શિયાળ બેટ ની મારામારી પહોંચી રાજુલા સરકારી હોસ્પિટલ સુધી
....
ધોળા દિવસે રાજુલા શહેરની મધ્યમાં લુખ્ખાઓ નો આંતક
હવે તો દર્દી પણ સલામત નથી .......
સમગ્ર વકીલ મંડળ હોસ્પિટલ દોડી આવ્યું ...
રાજુલા સરકારી હોસ્પિટલ માં સિકયુરિટી મૂકવાની લોક માંગણી
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે. જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામના બે જૂથો વચ્ચે થયેલી મારામારી બાદ આ ઘટના બની છે. મારામારીમાં ઘાયલોને રાજુલા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં આવીને બીજા જૂથે ભારે ઉત્પાત મચાવ્યો હતો.
10થી 15 લોકોનું ટોળું લાકડી અને ધોકા સાથે હોસ્પિટલમાં ઘૂસ્યું હતું. હુમલાખોરોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી અને સારવાર લઈ રહેલા દર્દીઓ પર હુમલો કર્યો હતો.
સારવાર લઈ રહેલા દર્દીઓ સહિત 5થી વધુ લોકો ઘાયલ થયા હતા.આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા
13
Report
રાજુલા પોલીસે સાયબર ફ્રોડના ગેંગનો પર્દાફાશ કર્યો,
Rajula, Gujarat:
રાજુલા પોલીસે સાયબર ફ્રોડના ગેંગનો પર્દાફાશ કર્યો,
રાજસ્થાનથી બે આરોપીઓની કરી ધરપકડ અને બે આરોપી અને ગેમિંગ વેબસાઇડ ધારકો ની શોધખોળ શરૂ કરી
જિલ્લાઓમા સાયબર ફ્રોડને અંજામ આપનાર આરોપીઓને રાજુલા પોલીસે ઝડપી પાડ્યા છે એક વર્ષ જૂની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ઇન્સ્ટાગ્રામ અલગ અલગ ફેક ફેશન એકાઉન્ટ્સથી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી ઇન્સ્ટાગ્રામ પર વિવિધ ફેશન આઈડીના એકાઉન્ટ પરથી ચણિયાચોળી કપડાં ના વેચાણ માટે જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાતોમાં ડિસ્કાઉન્ટ અને લોભામણી સ્કીમ મૂકી ગ્રાહકોને આકર્ષવામાં આવતા હતા ફરિયાદી જ્યારે તે આઈડી પર કપડાનું ઓર્ડર કર્યું ત્યારે આરોપીઓએ તબક્કાવાર પૈસા પડાવતા રહ્યા હતા પૈસા પછી પણ માલ મળ્યો નહીં અને અંતે ફરિયાદીને સમજાયું કે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા
14
Report
ધારેશ્વર મહાદેવ આશ્રમે કિશન દાસ બાપુના સાધન્યમા ગુરુ પુનમની કરવામાં આવી ઉજવણી
Rajula, Gujarat:
ધારેશ્વર મહાદેવ આશ્રમે કિશન દાસ બાપુના સાધન્યમા ગુરુ પુનમની કરવામાં આવી ઉજવણી
રાજુલા તાલુકા માડળગામની ગોચર વિસ્તારમાં આવેલ ધારેશ્વર મહાદેવ આશ્રમે કિશન દાસ બાપુના સાધન્યમા ગુરુ પુનમની કરવામાં આવી ઉજવણી. આજરોજ ગુરુપૂર્ણિમાના તહેવાર નિમિત્તે ધારેશ્વર મહાદેવ આશ્રમે નામી અનામી કલાકારો તેમજ ભજનીકો દ્વારા ભજનનીરમઝટ બોલાવી તેમજ આશ્રમના મહંત કિશનદાસ બાપુ દ્વારા ધારેશ્વર મહાદેવ આશ્રમમાં આરતી નું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ આશ્રમે પધારેલા મહેમાનો તેમજ બહોળી સંખ્યામાં ભક્તજનો એ પધારી ભજન આરતી સત્સંગ જેવા ત્રિવેણી સંગમ ની સાથે ગુરુ પુનમની કરવામાં આવી ઉજવણી. ઉજવણી દરમિયાન માંડળ ડોળીયા. બાલાપર. મસુદડા. મોરંગી.ડુંગરપરડા.રાભડા ચાંચ ખેરા જેવા અનેક ગામડાઓના ભક્તજનો હાજર રહેલા
14
Report
Advertisement
અમરેલી જિલ્લામાં દરિયાઈ માર્ગે સૌથી મોટી દુર્ઘટના ટળી
Rajula, Gujarat:
બ્રેકીંગ
અમરેલી જિલ્લામાં દરિયાઈ માર્ગે સૌથી મોટી દુર્ઘટના ટળી
પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતા સમયે બોટમાં રેતી સહીત ભારે મટીરયલ ભરતા બોટ પલ્ટી મારી
બોટ ઓવરલોડ થવાના કારણે પલ્ટી મારતા કાંઠે હાજર રહેલા લોકો દોડ્યા
1 મહિલા વ્યક્તિ બોટમાં સવાર હતા ઇજા થતા રાજુલા બાદ અમરેલી હોસ્પિટલમાં રીફર
શિયાળબેટ દરિયાઈ માર્ગ હોવાથી બારે માસ અહીં બોટ મારફતે આવજાવ કરે છે
રેતી સિમેન્ટ સહીત ઘરવખરીનો સામાન પણ બોટ મારફતે લઈ જવામા આવે છે
આજની બોટ પલ્ટી મારી જવાની ઘટનામાં પીપાવાવ મરીન પોલીસ ગુન્હો નોંધશે
થોડીવારમાં પીપાવાવ મરીન પોલીસ ગંભીર બેદરકારીનો ગુન્હો નોંધશે
14
Report