Back
कपराडा के जंगल में छुपा अद्भुत मावलि जलप्रपात, देखें Viral दृश्य!
NJNILESH JOSHI
Sept 14, 2025 09:33:18
Vapi, Gujarat
સ્ટોરી એપ્રુવલ ડેસ્ક
એન્કર -
વરસાદી મોસમ માં પ્રવાસીઓ માટે સૌથી મનમોહક સ્થળ એટલે ડૂંગર, જંગલ, નદી, ઝરણાં અને વોટર ફોલ ..ડુંગર અને પહાડો ને ચીરી ને આવતી નદીઓ ના ધોધ પ્રકૃતિપ્રેમીઓ ને ખુબ આકર્ષતા હોય છે ત્યારે ગુજરાતીઓ વોટર ફોલ ની મઝા માણવા ડાંગ ના ગીરા ધોધ કે પછી ધરમપુર ના શંકર ધોધ પહોંચે છે..પરંતુ આજે અમે આપને એક એવા ધોધ ની સુંદરતા ના દર્શન કરાવીશું જેના થી આપ અને મોટા ભાગ ના પર્યટકો અજાણ છે ,ત્યારે આવો આપને પણ શૅર કરાવીએ કપરાડા ના જંગલ માં આવેલ આ આ અદભુત વોટર ફોલ ના નજારા ની ...
વી ઓ -1
વલસાડ જિલ્લાના કપરાડા ના જંગલ વિસ્તાર તેની વનરાજી માટે જાણીતો છે . ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડામાં ચોમાસા માં દર વર્ષે 130 ઇંચ થી પણ વધારે વરસાદ નોંધાય છે .જોકે આ વર્ષે કપરાડા માં અત્યાર સુધી 135 ઇંચ થી વધારે વરસાદ નોંધાઈ ચુક્યો છે .જેના કારણે તાલુકાના તમામ નદીનાળામાં પાણીની ભરપૂર આવક થઈ હતી.જોકે અત્યારે ચોમાસુ વિદાય લેવા નો સમય છે એવા સમયે હજુ પણ કપરાડા અને ધરમપુર ના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં કેટલાક વોટર ફોલ્સ પણ સક્રિય છે.અત્યાર સુધી પર્યટકો મોટે ભાગે વલસાડ ના ધરમપુર ના શંકર ધોધ થી જ પરિચિત હતા .જોકે શંકર ધોધ ની સુંદરતા થી થોડો પણ ઓછો નથી તેવો એક અજાણ્યો ધોધ છે..કપરાડા ના સિલધા નો માવલી ધોધ.ચોમાસા ના અંત માં પણ ડુંગર ની તળેટી માં વસેલ આ સિલધા ગામ અત્યારે સ્વર્ગ સમું દેખાય છે.ચારે તરફ ડુંગર અને તેના પર હરિયાળી જાણે ધરતી પર લીલીછમ ચાદર બિછાવી હોય એમ લાગે છે.અહી થી વહેતા નાના મોટા ઝરણાં પ્રકૃતિ પ્રેમીઓના મન મોહવા કાફી છે.જોકે ત્યારે સિલધા પાસે આવેલ માવલી વોટરફોલ અહી ની સુંદરતા ને ચાર ચાંદ લગાવી રહ્યો છે. માવલી ધોધમાં આજે પણ પાણી ની ભરપૂર આવક થઈ રહી છે. આજે પણ સુંદર કળાએ ખીલેલો માવલી ધોધ નો અદભુત નજારો જોવા મળી રહ્યો છે..માવલી ધોધ પર થી વહી રહેલ પાણી નો સુંદર નઝારો કોઈ પણ પ્રકૃતિ પ્રેમીના મન મોહવા કાફી છે. . વરસાદી માહોલ માં વાદળો વચ્ચે ઘેરાયેલો આ પ્રદેશ નયનરમ્ય નજારો હિલ સ્ટેશન ની યાદ અપાવી રહ્યો છે..
કપરાડાના જંગલ વિસ્તારમાં આવેલ આ ધોધ પ્રકૃતિ પ્રેમીઓને તો આકર્ષે છેમમ પરંતુ આ ધોધ આ વિસ્તારના આદિવાસીઓની આસ્થા નું પ્રતીક છે.. આ ધોધને આદિવાસી ઓ માવલી માતા તરીકે પૂજા કરે છે.. દિવાળીના તહેવારોની શરૂઆત આ ધોધ ની પૂજાથી જ થાય છે...
બાઈટ:1 નરેન્દ્ર જોગરા
અગ્રણી , સિલધા
વી ઓ -2
કપરાડા ના જંગલ વિસ્તાર માં અનેક રમણીય સ્થળો આવેલા છે ,આ જંગલ વિસ્તાર માં ફરવા લાયક અનેક મનમોહક જગ્યાઓ આવેલી છે ,ત્યારે સિલધા ગામ ના ડુંગર માં આવેલ માઉલી ધોધ સોળે કળાએ ખીલ્યો છે ,જોકે કમનસીબી એ છે કે પ્રવાસીઓ માટે આ સ્થળ હજી અજાણ છે .ધરમપુર ના વિલ્સન હિલ પાસે આવેલ શંકર ધોધ કે પછી ડાંગ નો ગીરા ધોધ ને જેટલી પ્રસિદ્ધિ મળી છે .તેવી પ્રસિદ્ધિ આ ધોધ ને મળી નથી .પરંતુ આ ધોધ ની ખાસિયત એ છે કે આ ધોધ માં દિવાળી સુધી ભરપૂર પાણી રહે છે .. આથી સરકાર દ્વારા જો આ ધોધનો વિકાસ કરવામાં આવે તો આ વિસ્તારના લોકો માટે રોજગારીનો એક અવસર પણ ઉભો થઈ શકે તેમ છે.. આથી ગામના લોકો આ માવલી ધોધ નો વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે
બાઈટ- 3 ઈશ્વર તુમ્બડા
સભ્ય ,કપરાડા તાલુકા પંચાયત
વી ઓ -3
કપરાડા ના જંગલ વિસ્તાર માં રોજગારી નો અભાવ છે .ત્યારે ધરમપુર ના વિલસન હિલ નો જે રીતે વિકાસ થઇ રહ્યો છે. તેવો વિકાસ કપરાડા ના આ સ્થળ નો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય તે પણ ખૂબ જરૂરી છે .આ ધોધ ની ખાસિયત એ છે કે તમામ ઉમર ના લોકો આ ધોધ માં નાહવા ની મજા માણી શકે છે .રોડ ની નજીક આવેલ આ વોટર ફોલ પ્રવાસીઓ માટે સુગમતા પૂરું પાડે છે ,એક દિવસીય પીકનીક માટે આ ધોધ બેસ્ટ ડેસ્ટિનસેન બની શકે છે ,જે પ્રકૃતિ પ્રેમીઓ ને આ સ્થળ ની જાણકારી છે તે લોકો અચૂક આ ધોધ મી મજા માણી રહયા છે
નિલેશ જોશી ઝી મીડીયા કપરાડા
લોકેશન: સિલધા કપરાડા વલસાડ
FTP/VAPI/SEP25/14.9.25/ZK1409MAVLI_WATER_FALL/2BITE/2VISUAL.
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowSept 14, 2025 11:21:120
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowSept 14, 2025 11:19:453
Report
GPGaurav Patel
FollowSept 14, 2025 11:18:400
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:34:072
Report
NDNavneet Dalwadi
FollowSept 14, 2025 09:33:572
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:33:092
Report
GPGaurav Patel
FollowSept 14, 2025 08:30:554
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 08:30:485
Report
RRRAJA REHBER JAMAL
FollowSept 14, 2025 08:19:083
Report
AMArkodeepto Mukherjee
FollowSept 14, 2025 08:15:381
Report
SKSantosh Kumar
FollowSept 14, 2025 07:49:51Noida, Uttar Pradesh:उज्जैन, मध्य प्रदेश: एशिया कप 2025 भारत बनाम पाकिस्तान मैच पर टीम इंडिया की जीत के लिए श्री महाकालेश्वर मंदिर में विशेष प्रार्थना की जा रही है।
9
Report
URUday Ranjan
FollowSept 14, 2025 07:46:105
Report
URUday Ranjan
FollowSept 14, 2025 07:02:339
Report
NDNavneet Dalwadi
FollowSept 14, 2025 06:34:342
Report