નર્મદા જિલ્લામાં આર.ટી.ઈ નો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે.આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, ભચરવાડા, બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.જેને લઈ પોલીસ દ્વારા SIT રચના કરી તપાસ હાથ ધરવામાં આવી છે વિઓ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે દ્વારા એસ.આઈ.ટી ની રચના કરવામાં આવી છે.નર્મદા એ.એસ.પી લોકેશ યાદવ આ ટીમના અધ્યક્ષ છે જ્યારે રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે. ગઢવી તથા એસ.ઓ.જી પીઆઈ યોગેશ સિરસાદ સભ્ય ત
Back

નર્મદા જિલ્લામાં આર.ટી.ઈ કૌભાંડ: સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા
Rajpipla, Gujarat
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Savar Kundla, Gujarat:
સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ.જાફરાબાદ ના દરિયામા આજથી કરંટ જોવા મળ્યો.દરિયામાં હાઈટાઈટની સ્થિતિ વચ્ચે 1 નંબર નું સિગ્નલ લગાવ્યુંમાછીમારોને દરિયો ન ખેડવા સૂચના મળી.જાફરાબાદ,શિયાળબેટ,પીપાવાવ પોર્ટ,ધારાબંદર દરિયામાં ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા.તકેદારીના ભાગરૂપે જાફરાબાદ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું.
1
Share
Report
Savar Kundla, Gujarat:
રાજુલાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી ડેમ 1 માંથી નવી પાઇપ લાઈન નાખવા માટેની કામગીરી શરૂ થતા ખેડૂતો નો વિરોધ.રાજુલા શહેરમાં પીવાના પાણી માટે નગરપાલિકા દ્વારા પાઇપ લાઈન નાખવા માટેની કામગીરી શરૂ કરી છે.સ્થાનિક ખેડૂતોએ પાઇપ લાઈન નહિ નાખવા માટે કર્યો અનોખો વિરોધ.રોડ ઉપર રામધૂન બોલાવી જય જવાન જય કિસાન ના નારા બોલાવ્યા અને દંડવત કરતા કરતા કામ અટકાવવા મોટી સંખ્યામાં ખેડૂતો નીકળ્યા.પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.પાઈપ લાઈનનું કામ બંધ કરાવવા જતા ખેડૂતોની પોલીસે કરી અટકાયત.
0
Share
Report
Savar Kundla, Gujarat:
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ.સાવરકુંડલા શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ.વરસાદ આવતા વાતાવરણ માં ઠંડક પ્રસરી.રાજુલા શહેર અને કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદ. સતત બીજા દિવસે કમોસમી વરસાદ।
1
Share
Report
Rajula, Gujarat:
અમરેલી જિલ્લાના જાફરાબાદ ના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા દોડધામ
જાફરાબાદના દરિયામાં એક શંકાસ્પદ બોટ દેખાતા માછીમારો દ્વારા તંત્ર ને જાણ કરવામાં આવતા તપાસો શરૂ કરવામાં આવી ત્યારે માછીમારો દ્વારા આ બોટ ને રોકવાનો પ્રયાસ કરતા આ અજાણી બોટ ભાગી જવા પામેલ ઘટનાની ગંભીરતા સમજી તંત્ર જાણ કરવામાં આવી હેલિકોપ્ટર સાથે આ બોટને પકડવા માટે મહેનત કરવામાં આવી પરંતુ આ બોટ હાઈ સ્પીડ દોડી રહી હતી શંકાસ્પદ બોટ હોવાના કારણે તપાસ નો ધમધમાટ શરૂ ત્યારે આ ઘટનાની જાણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ને થતા તેઓ પણ બંદર ખાતે પહોંચ્યા હતા અંદરની હિલચાલ શંકાસ્પદ હોય ત્યારે આ બોટ ની માહિતી મેળવવા માટે તંત્રને જાણ કરવામાં આવી ત્યારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું તમામ બંદરો પર સાવચેતી માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
0
Share
Report
Bopa, Gujarat:
છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન–ગ્રામીણ યોજના ફેઝ–૨ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે ૪૦ ગ્રામ પંચાયતોને ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી ઈ-રીક્ષાને પ્રસ્થાન કરાવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેકટર ગાર્ગી જૈન,જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી. ભગત, ટીડીઓ, સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0
Share
Report
Savar Kundla, Gujarat:
ઓપરેશન સિંદૂર ને લઈ દેશના સૈનિકો વીર જવાનોનો ઉત્સાહ વધે તે હેતુસર તેમજ સરકારની સફળતાને અભિનંદન ના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલયથી એક વિરાટ તિરંગા યાત્રા નીકળી હતી.તિરંગા યાત્રા અમરેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી.આ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા તેમજ અમરેલી સાંસદ અને જિલ્લાના તમામ ધારાસભ્યો,હોમગાર્ડ ના જવાનો મોટી સંખ્યામાં મહિલાઓ,સાધુ સંતો અને અમરેલીના સ્થાનિક લોકો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
1
Share
Report
Pavijetpur, Gujarat:
પાવીજેતપુર વિધાનસભા વિસ્તારમાં આવતા ખડકલા થી વડાતલાવ ના રસ્તાનું ૧.૮૧ કરોડના ખર્ચે સ્લેપ ડ્રેન સાથે નવીનીકરણ તેમજ હરખપુર ખડકલા પાસે ૪ કરોડના ખર્ચે નવીન મીની બ્રિજ બનશે જેનું આજ રોજ પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઇ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે છોટાઉદેપુર સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ વાસદિયા તેમજ તાલુકા પંચાયત સભ્ય, સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
1
Share
Report
Savar Kundla, Gujarat:
અમરેલી ના લાઠીના દેરડી (જાનબાઈ) ગામ નજીક ટ્રકમા લાગી આગ.હાઇવે ઉપર સિમેન્ટ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગી.આગ લગતા વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.અમરેલી ફાયર બ્રિગેડ ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કંટ્રોલ કર્યો.આગ કેવી રીતે લાગી તે કારણ અંકબંધ.
0
Share
Report
Savar Kundla, Gujarat:
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના.રાજુલાના હિંડોરણા રોડ ઉપર મીરા દાતર પાસે સર્જાયો અકસ્માત.રાજુલા - જાફરાબાદ રૂટની એસટી બસ અને સ્વીફ્ટકાર અને બાઈક નો ત્રિપલ અકસ્માત સર્જાયો.અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર ત્રણેય વ્યક્તિના ઘટના સ્થળે જ મોત.કાર સવાર પાદરાના રહેવાસી અને દીવ તરફથી આવતા હોવાની માહિતી.એક બાઈક ચાલક એસટી બસ પાછળ ઘુસી જવાના કારણે ઇજા.રાજુલા પોલીસ એસટી ડેપોના અધિકારી કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યાં.રોંગ સાઈડ માંથી સ્વીફ્ટ કાર ઊછળીને કાર આવતા એસટી બસની સાઈડમાં આવી જતા સર્જાયો અકસ્માત.
0
Share
Report