Back
7/12 पन्ने बंद, सीधे प्रॉपर्टी कार्ड बनाने का बड़ा दावा!
DPDhaval Parekh
Sept 13, 2025 06:32:12
Navsari, Gujarat
એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા
સ્લગ : NVS PROPARTY CARD
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 12 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારી જિલ્લામાં ખેતીની જમીન બિનખેતીની કરવાનારને હવે 7/12 ના પાનિયા બંધ કરી, પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો પરિપત્ર જિલ્લા અધિક કલેક્ટર દ્વારા સંબંધિત કચેરીઓને મોકલ્યો હતો. પરંતુ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં જૂની નોંધણીને લઈ વિસંગતતાઓને જોતા નવસારી જિલ્લા બાર એસોસિએશન દ્વારા નોંધણીમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે.
વી/ઓ : નવસારી શહેર અને જિલ્લામાં બિલ્ડરો, ડેવલપરો દ્વારા ખેતીની જમીન બિનખેતીની કરાવી, એના ઉપર પ્લોટિંગ કરી સોસાયટી અથવા એપાર્ટમેન્ટ બનાવવામાં આવતા હોય છે. પરંતુ ખેતીની જમીન બિનખેતીની થતા અગાઉ 7/12 માં નવા માલિકની અને ત્યારબાદ પ્લોટ લેનારના નામની એન્ટ્રી સાથે નોંધણી થતી હતી. પરંતુ ગુજરાત સરકારે હાલમાં બિનખેતીની જમીનની નોંધણી 7/12 ના પાનિયામાં નહીં, પરંતુ પ્રોપર્ટી કાર્ડમાં કરવાનો આદેશ કર્યો હતો. જેને ધ્યાને લઈ નવસારી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા તેમના તાબા હેઠળની મહેસુલ કચેરીઓ અને સીટી સર્વે કચેરી સહિત સંબંધિત અધિકારીઓને પરિપત્ર કર્યો હતો. પરંતુ 7/12 ની નોંધ બંધ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં, જમીન ખેતીમાંથી બિનખેતી કરાવનાર પ્રથમ વ્યક્તિનું નામ જ સીધુ પ્રોપર્ટી કાર્ડમાં નોંધાશે. જેથી એ બિનખેતીની જમીન એક કે બે વાર વેચાણ થઈ તેના માલિક બદલાયા હોય કે તેમાં પડેલા પ્લોટ અને તેને લેનાર અથવા એ પ્લોટ ફેર વેચાણથી લેનારના નામ પ્રોપર્ટી કાર્ડમાં નહીં નોંધાતા વર્તમાન માલિકનું નામ ન આવતા મુશ્કેલી ઉભી થશે. જ્યારે શરૂઆતથી વર્તમાન એન્ટ્રી માટે ફરી તમામ નામોની નોંધણી માટેની રજૂઆત સાથે પ્રક્રિયા કરવાથી સમયનો વેડફાટ તેમજ જુના દસ્તાવેજી પુરવા મળવા કે રજૂ કરવાની પણ મુશ્કેલી સર્જાશે. સરકારી રેકર્ડમાં પણ દસ્તાવેજી પુરાવા મળવા મુશ્કેલ છે. ત્યારે વર્તમાન માલિકને જમીન કે પ્લોટ નામ પર કરાવવા વધુ ખર્ચ થશે. જેથી બિનખેતીની જમીનના 7/12 ના પાનિયા બંધ કરી, પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં વિસંગતતા ઉભી થવાની સંભાવના વકીલો જોઈ રહ્યા છે. સાથે જ સરકારે નિયમમાં બદલાવ કે નવા કાયદાની અમલવારી કરવા પૂર્વે કાયદા કે મહેસુલી નિષ્ણાંત અભિપ્રાય તેમજ વાંધાઓ સાંભળવાની જરૂર હતી. જેથી નોંધણી સમયની મુશ્કેલીઓ નિવારી શકાય. સમગ્ર મુદ્દે નવસારી જિલ્લા બાર એસોસિએશનના વકીલોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી 7/12 ની જેટલી પણ નોંધ હોય, એ સીધી પ્રોપર્ટી કાર્ડમાં પાડવાની માંગ કરી હતી.
બાઈટ : રાકેશ પરદેશી, વકીલ, નવસારી
બાઈટ : નેવીલ પટેલ, પ્રમુખ, નવસારી જિલ્લા બાર એસોસિએશન, નવસારી
વી/ઓ : બિનખેતીની જમીનના પ્રોપર્ટી કાર્ડ બનવાની કોમ્પ્યુટરાઇઝ્ડ એન્ટ્રી છેલ્લા 20 વર્ષોથી થાય છે, પરંતુ એનાથી જૂની બિનખેતીની જમીનના માલિકોની એન્ટ્રી 7/12 માં જ થતી હતી. હવે જ્યારે વર્ષો પૂર્વે થયેલી બિનખેતીની જમીનના તમામ માલિકોના નામ પ્રોપર્ટી કાર્ડમાં લેવા માટે લોઢાના ચણા ચાવવા પડશે. નવસારીની એક સોસાયટીમાં 500 પ્લોટની છે, જેનો પ્રોપર્ટી કાર્ડ બનતા જમીન લેનાર ડેવલપર કે બિલ્ડરનું નામ પ્રોપર્ટી કાર્ડમાં આવશે. પરંતુ 500 પ્લોટના માલિક અને ઘણા પ્લોટ બે કે એથી વધુ વખત વેચાયા હોય તો વર્તમાન માલિકના નામની નોંધણી કરાવવામાં નવ નેજા પાણી પડશે. જોકે સમગ્ર મુદ્દે સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટે સંબંધિતોને ગેરસમજ થઈ હોવાની વાત કરી હતી. 7/12 માંથી પ્રોપર્ટી કાર્ડ બનતા પ્રથમ નામ આવવાની વાત સાચી, પણ વર્તમાન માલિક દ્વારા હક્કપત્રક નમૂના 6 અ સાથે અરજી કરતા 7/12 ની તમામ નોંધ પ્રોપર્ટી કાર્ડમાં નોંધવામાં આવશે. જેમાં અગાઉના કોઈ દસ્તાવેજી પુરાવાઓ આપવાની જરૂર ન હોવાની સ્પષ્ટતા કરી હતી.
બાઈટ : શૈલેષ સાવલિયા, મહેસુલી વકીલ, નવસારી
બાઈટ : ડી. એમ. દેસાઈ, સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ, નવસારી
વી/ઓ : બિનખેતીની જમીન થતા હવે 7/12 માં નોંધણી નહીં, પણ 7/12 ના પાનિયા બંધ કરી સીધો પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો સરકારનો આદેશ વિસંગતતાથી ભરલો છે, જેમાં જમીન કે પ્લોટ માલિકોને સમયના વેડફાટ સાથે ખર્ચા થવાની ચિંતા છે, જ્યારે અધિકારીઓ એક જ એપ્લિકેશનથી સમસ્યાના સમાધાનની વાત કરી રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં સરળતા રહે છે કે કેમ એ જોવું રહ્યું...
5
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 13, 2025 10:06:020
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:05:020
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 10:04:130
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:04:030
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:540
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:320
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 10:03:230
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 09:50:581
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 09:50:193
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:054
Report
UPUMESH PATEL
FollowSept 13, 2025 08:16:597
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:245
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 07:46:446
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:394
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:506
Report