Back
राजकोट घोटाला: हल्दी खेती में 64.80 करोड़ की ठगी, क्राइम ब्रांच कार्रवाई
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 29, 2025 16:45:49
Rajkot, Gujarat
REP_SAHIL_SAPPA
CEMERAMAN_UDAY_PAWAR
FEED_VIA_TVU
APPROVD_HAMIMSIR
BYTE_1_AND_VISUAL
એંકર
હળદરની ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપી રાજકોટના વેપારીઓને મહારાષ્ટ્રની કંપનીના સંચાલકો સહિતની ટોળકી રૂ. 64.80 કરોડ કરી છેતરપીંડી એગ્રીમેન્ટ મુજબના 1 અબજ 94 કરોડ નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ રાજકોટમાં નોંધાઈ હતી... જેના આધારે ક્રાઈમ બ્રાંચે મુખ્યત્ત્વે મહારાષ્ટ્રમાં રહેતા 19 આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. રાજકોટના ઈતિહાસની આ સૌથી મોટી છેતરપીંડીના કેસમાં ક્રાઈમ બ્રાંચે અગાઉ મહારાષ્ટ્રથી 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બાદ કેસના અન્ય 2 આરોપીઓની પણ મહારાષ્ટ્ર માંથી ધરપકડ મેળવી પુછપરછ હાથ ધરવામાં આવી હતી.. ઉલ્લેખનીય છે કે પકડાયેલ બન્ને આરોપીઓ એન્જીનીયર હોવાનું સામે આવ્યું છે અને બન્ને આરોપીઓ કંપનીમાં 2.5%ના ભાગીદાર હતા...
વીઓ 1
રાજકોટના વેપારી સાથે થયેલી છેતરપિંડી અંગે ફરિયાદી દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી. જેના આધારે ગુનો નોંધી ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી મહારાષ્ટ્ર મોકલી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રનાં જુદાં-જુદાં સ્થળોથી વધુ બે આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. જેમાં કમલેશ મહાદેવરાવ ઓઝે અને અવિનાશ બબન સાંગલેનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બન્ને આરોપી એ.એસ.એગ્રી એન્ડ એકવા એલ.એલ.પી. કંપનીમાં અઢી-અઢી ટકાના ભાગીદારો ઉપરાંત કંપનીના કર્મચારીઓ પણ છે. આ કેસમાં કુલ 19 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાંથી અગાઉ 10 આરોપીને ઝડપી પાડ્યા બાદ વધુ 2 આરોપીને પકડી બાકીના 7 ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે...
બાઈટ - ચિંતન પટેલ ACP સાયબર ક્રાઇમ પોલીસ રાજકોટ
વીઓ 2
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપી કમલેશ ઓઝેને મહારાષ્ટ્રના કલવાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જયારે અવિનાશ બબન સાંગલેને મહારાષ્ટ્રના નરપોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં આરોપી કમલેશ ઓઝેના બેન્ક એકાઉન્ટમાં 62 લાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન થયું હોવાનું સામે આવ્યું છે જયારે આરોપી અવિનાશ સાંગલેના એકાઉન્ટમાં 92 લાખ રૂપિયા કંપનીના એકાઉન્ટમાંથી આવેલા હોવાનું સામે આવ્યું છે. બન્ને આરોપી એન્જીનીયર હોવા છતાં એગ્રિકલચર કંપનીમાં માર્કેટિંગ નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે જેઓ અગાઉ કંપનીમાં અગાઉ ઇન્વેસ્ટર હતા આ પછી 55% માલિક મુખ્ય આરોપી પ્રશાંત જાડે વર્ષ 2021માં 2.5%ના ભાગીદાર બન્યા હતા. પકડાયેલા બન્ને આરોપીઓ ડેટા કલેક્શન કરી બાદમાં માર્કેટિંગ કરી અન્ય લોકોને ઈન્વેસ્ટ કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. ત્યારે આગળની તપાસમાં હવે જે લોકોના બેન્ક એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન થયું છે તેઓની પણ પુછપરછ કરવામાં આવશે. જેમાં મોટાભાગના મહારાષ્ટ્રના વતની હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કંપનીના મુખ્ય આરોપી પ્રકાશ જાડે દ્વારા કુલ 100 લોકોની ટિમ માર્કેટિંગ માટે રાખી હોવાનું સામે આવ્યું છે....
બાઈટ - ચિંતન પટેલ ACP સાયબર ક્રાઇમ પોલીસ રાજકોટ
વીઓ 3
રાજકોટ આવી કંપનીના ડિરેક્ટરો સાથે પ્રોજેક્ટ બાબતે વાતચીત કર્યા બાદ હિરેન પટેલનો સંપર્ક કર્યો હતો. તેણે કંપનીની મેનેજર સાક્ષી પલ્લવ અને અવિનાશ સાંગલેના મોબાઈલ નંબર આપ્યા હતાં. જે બંનેએ રાજકોટ આવી પ્રોજેક્ટ સમજાવવાની વાત કરી હતી. બે-ત્રણ દિવસ બાદ અવિનાશ સાંગલેએ અમદાવાદના YMCA ક્લબમાં પ્રોજેક્ટ બાબતે મિટિંગ રાખી હતી. એમાં તે તથા તેના CA હાર્દિકભાઈ ઉપરાંત કંપનીના ડિરેક્ટર ઈન્દ્રવદનભાઈ હાજર રહ્યા હતા. અવિનાશે તેમને હળદરની ખેતીનો સંપૂર્ણ પ્રોજેક્ટ સમજાવ્યો હતો.જે મુજબ તેમને કંપનીને છ વર્ષ સુધી એગ્રીમેન્ટ મુજબ જમીન આપવાની હતી... જ જમીનમાં વીજળી અને પાણી તેમણે જ પૂરાં પાડી હળદરની ખેતીના પોલી હાઉસ ઊભા કરવાના હતાં. એમાં એક એકરે અંદાજે રૂ.2 કરોડનો ખર્ચ થવાનો હતો. તેમાંથી રૂ.1.20 કરોડ તેમને આપવાના હતા. જ્યારે રૂ.80 લાખનું રોકાણ કંપનીએ કરવાનું હતું. કંપની પોલી હાઉસ ઊભું કરી હળદરની ખેતી કરવા માટેનાં બિયારણના વાવેતર કરવાથી એના વેચાણ સુધીની તમામ જવાદારી સંભાળવાની હતી. તેની કંપની જ્યારથી પોલી હાઉસના રૂપિયા અને જમીન કંપનીને આપે ત્યારથી 16 મહિના પછીથી કંપની તેમને દર એકરે રૂ.1.20 કરોડના રોકાણના દર વર્ષે રૂ.1.20 કરોડ છ વર્ષ સુધી પરત આપવાની હતી... રીતનો પ્રોજેક્ટ અવિનાશે તેમને સમજાવી યુ-ટ્યૂબમાં વીડિયો પણ બતાવ્યા હતાં. જે જોતાં પ્રોજેક્ટ સારો લાગ્યો હતો અને પ્રોફિટ પણ મળશે એમ જણાતાં રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી હતી...
બાઈટ - ચિંતન પટેલ ACP સાયબર ક્રાઇમ પોલીસ રાજકોટ
વીઓ 4
ત્યાર બાદ કંપની વિશે ગૂગલમાં સર્ચ કરી માહિતી મેળવી હતી. આખરે તેમણે 54 એકર જમીનમાં પ્રોજેક્ટ શરૂ કરી રૂપિયાનું રોકાણ કરવાનું નક્કી કરી અવિનાશને જાણ કરી હતી. નક્કી થયા મુજબ જુલાઈ 2021થી સપ્ટેમ્બર 2021 સુધીમાં રૂ.64.80 કરોડ કંપનીમાં કટકે-કટકે જમા કરાવ્યા હતાં. આ પછી ગુજરાતના અલગ-અલગ વિસ્તારના ખેડૂતોની હળદરને અનુકૂળ આવે એવા વાતાવરણવાળી જમીનની શોધખોળ શરૂ કરી હતી. આ રીતે અલગ-અલગ ખેડૂતો પાસેથી 108 એકર જમીન 6 વર્ષ સુધી લીઝ પર રાખી હતી. કંપનીનો કુલદીપ વિશ્વકર્મા નામની વ્યક્તિ જમીનનો સર્વે પણ કરી ગયો હતો અને ખેડૂતો સાથે ભાડા કરાર કરવાનું કહેતાં એમ કર્યું હતું. બાદમાં કંપની સાથે કોન્ટ્રેક્ટર ફાર્મિંગ એગ્રીમેન્ટ માટે તેની કંપનીના ડાયરેક્ટર ઈન્દ્રવદનભાઈ અને CA હાર્દિકભાઈ મહારાષ્ટ્ર ગયા હતા. જ્યાં કંપનીના સંદેશ ગણપતભાઈ ખામકર સાથે ગઈ તા.24.12.2021ના રોજ રૂ.100ના સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ કર્યું હતું. નક્કી થયા મુજબ લીઝ પર લીધેલી જમીન પર કંપનીએ પોલી હાઉસ તૈયાર કરવાનું હતું. પરંતુ કંપનીએ કાંઈ કર્યું ન હતું. એગ્રીમેન્ટ મુજબ જાન્યુઆરી 2023માં તેમને કંપની પાસેથી રૂ.64.80 કરોડ લેવાના હતા. જે કંપનીએ ચૂકવ્યા ન હતા. જેથી ફોન અને ઈ-મેઈલ કરી ઉઘરાણી કરતા હતા. દર વખતે કંપનીના સંચાલકો અને ભાગીદારો ખોટા વાયદાઓ કરતા હતા...
બાઈટ - ચિંતન પટેલ ACP સાયબર ક્રાઇમ પોલીસ રાજકોટ
વીઓ 5
તા.02.02.2023ના રોજ એક વર્ષે આપવાના થતા પેમેન્ટ રૂ.64.80 કરોડમાંથી તેમને કંપનીને એડમિનિસ્ટ્રેશન એન્ડ ઓપરેશનલ કોસ્ટ પેટે 10 ટકા રૂપિયા બાદ કરી રૂ.58.32 કરોડ ચૂકવવાનું લેખિત કન્ફર્મેશન કંપનીએ આપી થોડા દિવસોમાં તેની કંપનીના બેન્ક ખાતામાં રૂપિયા જમા કરાવવાની મૌખિક ખાતરી આપી હતી, પરંતુ કંપનીની દાનત પર શંકા જતાં તેની કંપનીના ડિરેક્ટર ઈન્દ્રવદનભાઈ અને CA હાર્દિકભાઈ મુંબઈ ગયા હતા અને ત્યાં કંપનીના ચેરમેન ઈવાન આલ્બર્ટ ડી ક્રુઝને રૂબરૂ મળ્યા હતા. કંપનીના ચેરમેને થોડા સમયમાં લેણી રકમ ચૂકવી આપવાની ખાતરી આપી હતી, સાથોસાથ રિકવેસ્ટ લેટર પણ આપ્યો હતો, પરંતુ આજ સુધી તેમણે રોકેલા રૂ.64.80 કરોડ પરત આપ્યા ન હતા. કંપનીએ 2023, 2024 અને 2025 એમ ત્રણ વર્ષ સુધી એગ્રીમેન્ટ મુજબના 1 અબજ 94 કરોડ પણ આજ સુધી ચૂકવ્યા નથી. કંપનીના ડિરેક્ટરોએ આ જ રીતે વડોદરા, અમરેલી, મહારાષ્ટ્રના થાણે અને પુણેમાં પણ ફ્રોડ કર્યાં છે. જે અંગે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે....
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 29, 2025 18:01:000
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 29, 2025 17:46:350
Report
NTNagendra Tripathi
FollowSept 29, 2025 17:46:240
Report
ADASHISH DWIVEDI
FollowSept 29, 2025 17:46:140
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:370
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:260
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:180
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:050
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:46:550
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:18:250
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:16:100
Report
AKAshok Kumar
FollowSept 29, 2025 16:00:100
Report
GKGovindbhai Karmur
FollowSept 29, 2025 15:16:270
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 14:46:250
Report