Back

Amreli - જાફરાબાદ દરિયામાં પવન અને વરસાદનો એલર્ટ, માછીમારો માટે ચેતવણી
Savar Kundla, Gujarat:
સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ.જાફરાબાદ ના દરિયામા આજથી કરંટ જોવા મળ્યો.દરિયામાં હાઈટાઈટની સ્થિતિ વચ્ચે 1 નંબર નું સિગ્નલ લગાવ્યુંમાછીમારોને દરિયો ન ખેડવા સૂચના મળી.જાફરાબાદ,શિયાળબેટ,પીપાવાવ પોર્ટ,ધારાબંદર દરિયામાં ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા.તકેદારીના ભાગરૂપે જાફરાબાદ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું.
1
Report
Amreli : રાજુલાના ધારેશ્વર ગામે ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ.
Savar Kundla, Gujarat:
રાજુલાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી ડેમ 1 માંથી નવી પાઇપ લાઈન નાખવા માટેની કામગીરી શરૂ થતા ખેડૂતો નો વિરોધ.રાજુલા શહેરમાં પીવાના પાણી માટે નગરપાલિકા દ્વારા પાઇપ લાઈન નાખવા માટેની કામગીરી શરૂ કરી છે.સ્થાનિક ખેડૂતોએ પાઇપ લાઈન નહિ નાખવા માટે કર્યો અનોખો વિરોધ.રોડ ઉપર રામધૂન બોલાવી જય જવાન જય કિસાન ના નારા બોલાવ્યા અને દંડવત કરતા કરતા કામ અટકાવવા મોટી સંખ્યામાં ખેડૂતો નીકળ્યા.પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.પાઈપ લાઈનનું કામ બંધ કરાવવા જતા ખેડૂતોની પોલીસે કરી અટકાયત.
0
Report
Amreli - અમરેલી જિલ્લામાં બીજા દિવસે કમોસમી વરસાદ
Savar Kundla, Gujarat:
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ.સાવરકુંડલા શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ.વરસાદ આવતા વાતાવરણ માં ઠંડક પ્રસરી.રાજુલા શહેર અને કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદ. સતત બીજા દિવસે કમોસમી વરસાદ।
1
Report
Amretha: અમરેલી શહેરમાં નીકળી તિરંગા યાત્રા મોટી સંખ્યામાં લોકો જોડાયા તિરંગા યાત્રામાં.
Savar Kundla, Gujarat:
ઓપરેશન સિંદૂર ને લઈ દેશના સૈનિકો વીર જવાનોનો ઉત્સાહ વધે તે હેતુસર તેમજ સરકારની સફળતાને અભિનંદન ના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલયથી એક વિરાટ તિરંગા યાત્રા નીકળી હતી.તિરંગા યાત્રા અમરેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી.આ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા તેમજ અમરેલી સાંસદ અને જિલ્લાના તમામ ધારાસભ્યો,હોમગાર્ડ ના જવાનો મોટી સંખ્યામાં મહિલાઓ,સાધુ સંતો અને અમરેલીના સ્થાનિક લોકો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
1
Report
Advertisement
Amreli - લાઠીના જાનબાઈ દેરડી ગામ નજીક સિમેન્ટ ભરેલ ટ્રક મા લાગી આગ
Savar Kundla, Gujarat:
અમરેલી ના લાઠીના દેરડી (જાનબાઈ) ગામ નજીક ટ્રકમા લાગી આગ.હાઇવે ઉપર સિમેન્ટ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગી.આગ લગતા વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.અમરેલી ફાયર બ્રિગેડ ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કંટ્રોલ કર્યો.આગ કેવી રીતે લાગી તે કારણ અંકબંધ.
0
Report