Back
मोरबी के नवलक्खी रोड पर पाट-पोखरों से जाम, 48 घंटे में सुधार का अल्टिमेटम
HBHimanshu Bhatt
Sept 14, 2025 14:34:17
Morbi, Gujarat
Slug 1409ZK_MRB_ROAD_KHADA
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 1409ZK_MRB_ROAD_KHADA
Date 14/9/25
Location MORBI
APPROVAL: DAY PLAN
એન્કર
મોરબીના નવલખી રોડ ઉપર અંદાજે 25 થી વધુ ગામડાઓ આવેલા છે જ્યાં અવરજવર કરતા ગ્રામજનો ઉબડ ખાબડ રોડ રસ્તાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રોડ રીપેર કરવા માટે રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી કે પદાધિકારી ધ્યાન આપતા ન હોવાથી આજે ગામના સરપંચોની આગેવાની હેઠળ ગ્રામજનો દ્વારા નવલખી રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને તંત્રને રોડ રિપેર કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે
વીઓ
ગુજરાતના મોટાભાગના રોડ રસ્તાની હાલત અતિદયનીય છે અને તેમાં પણ ખાસ કરીને નેશનલ હાઈવે અને સ્ટેટ હાઇવે વિગેરે રસ્તામાં મસમોટા ખાડા હોવાના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે અને લોકોને શારીરિક તેમજ આર્થિક નુકસાની સહન કરવી પડતી હોય છે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો નવલખી રોડ ઉપર ખાખરાળા, જેપુર, બરવાળા, લુંટાવદર, નારણકા, પીપળીયા વિગેરે જેવા 25 થી વધુ ગામો લાગુ પડે છે અને આ રસ્તા ઉપર 24 કલાક ટ્રક, ડમ્પર વગેરે જેવા ભારે વાહનો ઓવરલોડ માલ ભરીને દોડતા હોય છે અને નવલખી રોડ ઉપરથી નવલખીથી મોરબી તરફ આવવાનો રસ્તો એક બાજુનો ઉબડ ખાબડ છે અને ખાડા વાળો રોડ થઈ ગયો હોવાના કારણે રોંગ સાઈડમાં વાહનો આવતા હોય છે અને જેના કારણે ઘણી વખત નાના-મોટા અને શારીરિક તેમજ વાહનમાં નુકસાન કરે તેવા અકસ્માતો સર્જાતા હોય છે જેથી કરીને રોડ રીપેર કરવામાં આવે તેના માટે સ્થાનિક ગામના આગેવાનો તથા લોકો દ્વારા અધિકારી અને પદાધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં રોડ રિપેર કરવા માટેની લેસ માત્ર કામગીરી કરવામાં આવતી ન હતી અને ખાડામાં માટીના ઢગલા કર્યા હોવાથી હવે ખાડા ઉપરાંત ધૂળની ડમરીઓ ઉડવાની પણ સમસ્યા શરૂ થયેલ છે ત્યારે રોડની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયેલા ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો દ્વારા આજે નવલખી રોડ ઉપર સનાતન હોટલ પાસે રોડ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને થોડીવારમાં બંને બાજુએ કાર, ટ્રક, ડમ્પર સહિતના વાહનોના થપ્પા લાગી ગયા હતા અને રોડ ઉપર પડેલા ખાડા નિર્દોષ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત ન થાય તે માટે તંત્રને ખાડા રિપેર કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો 48 કલાકમાં રોડના ખાડા રીપેર કરવામાં નહીં આવે તો સરપંચોની આગેવાની હેઠળ ઉગ્ર આંદોલન કરી રસ્તા ફરી ચક્કાજામ કરાશે તેવી ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
બાઈટ 1: જયંતીલાલ દાવા, રાહદારી, નારણકા
બાઈટ 2: જીલુભાઈ ડાંગર, ગ્રામજન,
બાઈટ 3: ભુપતભાઇ બાવરવા, રહેવાસી, બરવાળા
બાઈટ 4: હર્ષદભાઈ કવાઠીયા, ઉપસરપંચ, જેપુર
7
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 15:16:564
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 14, 2025 14:18:5911
Report
URUday Ranjan
FollowSept 14, 2025 14:08:366
Report
SVSANDEEP VASAVA
FollowSept 14, 2025 12:32:224
Report
PCPranay Chakraborty
FollowSept 14, 2025 12:19:238
Report
ARAlkesh Rao
FollowSept 14, 2025 11:21:1211
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowSept 14, 2025 11:19:457
Report
GPGaurav Patel
FollowSept 14, 2025 11:18:407
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:34:0711
Report
NDNavneet Dalwadi
FollowSept 14, 2025 09:33:5714
Report
NJNILESH JOSHI
FollowSept 14, 2025 09:33:1813
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:33:0912
Report
GPGaurav Patel
FollowSept 14, 2025 08:30:5510
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 08:30:4812
Report