Back
पोरबंदर के 68 किसानों पर सौर योजना बन गई मुसीबत
SBShilu Bhagvanji
Sept 13, 2025 06:19:00
Porbandar, Gujarat
1309 ZK PBR SOLAR
FORMAT-PKG
DATE-10-09-2025
LOCATION-PORBANDAR
APPROVAL-STORY IDEA
એન્કર-
દેશના ખેડૂતો પર લાઈટ બીલનુ વધુ ભારણ ન આવે અને સામે તેઓને ફાયદો થાય તેવા આશય સાથે સરકાર દ્વારા સોલાર પેનલ યોજનાઓ અને તેમા સબસીડી સહિતની સહાય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.પોરબંદર જિલ્લાના 68 જેટલા ખેડૂતો આ યોજનાની માયાજાળમાં છેલ્લા 5 વર્ષથી એવા ફસાયા છે કે આ સોલાર યોજના તેઓ માટે આજે ફાયદાના બદલે માટે મોટી મુસીબત બની છે કારણ કે ખેડૂતોને કોઈ ફાયદો થવાના બદલે મસમોટા બિલો પીજીવીસીએલ દ્વારા પકડાવાયા છે.પોરબંદરમાં પીજીવીસીએલે જાણે કે પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે જ ખેડૂતોને આ સોલાર યોજના પધરાવી દીધી હોય તેમ લાગી રહ્યુ છે કારણ કે આ ખેડૂતો છેલ્લા 5 વર્ષથી તેઓની આ મુશ્કેલીઓની રજુઆત કરવા કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે જેવી યુક્તિની જેમ પીજીવીસીએલ પણ આ સોલાર લગાવનાર કંપની તથા ખેડૂતો ત્રણેય પક્ષો સાથે રાખીને આ મુદ્દે કોઈ કાયમી યોગ્ય નિર્ણય લેવાના બદલે રજુઆત કરવા આવતા ખેડૂતો સામે ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોએ રામધુન સહિત બોલાવી વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.
વીઓ-1
સૌર ઉર્જા માટેની સરકારની "સ્કાય" યોજના એટલે કે "સૂર્ય શક્તિ કિસાન યોજના" ખેડૂતોને આ યોજના વડે આર્થિક ફાયદા સાથે વીજળી મળી રહે તે માટે સરકાર દ્વારા સબ્સીડી સાથે ખેડૂતોને આ યોજના લેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.આ યોજનાથી તેઓને રાહત મળશે તેવા હેતુ સાથે પીજીવીસીએલે વચ્ચે રહીને સારસ્વત કંપની મારફતે રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે આવેલ યોગેશ્વર ફીડરના 68 જેટલા ખેડૂતોએ 5 હોર્સ પાવરથી લઈને 12 હોર્સ પાવરની સોલાર સિસ્ટમ તેમના ખેતરમાં લગાવી હતી.2018 થી શરૂ થનાર આ સોલાર સિસ્ટમ કોઈ કારણોસર 2021 માં ફિટ કરવામાં આવી હતી.ખેડૂતોને જે તે વખતે પીજીવીસીએલ અને સારસ્વત કંપની દ્વારા એવુ જણાવવામા આવ્યુ હતુ કે,48 કલાકમાં સિસ્ટમમાં કોઈ ફોલ્ટ આવશે તો તો રીપેર કરાશે.5 હોર્સ પાવરની સિસ્ટમમાં ઓછામાં ઓછા 9 હજાર યુનિટ જનરેટ થશે જેનુ તેઓને વળતર આપવામાં આવશે.આ અંગે થયેલ એગ્રીમેન્ટ અંગે પણ કોઈ જાણ કરવામાં આવી નથી અને 6-6 મહિનાથી સિસ્ટમ બંધ હોવા છતા સિસ્ટમ શરૂ કરવા કોઈ કામગીરી થયેલ નથી તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.ખેડૂતોને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે કોઈ યુનિટ જનરેટ થયા નથી સામે ખેડૂતોને 50થી હજારથી લઈને 2 લાખના બિલો પીજીવીસીએલ દ્વારા અપાયા છે.છેલ્લા 5 વર્ષથી આજ પ્રકારે આ સોલાર સિસ્ટમ ખેડૂતો માટે માથાનો દુખાવા સમાન બનતા આ ખેડૂતો ફરી એક વખત રજૂઆત માટે પહોંચ્યા હતા.આ પહેલા ગત 31 તારીખના રોજ પણ ખેડૂતો રજુઆત માટે આવ્યા હતા અને દર વખતની જેમ તારીખ પે તારીખના ઠાલા વચનો આપવામાં આવ્યા હતા.ખેડૂતોની રજુઆતને લઈને કોઈ ચોક્કસ યોગ્ય નિર્ણય કરવાને બદલે ખેડૂતોને જાણે કે પીજીવીસીએલ તેમનો અવાજ દબાવવા માંગતી હોય તેમ રજૂઆત કરવા ગયેલા ખેડૂતો અંગે પોલીસ ફરીયાદ કરતા ખેડૂતો રોષે ભરાયા હતા અને ફરી એક વખત પીજીવીસીએલ કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો દોડી ગયા હતા અને રામધુન બોલવા સહિત પીજીવીસીએલના અધિકારીઓ તથા સોલાર ફિટ કરનાર સારસ્વત કંપની સહિત સૌ કોઈને પ્રશ્નો કર્યા હતા જેના જવાબ દેવામાં પીજીવીસીએલ તથા સારસ્વત કંપનીના અધિકારીઓ પાસે યોગ્ય જવાબનો અભાવ જોવા મળતો હતો જેથી ખેડૂતોને રજુઆત કરતા ડરવાવવના પ્રયાસો થતા હોય તેમ જોવા મળ્યુ હતુ.
બાઈટ-1 પ્રતાપ ગોઢાણીયા ખેડૂત,દાદર સિમ
બાઈટ-2 આવડા બાપોદરા ખેડૂત,દાદર સિમ
બાઈટ-3 કેશુ ખુંટી ખેડુત,દાદર સિમ
વીઓ-2
"સૂર્યશક્તિ કિસાન યોજના"ને લઈને છેલ્લા પાંચ વર્ષથી પોતાનુ ખેતીકામ મુકીને જે રીતે આ ખેડૂતો રઝળપાટ કરી રહ્યા છે આ સ્થિતિ ખરેખર દયનીય બાબત છે.પીજીવીસીએલ તથા સારસ્વત કંપનીએ ખેડૂતોને મસમોટા વાયદાઓ કરીને તે માટે તમામ જરૂરી કાર્યવાહી નહી થતા આ બંન્નેની બેદરકારીને કારણે ખેડૂતો છેલ્લા આટલા વર્ષોથી હેરાન પરેશાન છે અને તેઓને જે રીતે વાયદાઓ કરાયા હતા કે તમારે સાલાર પેનલમાં આટલા યુનીટ જરનેટ થશે જેથી તેમાંથી જ તમારા તમામ હપ્તા નીકળી જશે અને આ સોલાર તમને ફ્રી થઈ જશે અને સામે આર્થિક ફાયદો પણ થશે આવી વાતોમાં આવીને આ ખેડૂતો આજે વર્ષોથી મુશ્કેલી ભોગવી રહ્યા છે.આ બેદરકારી અંગે સાસ્વત કંપનીના એન્જીનીયર તથા કર્મચારીઓને પૂછતા તેઓએ આ મામલે ખેડૂતોને બિલકુલ નિર્દોષ ગણાવ્યા હતા અને પાયલોટ ફિડર સહિતની જે સુવિધાઓ પીજીવીસીએલે કરવી જોઈતી હતી તે ન હોવાના કારણે યુનીટ જરનેટ ન થતા હોવાનો મોટો ઘટસ્ફોટ કર્યો હતો.પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતે અધિક્ષક ઈજનેરને આ અંગે પૂછવામાં આવતા તેઓ પોતાને આ મામલે જવાબાદાર ગણવાને બદલે સાસ્વત કંપની તથા ખેડૂતો સહિત સૌ કોઈને આ મામલે જવાબદાર ગણતા હોય તેમ ગોળ ગોળ જવાબ આપતા જોવા મળ્યા હતા.તેઓએ એવુ જણાવ્યુ હતુ કે,સાસ્વત કંપનીને આ મામલે અનેક વખત નોટીસો પણ આપી છે અને પેનલ્ટી પણ કરી છે.પીજીવીસીએલ ક્યાકને ક્યાક આ મામલે જે રીતે ખેડૂતોને પુરતો સહકાર કરીને કંપની સામે અથવા જે પણ જવાબદાર વિરુદ્ધ ફરિયાદ સહિત કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર કાર્યવાહી કરવાની વાતો જ થતી હોવાનું વલણ સામે આવી રહ્યું છે.
બાઈટ-4 હરસુખ પીપરોતર સર્વિસ એન્જીનીયર,સારસ્વત કંપની
બાઈટ-5 પિયુષ પટેલ કર્મચારી,સારસ્વત કંપની
બાઈટ-6 સી.સી.ડામોર અધિક્ષક ઈજનેર,વર્તુળ કચેરી,પીજીવીસીએલ,પોરબંદર
વીઓ-3
ખેતરમાં ખેતી કરી પોતાના તથા પરિવારજનોનુ ગુજરાન ચલાવતા 68 જેટલા ખેડૂતોને આજે વાયદાઓ અને કાયદાની એવી માયાજાળમાં પીજીવીસીએલ તથા સારસ્વત કંપનીની વચ્ચે ફસાયેલા છે કે તેઓ આજે પોતાને નિસહાય હોવાની અનુભૂતિ કરી રહ્યા છે.છેલ્લા પાંચ-પાંચ વર્ષથી રજુઆત કરતા અને ખેડૂતોને આખરે ક્યારે ન્યાય મળે છે તે જોવુ રહ્યુ કારણે કે આ સોલાર યોજનાથી તેઓેને ફાયદો તો ન થયો પરંતુ આજે મસમોટા વિજબિલ તથા આર્થિક અને માનસિક મોટી યાતનાઓ તો આ ખેડૂતો ભોગવી જ રહ્યા છે તેમ કહીએ તો જરા પણ ખોટુ નથી.
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 13, 2025 10:06:020
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:05:020
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 10:04:130
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:04:030
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:540
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:320
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 10:03:230
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 09:50:581
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 09:50:193
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:054
Report
UPUMESH PATEL
FollowSept 13, 2025 08:16:597
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:245
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 07:46:446
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:394
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:506
Report