Back
सूत्रापाड़ा में मगफली के बाद शक्करकंद और नारियल बाग भी उजड़ गए
KJKaushal Joshi
Sept 29, 2025 13:47:51
Jagatiya, Gujarat
સુત્રાપાડામાં માત્ર મગફળી જ નહીં, શેરડી અને નાળિયેરીના બગીચાઓ પણ થયા નષ્ટ; યુવા ખેડૂતો ખેતીથી વિમુખ થવા મજબૂર
ગીર સોમનાથ: સુત્રાપાડામાં કમોસમી વરસાદનો કહેર માત્ર મગફળીના પાક સુધી સીમિત નથી રહ્યો. આ વરસાદે શેરડીના ઉભા પાકને પણ જમીનદોસ્ત કરી દીધો છે અને નાળિયેરીના લહેરાતા બગીચાઓમાં પણ ભારે તારાજી સર્જી છે. એક સાથે બહુવિધ પાક નિષ્ફળ જતાં ખેડૂતો પર આર્થિક સંકટના કાળા વાદળો ઘેરાયા છે. જેની સૌથી ગંભીર અસર યુવા પેઢી પર પડી રહી છે.
શેરડી અને નાળિયેરીના પાકને પણ વ્યાપક નુકસાન
તાલુકાના અનેક ખેડૂતો જેમણે મગફળી ઉપરાંત શેરડી અને નાળિયેરીની ખેતી કરી હતી, તેઓ પણ હવે લાચાર બન્યા છે. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે શેરડીનો ઉભો પાક આડો પડી ગયો છે. જેના કારણે તેનું ઉત્પાદન અને ગુણવત્તા બંનેને અસર થશે. તેવી જ રીતે, ફળથી લદાયેલા નાળિયેરીના બગીચાઓમાં પણ પાણી ભરાઈ જવાથી અનેક વૃક્ષોને નુકસાન થયું છે. જેની અસર લાંબા ગાળા સુધી ખેડૂતોએ ભોગવવી પડશે.
આખા વર્ષનું આર્થિક ગણિત ખોરવાયું, દેવાના વિષચક્રનો ભય
ખેડૂતો માટે મગફળીનો પાક માત્ર એક ઉપજ નથી, પરંતુ તેમના આખા વર્ષના આર્થિક અને સામાજિક વ્યવહારોનો આધારસ્તંભ છે. બાળકોના શિક્ષણ, ઘરના ખર્ચાઓ અને અન્ય સામાજિક જવાબદારીઓનું ગણિત મગફળીના વેચાણ પર જ મંડાયેલું હોય છે. હવે જ્યારે આ મુખ્ય પાક જ નિષ્ફળ ગયો છે. ત્યારે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે.
એક યુવાન ખેડૂતે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું, "પૈસા વ્યાજે લઈને મોંઘા બિયારણ અને ખાતર નાખીને પાક ઉછેર્યો હતો. આશા હતી કે પાક વેચીને દેવું ચૂકવી દઈશ અને બે પૈસા કમાઈશ. પણ વરસાદે બધી આશાઓ પર પાણી ફેરવી દીધું. હવે આખું વર્ષ વ્યાજના વિષચક્રમાં ફસાઈ રહેવા સિવાય કોઈ રસ્તો નથી."
ખેતીથી મોં ફેરવી રહ્યા છે યુવાનો
વારંવાર આવતી કુદરતી આફતો અને પાક નિષ્ફળ જવાના બનાવોને કારણે હવે યુવા ખેડૂતોનો ખેતી પરથી મોહભંગ થઈ રહ્યો છે. ખેતીમાં રહેલી અનિશ્ચિતતા અને આર્થિક જોખમને કારણે તેઓ ખેતી છોડીને રોજીરોટી માટે શહેર તરફ હિજરત કરવા મજબૂર બની રહ્યા છે. આ પરિસ્થિતિ ભવિષ્યમાં ગ્રામીણ અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્ર માટે એક મોટા પડકાર સમાન છે. જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય સહાય અને પાક વીમા જેવી યોજનાઓનું અસરકારક અમલીકરણ કરવામાં નહીં આવે, તો ખેડૂતોને આ આફતમાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બની જશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GKGovindbhai Karmur
FollowSept 29, 2025 15:16:270
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 14:46:250
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 14:06:340
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 14:06:220
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 13:47:580
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 13:47:370
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 13:47:290
Report
DPDhaval Parekh
FollowSept 29, 2025 13:47:210
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 29, 2025 13:47:110
Report
TSTushar Srivastava
FollowSept 29, 2025 13:36:08Lucknow, Uttar Pradesh:आलू का रियलिटी चेक
लखनऊ के गोमतीनगर में जब पानी में आलू डालकर चेक किया गया तो उसमें से रंग नहीं निकला मतलब आलू खाने योग्य था
0
Report
JPJai Pal
FollowSept 29, 2025 13:36:000
Report
KJKaushal Joshi
FollowSept 29, 2025 13:33:110
Report
AKArpan Kaydawala
FollowSept 29, 2025 13:32:560
Report
STSATISH TAMBOLI
FollowSept 29, 2025 13:32:460
Report