Back
Chhotaudepur391168blurImage

Vadodara - છોટાઉદેપુરમાં ઈ-રીક્ષાનું લોકાર્પણ, સ્વચ્છતા માટે નવી શરૂઆત

KHATRI MAHMAD FAIJAN
May 17, 2025 14:53:32
Bopa, Gujarat
છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન–ગ્રામીણ યોજના ફેઝ–૨ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે ૪૦ ગ્રામ પંચાયતોને ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી ઈ-રીક્ષાને પ્રસ્થાન કરાવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેકટર ગાર્ગી જૈન,જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી. ભગત, ટીડીઓ, સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com