Back
जामनगर के अंधआश्रम में कुटणखाने पर छापा, 4 महिलाएं गिरफ्तार
MDMustak Dal
Sept 11, 2025 10:05:02
Jamnagar, Gujarat
તા.11-09-2025
રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર
સ્ટોરી ટાઇટલ : કુટણખાનું ઝડપાયું
Slug : 1109 ZK JMR KUTANKHANU
ફોર્મેટ : SAVDHAN GUJARAT
લોકેશન : જામનગર
એન્કર :
જામનગરમાં અંધઆશ્રમ આવાસના ૪૫ નંબરના એક ફ્લેટમાં કુટણખાનું ચલાવતું હોવાનું અને એક મહિલા સંચાલક દ્વારા બહારથી રૂપલલનાઓને બોલાવીને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતાં ગઈકાલે મોડી સાંજે પોલીસે દરોડો પાડયો હતો, અને કુટણખાનામાંથી એક પુરુષ ગ્રાહક અને ત્રણ મહિલાઓને શોધી કાઢી હતી. ઉપરાંત કુટણખાના સંચાલક મહિલાની અટકાયત કરી લઈ તેની પાસેથી રૂપિયા ૬,૩૦૦ ની રોકડ રકમ અને ૫૦૨ નંગ કોન્ડમના પેકેટ વગેરે કબજે કર્યા છે.
વિઓ : 01
આ દરોડા ની વિગત એવી છે કે જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા ને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર અંધઆશ્રમ આવાસના ત્રણ માળિયા બિલ્ડિંગમાં બ્લોક નંબર ૪૫ માં રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામની લુહાર જ્ઞાતિની મહિલા દ્વારા પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે પોતાના ઘરમાં બહારથી સ્ત્રીઓને બોલાવી દઈ કુટણખાનું ચલાવાઇ રહ્યું છે.
જે બાતમી ના આધારે સીટી ડીવાયએસપી જે.એન ઝાલા, ઉપરાંત મહિલા પી.એસ.આઇ ટી.ડી.બુડાસણા એ અન્ય પોલીસ ટુકડી ને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે ગઈકાલે મોડી સાંજે દરોડો પાડયો હતો.જે દરોડા દરમિયાન એક રૂમની અંદરથી એક સ્ત્રી અને પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અન્ય બે રૂમમાં અમદાવાદ અને રાજકોટની સ્ત્રીઓ હાજર મળી આવી હતી, અને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે ની વ્યવસ્થા કરાઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
વિઓ : 02
આ સમગ્ર કાર્યવાહી બાદ મહિલા પીએસઆઈ ટી.ડી. બુડાસણાં સરકાર પક્ષે જાતે ફરિયાદી બન્યા હતા, અને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કુટણખાનું ચલાવનાર સંચાલક નીતાબેન મહેન્દ્રભાઈ વાળા (૫૫) સામે ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ ની કલમ ૩(૧),૩ (૨એ),૪ (૧), ૪(૨સી),૫ (૧,એ) અને ૫ (૧.ડી.) મુજબ ગુનો નોંધ્યો છે. જ્યારે પુરુષ ગ્રાહકો માટેની એકત્ર થયેલી રૂપિયા ૬૩૦૦ ની રોકડ રકમ ઉપરાંત ૫૦૨ નંગ કોન્ડોમના બોક્સ વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે.
સિલાઈ કામ કરતી મહિલા શહેરના પુરુષ ગ્રાહકોના ટાંકા ભીડવવા ૧,૦૦૦ રૂપિયા ઉઘરાવતી હતી જામનગરના અંધ આશ્રમ વિસ્તારના રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામની મહિલા કે જે પોતે સિલાઈ નું કામ કરતી હતી. પરંતુ શોર્ટકટથી પૈસા મેળવવાના ભાગરૂપે પોતાના ઘરમાં કુટણખાનું ચલાવવાનું નક્કી કરી લીધું હતું, અને શહેરના લગ્નના જીવનસાથી ન હોય તેવા પુરુષો, તેમજ સ્ત્રીઓ સાથે મૈત્રી સંબંધ ન હોય તેવા પુરુષ ગ્રાહકોને શરીર સુખ માણવા માટે ની વ્યવસ્થા કરવામાં આવતી હતી.
વિઓ : 03
જેના માટે અમદાવાદથી બે અને રાજકોટ થી એક મળી ત્રણ સ્ત્રીઓને પુરુષોની હવસ સંતોષવા માટે બોલાવવામાં આવી હતી. જેમાં પોતે પ્રત્યેક પુરુષ ગ્રાહક પાસે ૧૦૦૦ ઉઘરાવતી હતી. અને તેમાં પોતાની પાસે ૫૦૦ રૂપિયા રાખી લેતી, અને ૫૦૦ રૂપિયા બહારથી આવેલી મહિલાને આપવામાં આવતી હતી. આખરે પોલીસે તે અંગેની બાતમીના આધારે દરોડો પાડયો હતો, અને કુટણખાનું પકડી પાડ્યું હતું. આ કાર્યવાહીને લઈને અંધાશ્રમ આવાસ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે, અને મોડે સુધી સ્થાનિક રહેવાસીઓ ટોળા સ્વરૂપે એકત્ર થઈ ગયા હતા.
બાઈટ : જ્યવીરસિંહ ઝાલા ( dysp જામનગર શહેર )
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:050
Report
UPUMESH PATEL
FollowSept 13, 2025 08:16:590
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:240
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 07:46:442
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:393
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:505
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 06:45:223
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:34:485
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 06:33:322
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 06:32:123
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 06:32:054
Report
SBShilu Bhagvanji
FollowSept 13, 2025 06:19:0011
Report
KBKETAN BAGDA
FollowSept 13, 2025 06:18:247
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 06:16:545
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 06:16:046
Report