Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360003

हरिहर चौक से वन-वे फुलछाब के लिए ट्रैफिक बदला—जानिए नया रूट

SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 29, 2025 13:47:11
Rajkot, Gujarat
REP_SAHIL_SAPPA CEMERAMAN_UDAY_PAWAR FEED_VIA_2C APPROVAD_VISHALBHAI BYTE_1_AND_VISUAL એંકર 下રાજકોટના载 下હરિહર载 下ચોક载 下થી载 下ચૌધરી载 下હાઇસ્કુલ载 下સુધીનો载 下રસ્તો载 下એક载 下વર્ષ载 下માટે载 下બંધ载 下રાખવામાં载 下આવશે..载 下રાજકોટ载 下વોર્ડ载 下નંબર载 2 下માં载 下આવેલા载 下હરિહર载 下ચોક载 下પાસે载 下નવું载 下બોક્સ载 下કલ્વર્ટ载 下અને载 下રેટેઈનિંગ载 下વોલ载 下બનાવવાનું载 下કામ载 下શરૂ载 下થતા载 下ટ્રાફિક载 下વ્યવસ્થામાં载 下મોટા载 下ફેરફારો载 下કરવામાં载 下આવ્યા载 下છે载 આ 下કામગીરી载 下પૂર્ણ载 ન 下થાય载 下ત્યાં载 下સુધી载 下એટલે载 下કે载 下લગભગ载 下બાર载 下મહિના载 下માટે载 下કાશી载 下વિશ્વનાથ载 下મેઈન载 下રોડ载 下પરનો载 下હરિહર载 下ચોક载 下તરફ载 下જતો载 下રસ્તો载 下અને载 下હરિહર载 下ચોકથી载 下ચૌધરી载 下હાઇસ્કુલ载 下જતો载 下રસ્તો载 下વાહન载 下વ્યવહાર载 下માટે载 下સંપૂર્ણ载 下બંધ载 下કરી载 下દેવામાં载 下આવ્યું载 下છે载 下..载 આ 下નિર્ણયથી载 下હજારો载 下વાહન载 下ચાલકોને载 下હાલાકીનો载 下સામનો载 下કરવો载 下પડશે.载 下જોકે载 下હાલ载 下પોલીસ载 下કમિશ્નર载 下અને载 下RMC载 下દ્વારા载 આ 下રૂટ载 下માટેનો载 下વૈકલ્પિક载 下રુટ载 下પણ载 下જાહેર载 下કરવામાં载 下આવ્યો载 下છે载 ** હરિહર ચોકથી સદર પોલીસ ચોક થઈ સદર વન-વે ફુલછાબ ચોક તરફ જતા વાહનો: તમામ વાહનો આ રૂટ પરથી જઈ શકશે ** ** લીમડા ચોક, પંચનાથ મંદિર રોડથી હરીહર ચોક થઈ ચૌધરી હાઈસ્કુલ તરફ જતા વાહનો: હરિહર ચોકથી હેડ પોસ્ટ ઓફિસ, જ્યુબેલી ગાર્ડન ચોક થઈ જવાહર રોડથી ચૌધરી હાઈસ્કુલ તરફ જઈ ** ** ચૌધરી હાઈસ્કુલ ચોકથી લીમડા ચોક, પંચનાથ મંદિર રોડ, હરીહર ચોક તરફ જતા વાહનો: આર-વર્લ્ડ સિનેમા, ICICI બેંક (શારદા બાગ)થી ફુલછાબ ચોક અને ભીલવાસ ચોક થઈને વાહનો જઈ ** ** ચૌધરી હાઈસ્કુલ ચોકથી કાશીવિશ્વનાથ મેઈન રોડ થઈ લીમડા ચોક, પંચનાથ મંદિર રોડ, હરિહર ચોક તરફ જતા વાહનો: ભારત ફૂટ પાસે થઈ સદર બજાર વન-વેથી વાહનો જઈ શકશે" **
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Sept 29, 2025 16:47:26
Dwarka, Gujarat:વીઓ :- દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદના પગલે રાવલ અને ટંકારિયા ગામોને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. પરિણામે, આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, કલ્યાણપુર તાલુકામાં ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખાસ કરીને રાવલ અને ટંકારિયાની આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનો અને ખેડૂતોની માંગ છે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 29, 2025 16:47:18
Dwarka, Gujarat:વીઓ 01:- ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક તીવ્ર હવામાન પ્રણાલી સક્રિય થઈ છે. જેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ અને ખરાબ વાતાવરણની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આ સિસ્ટમ આગામી ૨૪ કલાકમાં નબળી પડશે, પરંતુ ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને અસર કરશે. ૧ ઓક્ટોબર સુધી ગુજરાતના કિનારે અરબી સમુદ્રમાં વાતાવરણ ખરાબ રહેવાની શક્યતા છે. વીઓ 02 :- આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, ભારતીય કોસ્ટ ગાર્ડ (ઓખા) દ્વારા માછીમારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોસ્ટ ગાર્ડે માછીમારોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં દરિયો ખેડવા ન જાય. ઉપરાંત, હાલમાં દરિયામાં રહેલી તમામ બોટ અને જહાજોને તાત્કાલિક નજીકના બંદર પર પાછા ફરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તંત્રએ લોકોને હવામાનની સતત માહિતી મેળવતા રહેવા અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 29, 2025 16:47:05
Dwarka, Gujarat:વીઓ :- દ્વારકા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાલુકાના લાંબા ગામે મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો પ્રવાહ વહેતા જનજીવન ખોરવાયું છે. અનરાધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોનો મગફળીનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના પગલે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે હજી પણ આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્રને સાવચેતીના પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 29, 2025 16:46:55
Dwarka, Gujarat:વીઓ 01:- ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકા સ્થિત સુપ્રસિદ્ધ જગત મંદિરના ગગનચુંબી શિખર પર એક અવિશ્વસનીય અને અસામાન્ય ઘટના જોવા મળી. મંદિરના સૌથી ઊંચા ભાગે, જ્યાં ધ્વજાજી (ધ્વજ) ફરકે છે, ત્યાં એક બિલાડી ચઢી જતાં હાજર રહેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. આ ઘટના ખાસ કરીને જ્યારે ધ્વજાજી બદલવાનો સમય હતો, ત્યારે જ બનતાં ધાર્મિક વાતાવરણમાં એક અનોખી ચર્ચા શરૂ થઈ ગઈ હતી. બિલાડીને આટલી ઊંચાઈ પર જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેની સુરક્ષા માટે ચિંતિત બન્યા હતા. વીઓ 02 :- સ્થિતિની ગંભીરતા અને પશુની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, મંદિર પ્રશાસન દ્વારા તુરંત જ એક હાઈ-પ્રોફાઇલ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આટલી જોખમી ઊંચાઈ પર પહોંચીને, વિશેષ ટીમે સંપૂર્ણ સાવધાની અને વ્યવસ્થા સાથે બિલાડીનો સફળતાપૂર્વક સંપર્ક કર્યો. ઘણા પ્રયત્નો બાદ, ટીમે તે બિલાડીને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધી, જેનાથી મંદિર પરિસરમાં હાજર હજારો ભક્તોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બચાવ કામગીરીએ સૌને પ્રભાવિત કર્યા હતા. વીઓ 03 :- આ અસામાન્ય અને નાટકીય ઘટનાએ સમગ્ર ધાર્મિક જગતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. મંદિરના શિખર પર બિલાડીનું ચઢવું અને ત્યારબાદનું સફળ રેસ્ક્યૂ ઓપરેશન એક યાદગાર પ્રસંગ બની ગયો છે. આ સમગ્ર ઘટનાને કૅમેરામાં કંડારી લેવામાં આવી હતી અને હાલમાં તેના વિડિયોઝ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. જેના કારણે આ કિસ્સો દૂર દૂર સુધી પહોંચ્યો છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 29, 2025 16:45:49
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CEMERAMAN_UDAY_PAWAR FEED_VIA_TVU APPROVD_HAMIMSIR BYTE_1_AND_VISUAL એંકર હળદરની ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપી રાજકોટના વેપારીઓને મહારાષ્ટ્રની કંપનીના સંચાલકો સહિતની ટોળકી રૂ. 64.80 કરોડ કરી છેતરપીંડી એગ્રીમેન્ટ મુજબના 1 અબજ 94 કરોડ નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ રાજકોટમાં નોંધાઈ હતી... જેના આધારે ક્રાઈમ બ્રાંચે મુખ્યત્ત્વે મહારાષ્ટ્રમાં રહેતા 19 આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. રાજકોટના ઈતિહાસની આ સૌથી મોટી છેતરપીંડીના કેસમાં ક્રાઈમ બ્રાંચે અગાઉ મહારાષ્ટ્રથી 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બાદ કેસના અન્ય 2 આરોપીઓની પણ મહારાષ્ટ્ર માંથી ધરપકડ મેળવી પુછપરછ હાથ ધરવામાં આવી હતી.. ઉલ્લેખનીય છે કે પકડાયેલ બન્ને આરોપીઓ એન્જીનીયર હોવાનું સામે આવ્યું છે અને બન્ને આરોપીઓ કંપનીમાં 2.5%ના ભાગીદાર હતા... વીઓ 1 રાજકોટના વેપારી સાથે થયેલી છેતરપિંડી અંગે ફરિયાદી દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી. જેના આધારે ગુનો નોંધી ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી મહારાષ્ટ્ર મોકલી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રનાં જુદાં-જુદાં સ્થળોથી વધુ બે આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. જેમાં કમલેશ મહાદેવરાવ ઓઝે અને અવિનાશ બબન સાંગલેનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બન્ને આરોપી એ.એસ.એગ્રી એન્ડ એકવા એલ.એલ.પી. કંપનીમાં અઢી-અઢી ટકાના ભાગીદારો ઉપરાંત કંપનીના કર્મચારીઓ પણ છે. આ કેસમાં કુલ 19 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાંથી અગાઉ 10 આરોપીને ઝડપી પાડ્યા બાદ વધુ 2 આરોપીને પકડી બાકીના 7 ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે... બાઈટ - ચિંતન પટેલ ACP સાયબર ક્રાઇમ પોલીસ રાજકોટ વીઓ 2 ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપી કમલેશ ઓઝેને મહારાષ્ટ્રના કલવાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જયારે અવિનાશ બબન સાંગલેને મહારાષ્ટ્રના નરપોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં આરોપી કમલેશ ઓઝેના બેન્ક એકાઉન્ટમાં 62 લાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન થયું હોવાનું સામે આવ્યું છે જયારે આરોપી અવિનાશ સાંગલેના એકાઉન્ટમાં 92 લાખ રૂપિયા કંપનીના એકાઉન્ટમાંથી આવેલા હોવાનું સામે આવ્યું છે. બન્ને આરોપી એન્જીનીયર હોવા છતાં એગ્રિકલચર કંપનીમાં માર્કેટિંગ નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે જેઓ અગાઉ કંપનીમાં અગાઉ ઇન્વેસ્ટર હતા આ પછી 55% માલિક મુખ્ય આરોપી પ્રશાંત જાડે વર્ષ 2021માં 2.5%ના ભાગીદાર બન્યા હતા. પકડાયેલા બન્ને આરોપીઓ ડેટા કલેક્શન કરી બાદમાં માર્કેટિંગ કરી અન્ય લોકોને ઈન્વેસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. ત્યારે આગળની તપાસમાં હવે જે લોકોના બેન્ક એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન થયું છે તેઓની પણ પુછપરછ કરવામાં આવશે. જેમાં મોટાભાગના મહારાષ્ટ્રના વતની હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કંપનીના મુખ્ય આરોપી પ્રકાશ જાડે દ્વારા કુલ 100 લોકોની ટિમ માર્કેટિંગ માટે રાખી હોવાનું સામે આવ્યું છે.... બાઈટ - ચિંતન પટેલ ACP સાયબર ક્રાઇમ પોલીસ રાજકોટ વીઓ 3 રાજકોટ આવી કંપનીના ડિરેક્ટરો સાથે પ્રોજેક્ટ બાબતે વાતચીત કર્યા બાદ હિરેન પટેલનો સંપર્ક કર્યો હતો. તેણે કંપનીની મેનેજર સાક્ષી પલ્લવ અને અવિનાશ સાંગલેના મોબાઈલ નંબર આપ્યા હતાં. જે બંનેએ રાજકોટ આવી પ્રોજેક્ટ સમજાવવાની વાત કરી હતી. બે-ત્રણ દિવસ બાદ અવિનાશ સાંગલેએ અમદાવાદના YMCA ક્લબમાં પ્રોજેક્ટ બાબતે મિટિંગ રાખી હતી. એમાં તે તથા તેના CA હાર્દિકભાઈ ઉપરાંત કંપનીના ડિરેક્ટર ઈન્દ્રવદનભાઈ હાજર રહ્યા હતા. અવિનાશે તેમને હળદરની ખેતીનો સંપૂર્ણ પ્રોજેક્ટ સમજાવ્યો હતો.જે મુજબ તેમને કંપનીને છ વર્ષ સુધી એગ્રીમેન્ટ મુજબ જમીન આપવાની હતી... જ જમીનમાં વીજળી અને પાણી તેમણે જ પૂરાં પાડી હળદરની ખેતીના પોલી હાઉસ ઊભા કરવાના હતાં. એમાં એક એકરે અંદાજે રૂ.2 કરોડનો ખર્ચ થવાનો હતો. તેમાંથી રૂ.1.20 કરોડ તેમને આપવાના હતા. જ્યારે રૂ.80 લાખનું રોકાણ કંપનીએ કરવાનું હતું. કંપની પોલી હાઉસ ઊભું કરી હળદરની ખેતી કરવા માટેનાં બિયારણના વાવેતર કરવાથી એના વેચાણ સુધીની તમામ જવાદારી સંભાળવાની હતી. તેની કંપની જ્યારથી પોલી હાઉસના રૂપિયા અને જમીન કંપનીને આપે ત્યારથી 16 મહિના પછીથી કંપની તેમને દર એકરે રૂ.1.20 કરોડના રોકાણના દર વર્ષે રૂ.1.20 કરોડ છ વર્ષ સુધી પરત આપવાની હતી... રીતનો પ્રોજેક્ટ અવિનાશે તેમને સમજાવી યુ-ટ્યૂબમાં વીડિયો પણ બતાવ્યા હતાં. જે જોતાં પ્રોજેક્ટ સારો લાગ્યો હતો અને પ્રોફિટ પણ મળશે એમ જણાતાં રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી હતી... બાઈટ - ચિંતન પટેલ ACP સાયબર ક્રાઇમ પોલીસ રાજકોટ વીઓ 4 ત્યાર બાદ કંપની વિશે ગૂગલમાં સર્ચ કરી માહિતી મેળવી હતી. આખરે તેમણે 54 એકર જમીનમાં પ્રોજેક્ટ શરૂ કરી રૂપિયાનું રોકાણ કરવાનું નક્કી કરી અવિનાશને જાણ કરી હતી. નક્કી થયા મુજબ જુલાઈ 2021થી સપ્ટેમ્બર 2021 સુધીમાં રૂ.64.80 કરોડ કંપનીમાં કટકે-કટકે જમા કરાવ્યા હતાં. આ પછી ગુજરાતના અલગ-અલગ વિસ્તારના ખેડૂતોની હળદરને અનુકૂળ આવે એવા વાતાવરણવાળી જમીનની શોધખોળ શરૂ કરી હતી. આ રીતે અલગ-અલગ ખેડૂતો પાસેથી 108 એકર જમીન 6 વર્ષ સુધી લીઝ પર રાખી હતી. કંપનીનો કુલદીપ વિશ્વકર્મા નામની વ્યક્તિ જમીનનો સર્વે પણ કરી ગયો હતો અને ખેડૂતો સાથે ભાડા કરાર કરવાનું કહેતાં એમ કર્યું હતું. બાદમાં કંપની સાથે કોન્ટ્રેક્ટર ફાર્મિંગ એગ્રીમેન્ટ માટે તેની કંપનીના ડાયરેક્ટર ઈન્દ્રવદનભાઈ અને CA હાર્દિકભાઈ મહારાષ્ટ્ર ગયા હતા. જ્યાં કંપનીના સંદેશ ગણપતભાઈ ખામકર સાથે ગઈ તા.24.12.2021ના રોજ રૂ.100ના સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ કર્યું હતું. નક્કી થયા મુજબ લીઝ પર લીધેલી જમીન પર કંપનીએ પોલી હાઉસ તૈયાર કરવાનું હતું. પરંતુ કંપનીએ કાંઈ કર્યું ન હતું. એગ્રીમેન્ટ મુજબ જાન્યુઆરી 2023માં તેમને કંપની પાસેથી રૂ.64.80 કરોડ લેવાના હતા. જે કંપનીએ ચૂકવ્યા ન હતા. જેથી ફોન અને ઈ-મેઈલ કરી ઉઘરાણી કરતા હતા. દર વખતે કંપનીના સંચાલકો અને ભાગીદારો ખોટા વાયદાઓ કરતા હતા... બાઈટ - ચિંતન પટેલ ACP સાયબર ક્રાઇમ પોલીસ રાજકોટ વીઓ 5 તા.02.02.2023ના રોજ એક વર્ષે આપવાના થતા પેમેન્ટ રૂ.64.80 કરોડમાંથી તેમને કંપનીને એડમિનિસ્ટ્રેશન એન્ડ ઓપરેશનલ કોસ્ટ પેટે 10 ટકા રૂપિયા બાદ કરી રૂ.58.32 કરોડ ચૂકવવાનું લેખિત કન્ફર્મેશન કંપનીએ આપી થોડા દિવસોમાં તેની કંપનીના બેન્ક ખાતામાં રૂપિયા જમા કરાવવાની મૌખિક ખાતરી આપી હતી, પરંતુ કંપનીની દાનત પર શંકા જતાં તેની કંપનીના ડિરેક્ટર ઈન્દ્રવદનભાઈ અને CA હાર્દિકભાઈ મુંબઈ ગયા હતા અને ત્યાં કંપનીના ચેરમેન ઈવાન આલ્બર્ટ ડી ક્રુઝને રૂબરૂ મળ્યા હતા. કંપનીના ચેરમેને થોડા સમયમાં લેણી રકમ ચૂકવી આપવાની ખાતરી આપી હતી, સાથોસાથ રિકવેસ્ટ લેટર પણ આપ્યો હતો, પરંતુ આજ સુધી તેમણે રોકેલા રૂ.64.80 કરોડ પરત આપ્યા ન હતા. કંપનીએ 2023, 2024 અને 2025 એમ ત્રણ વર્ષ સુધી એગ્રીમેન્ટ મુજબના 1 અબજ 94 કરોડ પણ આજ સુધી ચૂકવ્યા નથી. કંપનીના ડિરેક્ટરોએ આ જ રીતે વડોદરા, અમરેલી, મહારાષ્ટ્રના થાણે અને પુણેમાં પણ ફ્રોડ કર્યાં છે. જે અંગે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે....
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 29, 2025 16:18:25
Dwarka, Gujarat:વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને દ્વારકાને જોડતા મુખ્ય માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય હજુ પણ યથાવત્ છે. મોડી રાત્રે પડેલા વરસાદના કારણે આ ખાડાઓમાં પાણી ભરાઈ જતાં નાના-મોટા અકસ્માતોનો ભય વધી ગયો છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગો પરથી પસાર થતા યાત્રાળુઓ અને સ્થાનિકો બંનેએ તંત્રની ઉદાસીનતા સામે નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અગાઉ જ દિવાળીના તહેવાર પહેલા યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ માર્ગ-મકાન વિભાગની ધીમી કામગીરીને કારણે આ આદેશ માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો તહેવાર દરમિયાન મુસાફરી વધુ જોખમી બની શકે છે. WKT
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 29, 2025 16:16:10
Dwarka, Gujarat:વીઓ :- દ્વારકામાં પડેલા મોડી રાત્રીના અને ભારે પવન સાથેના વરસાદને કારણે નવરાત્રિના આયોજનો પર ગંભીર અસર પડી છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અનેક સ્થળોએ ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી થઈ ગયા છે. ખાસ કરીને દ્વારકામાં સર્કિટ હાઉસ પાછળના વિસ્તારોમાં ભારે વરસાદને લીધે મોટી નુકસાનીના અહેવાલો છે. જેનાથી ગરબા સંચાલકોને આર્થિક ફટકો પડ્યો છે. ગ્રાઉન્ડમાં કાદવ-કીચડ થવાથી અનેક સ્થળોએ ગરબાના કાર્યક્રમો રદ્દ કરવાની ફરજ પડી છે. જેનાથી ખેલૈયાઓમાં ચિંતા અને નિરાશાનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેણે તૈયાર પાકને નુકસાન થવાના ભયથી ખેડૂતો અને વધુ નુકસાનની આશંકાથી ગરબા સંચાલકો બંનેની ચિંતામાં વધારો કર્યો છે. આ અણધાર્યા વરસાદે નવરાત્રિના ઉત્સાહમાં રંગમાં ભંગ પાડ્યો છે. WKT
0
comment0
Report
AKAshok Kumar
Sept 29, 2025 16:00:10
0
comment0
Report
GKGovindbhai Karmur
Sept 29, 2025 15:16:27
Khambhalia, Gujarat:* *Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* દ્વારકા જિલ્લા કSOG ને મળી મોટી સફળતા... દ્વારકા જિલ્લાના માંઝા ગામે થયેલ લુટના તમામ આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડતી દ્વારકા જિલ્લા SOG... ખંભાળિયા તાલુકાના માંઝા ગામેથી વૃદ્ધાને બંધક બનાવી લૂંટની ઘટના ને અંજામ આપી ફરાર થયેલા આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા... મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર વિસ્તારમાંથી પાંચ જેટલા આરોપીઓને દ્વારકા SOG એ ઝડપી પાડ્યા... આરોપીઓ લૂંટ , ધાડ, ચોરી પોલીસ પર હુમલો જેવા અનેક ગુનાઓમાં સામેલ હોય રીઢા ગુનેગારો હતા... મહાજહેમતે એકદમ ફુલ પ્રુફ એક્શન પ્લાન બનાવી દ્વારકા જિલ્લા SOG એ તમામ 5 આરોપીઓને 168 ગ્રામ ચાંદીના ઘરેણા ના રૂપિયા 16800 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા.. ઝડપાયેલ આરોપીઓ - 1. અલપસિંહ ગુમાનસિંહ ભીલ, ઉમર વર્ષ 37 2. થાનસિંગ જોતિયા ભીલ, ઉમર વર્ષ 47 3. કમરૂ ભૂરસિંહ ભીલ, ઉમર વર્ષ 52 4. કેનુ પીળું ભીલ, ઉમર વર્ષ 32 5. મહેશ બાલમુકુંદ ભીલ, ઉમર વર્ષ 70
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 29, 2025 14:46:25
Surat, Gujarat:એકર સુરતના સચિન વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં એક 16 વર્ષના કિશોરનું અપહરણ કરીને તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ બહેનની છેડતી કર્યાના આક્ષેપ કિશોર પર મુક્યો છે.કિશોરના પરિવારે ફરિયાદ નોંધાવતા જ સચિન પોલીસ તુરંત એક્શનમોડમાં આવીને ગુનામાં સંડોવાયેલા 5 આરોપીની ધરપકડ કરી છે. વિઓ.1 ભોગ બનનાર 16 વર્ષીય કિશોર બે દિવસ પહેલા આશરે આઠેક વાગ્યે તેના મિત્ર સાગર સાથે શ્રીરૂદ્ર રેસીડેન્સીના પેમ્ફલેટ વેચવા માટે નીકળ્યો હતો.પેમ્ફલેટ વેચીને ઘરે પરત ફરતી વખતે પારડી કણદે સરકારી સ્કૂલ પાસે એક રિક્ષા ઊભી હતી. ત્યારે કિશોરના મિત્ર દ્વારા રિક્ષામાં પેમ્ફલેટ મૂકી દેતા વિવાદ સર્જાયો હતો. તે સમયે રિક્ષાચાલક સાથે નજીવો ઝઘડો થયો હતો, જેમાં રિક્ષાચાલકે કિશોરને ગાળ આપી હતી. આ ઘટના બાદ કિશોર ત્યાંથી જતો રહ્યો હતો.જોકે, રાત્રે આશરે દસથી સાડા દસ વાગ્યાના અરસામાં કિશોર પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, જેમાં તેને જમીન બાબતે તાત્કાલિક મળવા બોલાવવામાં આવ્યો. રાત્રિનો સમય હોવાથી કિશોર શિવનગર ખાતે ગરબા જોવા ગયો હતો. આશરે અગિયાર-બાર વાગ્યાના સુમારે કિશોર ગરબા જોઈ રહ્યો હતો, ત્યારે આરોપીઓ કિશન જમનભાઈ ચૌહાણ અને અમિત રાજુભાઈ રાઠોડ ત્યાં ધસી આવ્યા. અમિત રાઠોડે કિશોરને બાવડાથી પકડીને બળજબરીપૂર્વક પોતાની એક્ટિવા પર વચ્ચે બેસાડી શિવદ્રષ્ટિ ખાતે લાવ્યો હતો.આ સ્થળે અન્ય ત્રણ આરોપી વિશાલ જીવણભાઈ ભરવાડ, શંકર વિજયભાઈ નાયર, બાબુ ઉર્ફે રવિ રાજુભાઈ રાઠોડપણ પોતાની બુલેટ પર આવી પહોંચ્યા હતા. વિશાલ ભરવાડે કિશોરને જણાવ્યું કે, તું મારી બહેનની કેમ છેડતી કરે છે? તેવા આક્ષેપ મૂકીને તમામ આરોપીઓએ કિશોરને જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ તેને સચિન કોમ્યુનિટી હોલ આશ્રમ શાળા પાસે લઈ જઈ ગાડી પરથી નીચે પાડી દીધો હતો.આરોપીઓ વિશાલ અને અમિતે પોતાના હાથમાં પહેરેલા કડા વડે તેમજ કમરના પટ્ટા અને પટ્ટાના કડા વડે કિશોરના માથાના ભાગે તથા પીઠના ભાગે માર માર્યો હતો. જ્યારે કિશન અને શંકરે ઢીકમુક્કીનો માર માર્યો હતો અને તમામ આરોપીઓ ગાળાગાળી કરી રહ્યા હતા. મારથી બચવા કિશોર હિમાંશુ ત્યાંથી ભાગીને ઝાડી-ઝાખરામાં છુપાઈ ગયો અને બાદમાં પોતાના જીજાજી મુકેશસિંગના ઘરે શિવદ્રષ્ટિ ખાતે પહોંચ્યો હતો.આ સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવારજનોએ પોલીસ કંટ્રોલ નંબર 112 પર ફોન કર્યો અને સચિન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કિશોરના સાળા દ્વારા આ 5 આરોપી વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ એકસંપ કરીને, 'મારી બહેનની કેમ છેડતી કરે છે' તેમ કહી, કિશોરનું અપહરણ કર્યું હતું, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઢીકમુક્કી, પટ્ટા તથા કડા જેવા હથિયારો વડે માર મારીને હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હતો. સચિન પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલા 5 આરોપીની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાઈટ..પી.એન.વાઘેલા..પીઆઇ સચિન પોલીસ સ્ટેશન ...... સુરત બ્રેક સચિન વિસ્તારમાં 16 વર્ષના કિશોરના અપહરણ નો મામલો સચિન પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ બહેન ની છેડતી કરતા ભાઈએ આરોપી સાથે મળી કિશોર નું અપહરણ કર્યું હતું ઘર પાસે જ ઝાડી માં લઇ જઇ કિશોર ને માર મારવામાં આવ્યો હતો પરિવાર ની ફરિયાદ બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી કિશોર ને બેલ્ટ અને કડા વડે માર મારવામાં આવ્યો હતો બાઇક પર કિશોરનું અપહરણ કરવામાં આવ્યું હતું બાઈટ..પી.એન.વાઘેલા..સચિન પોલીસ મથક પીઆઇ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 29, 2025 14:06:34
Surat, Gujarat:સુરત બ્રેક અમૃતસર એક્સપ્રેસના કોચ બે જગ્યા છુટા પડયા મોટી દુર્ઘટના થતાં ટળી પશ્ચિમ રેલવે દ્વારા તપાસના આદેશ એક બાજુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા જયારે બીજી બાજુ રેલ્વે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું કોઈ પ્રકારની જાનહાની કે અન્ય કોઈ મોટી દુર્ઘટના સર્જાતા રહી જતા ટામે રાહતનો શ્વાસ લીધો હતો એન્જિનની સાઈડથી એ-૧ અને એ- ૨ માં આ ઘટના બની પહેલી ઘટના મહારાષ્ટ્ર મુંબઈના વાણગાંવ અને દહાણુ રેલ્વે સ્ટેશનની વચ્ચે બપોરે ૧.૧૯ વાગ્યે બની હતી બીજી ઘટના ગુજરાતના સંજાણ સ્ટેશન પર બપોરે ૨.૧૦ વાગ્યે બની હતી વલસાડથી કેરેજ અને વેગન સ્ટાફને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા વલસાડથી એક લોકોમોટિવ એન્જિન રવાના થયું હતું
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 29, 2025 14:06:22
0
comment0
Report
KJKaushal Joshi
Sept 29, 2025 13:47:51
Jagatiya, Gujarat:સુત્રાપાડામાં માત્ર મગફળી જ નહીં, શેરડી અને નાળિયેરીના બગીચાઓ પણ થયા નષ્ટ; યુવા ખેડૂતો ખેતીથી વિમુખ થવા મજબૂર ગીર સોમનાથ: સુત્રાપાડામાં કમોસમી વરસાદનો કહેર માત્ર મગફળીના પાક સુધી સીમિત નથી રહ્યો. આ વરસાદે શેરડીના ઉભા પાકને પણ જમીનદોસ્ત કરી દીધો છે અને નાળિયેરીના લહેરાતા બગીચાઓમાં પણ ભારે તારાજી સર્જી છે. એક સાથે બહુવિધ પાક નિષ્ફળ જતાં ખેડૂતો પર આર્થિક સંકટના કાળા વાદળો ઘેરાયા છે. જેની સૌથી ગંભીર અસર યુવા પેઢી પર પડી રહી છે. શેરડી અને નાળિયેરીના પાકને પણ વ્યાપક નુકસાન તાલુકાના અનેક ખેડૂતો જેમણે મગફળી ઉપરાંત શેરડી અને નાળિયેરીની ખેતી કરી હતી, તેઓ પણ હવે લાચાર બન્યા છે. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે શેરડીનો ઉભો પાક આડો પડી ગયો છે. જેના કારણે તેનું ઉત્પાદન અને ગુણવત્તા બંનેને અસર થશે. તેવી જ રીતે, ફળથી લદાયેલા નાળિયેરીના બગીચાઓમાં પણ પાણી ભરાઈ જવાથી અનેક વૃક્ષોને નુકસાન થયું છે. જેની અસર લાંબા ગાળા સુધી ખેડૂતોએ ભોગવવી પડશે. આખા વર્ષનું આર્થિક ગણિત ખોરવાયું, દેવાના વિષચક્રનો ભય ખેડૂતો માટે મગફળીનો પાક માત્ર એક ઉપજ નથી, પરંતુ તેમના આખા વર્ષના આર્થિક અને સામાજિક વ્યવહારોનો આધારસ્તંભ છે. બાળકોના શિક્ષણ, ઘરના ખર્ચાઓ અને અન્ય સામાજિક જવાબદારીઓનું ગણિત મગફળીના વેચાણ પર જ મંડાયેલું હોય છે. હવે જ્યારે આ મુખ્ય પાક જ નિષ્ફળ ગયો છે. ત્યારે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. એક યુવાન ખેડૂતે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું, "પૈસા વ્યાજે લઈને મોંઘા બિયારણ અને ખાતર નાખીને પાક ઉછેર્યો હતો. આશા હતી કે પાક વેચીને દેવું ચૂકવી દઈશ અને બે પૈસા કમાઈશ. પણ વરસાદે બધી આશાઓ પર પાણી ફેરવી દીધું. હવે આખું વર્ષ વ્યાજના વિષચક્રમાં ફસાઈ રહેવા સિવાય કોઈ રસ્તો નથી." ખેતીથી મોં ફેરવી રહ્યા છે યુવાનો વારંવાર આવતી કુદરતી આફતો અને પાક નિષ્ફળ જવાના બનાવોને કારણે હવે યુવા ખેડૂતોનો ખેતી પરથી મોહભંગ થઈ રહ્યો છે. ખેતીમાં રહેલી અનિશ્ચિતતા અને આર્થિક જોખમને કારણે તેઓ ખેતી છોડીને રોજીરોટી માટે શહેર તરફ હિજરત કરવા મજબૂર બની રહ્યા છે. આ પરિસ્થિતિ ભવિષ્યમાં ગ્રામીણ અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્ર માટે એક મોટા પડકાર સમાન છે. જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય સહાય અને પાક વીમા જેવી યોજનાઓનું અસરકારક અમલીકરણ કરવામાં નહીં આવે, તો ખેડૂતોને આ આફતમાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બની જશે.
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top