Back
Amreli365560blurImage

Amreli: અમરેલી જિલ્લાના જાફરાબાદ ના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા દોડધામ

Kanabar Yogeshkumar Vanmslidas
May 18, 2025 12:24:06
Rajula, Gujarat
અમરેલી જિલ્લાના જાફરાબાદ ના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા દોડધામ જાફરાબાદના દરિયામાં એક શંકાસ્પદ બોટ દેખાતા માછીમારો દ્વારા તંત્ર ને જાણ કરવામાં આવતા તપાસો શરૂ કરવામાં આવી ત્યારે માછીમારો દ્વારા આ બોટ ને રોકવાનો પ્રયાસ કરતા આ અજાણી બોટ ભાગી જવા પામેલ ઘટનાની ગંભીરતા સમજી તંત્ર જાણ કરવામાં આવી હેલિકોપ્ટર સાથે આ બોટને પકડવા માટે મહેનત કરવામાં આવી પરંતુ આ બોટ હાઈ સ્પીડ દોડી રહી હતી શંકાસ્પદ બોટ હોવાના કારણે તપાસ નો ધમધમાટ શરૂ ત્યારે આ ઘટનાની જાણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ને થતા તેઓ પણ બંદર ખાતે પહોંચ્યા હતા અંદરની હિલચાલ શંકાસ્પદ હોય ત્યારે આ બોટ ની માહિતી મેળવવા માટે તંત્રને જાણ કરવામાં આવી ત્યારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું તમામ બંદરો પર સાવચેતી માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com