Back

Vadodara - ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષતામાં ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું
Panvad, Gujarat:
પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને પાનવડ પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબી રોગના દર્દીઓ માટે સરકાર તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે. આના સિવાય ટીબી રોગના દર્દીઓને સાજા થવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે. તે માટે ઘણા સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરીને આપવામાં આવે છે.
0
Report
Vadodara - છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલ નો વિરોધ કરાયો કરાયો
Kalarani, Gujarat:
છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ખાતે આજ રોજ મોટી સંખ્યમાં મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ મૌન રેલી યોજી હતી સેવાસદન ખાતે આવેલ કચેરી એ પહોચી આવેદન પત્ર આપી વકફ બિલ ને મંજુર કરવા માં આવ્યું છે તેને દૂર કરવા આવે અને આવનાર યુ.સી.સી.ના કાયદા નો વિરોધ દર્શાવ્યો હતો.
બોડેલી અલીપુરા ચાર રસ્તા પર બોડેલી તથા આસપાસના અન્ય ગામો ના લોકો ભેગા થયા હતા અને મૌન રેલી યોજી મોટી સંખ્યા મા બોડેલી સેવાસદન ખાતે પહોંચી આવેદન પત્ર આપ્યું હતું.
1
Report