Back
द्वारका में 700 से अधिक दबाव हटाकर खुली हुई गांवों की सरकारी जमीन!
LJLakhani Jaydeep
Sept 13, 2025 07:46:44
Dwarka, Gujarat
દરિયાઈ સીમા ધરાવતો સૌરાષ્ટ્રનો પશ્ચિમ પ્રદેશ છે. દ્વારકા તાલુકાનું દરિયાઈ સુરક્ષા, ધાર્મિક આસ્થા, ઔદ્યોગિક સલામતિ તેમજ પ્રવાસન ક્ષેત્રે આગવુ મહત્વ ધરાવે છે. દ્વારકા ટાઉનમાં વિશ્વ પ્રસિધ્ધ થી દ્વારકાધીશ મંદિર આવેલુ છે જે દેશ-વિદેશના કરોડો વૈષ્ણવોનું આસ્થાનું કેન્દ્ર છે. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં ૧૨ જ્યોર્તિલીંગ પૈકીનું એક જ્યોર્તિલીંગ શ્રી નાગેશ્વર જ્યોર્તિલીંગ મંદિર, રૂક્ષ્મણી મંદિર, ગોપી તળાવ, બેટ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિર તથા ભીમરાણા ખાતે શ્રી મોગલ માતાજી મંદિર જેવા અનેક પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો આવેલા છે. જે દર વર્ષે ખુબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને યાત્રાર્થે આકર્ષે છે. આ ઉપરાંત ઓખા અને દ્વારકાને જોડતો સુદર્શન સેતુ અને પાછલા પાંચ વર્ષોથી જેને બ્લ્યુ ફફ્લેગ બીચનું પ્રમાણપત્ર મળ્યુ છે એવુ શીવરાજપુર બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તેમજ સરકારશ્રી દ્વારા દ્વારકા કોરીડોરની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે.
ઔદ્યોગિક દ્રષ્ટિએ દ્વારકા તાલુકામાં તાતા કેમિકલ્સ લી. તેમજ આર.એસ.પી.એલ. લી. જેવા બે મોટા ઔદ્યોગિક ગૃહોના પ્લાન્ટ આવેલા છે તેમજ અન્ય નાના ઔદ્યોગિક એકમો હાલ કાર્યરત છે તેમજ આ ઉપરાંત પુન: પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે દ્વારકામાં અંદાજે ૨૭૦ જેટલી સંખ્યાની પવનચક્કિ કાર્યરત છે. જે દ્વારકા તાલુકાને ઔદ્યોગિક દ્રષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્ર બનાવે છે.
દ્વારકા તાલુકો આશરે ૧૪૦ કિ.મી. જેટલી દરિયા સીમા તેમજ ૦૮ જેટલા નાના મોટા ટાપુ ધરાવે છે. આ ટાપુઓ દરિયાઈ સુરક્ષા તેમજ પર્યાવરણીય દ્રષ્ટિએ ખુબ મહત્વના છે. મોટાભાગના ટાપુઓ પર પાછલા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર મસ્જિદ/મજાર બનાવી ધાર્મિક તેમજ રહેણાંકના બાંધકામ કરેલ છે. સદર ટાપુઓ પર અન્ય ધર્મની વસ્તી ધીરે ધીરે પલાયન થઈ રહી છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ ગંભિર બાબત છે.
અત્રેનાં તાલુકામાં ઓખા પોર્ટ પણ કાર્યરત છે. જેના કારણે વાર્ષિક ધોરણે ૪૨૫૯ જેટલી ક્રિયાીંગ બોટ આંતરાષ્ટ્રિય સીમા સુધી ફિશીંગ માટે પરિવહન કરે છે. અત્રેના તાલુકામાં ICG, AIRFORCE, NAVY, GMB જેવી રાષ્ટ્રિય ધોરણે મહત્વની સંસ્થાના સ્ટેશન આવેલ છે. ઉપરાંત પાછલા થોડાક વર્ષોમાં દરિયાઈ સીમાથી નાર્કોટીક સબસ્ટન્સ ઘુસાડવાના નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવેલ છે. ઉક્ત બાબતોને ધ્યાને લેતા દ્વારકા તાલુકોને દરિયાઈ સુરક્ષા, ધાર્મિક આસ્થા, ઔદ્યોગિક સલામતિ તેમજ પ્રવાસન ક્ષેત્રે સંવેદનશીલ વિસ્તાર બનાવે છે.
દ્વારકા ખાતે કોવિડ પછીના વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થવાથી પ્રવાસન ઉદ્યોગની પ્રવૃતિને વેગ મળ્યો છે. જેના કારણે વિવિધ સરકારી જમીન પર વાણીજયક હેતુથી દબાણમાં વધારો જોવા મળેલ છે. પ્રવાસન પ્રવૃતિને વેગ મળવાને કારણે દ્વારકા તાલુકાની જમીન પણ ખુબ જ કિંમતી બનેલ છે. આથી સરકારી જમીન પરનાં દબાણોને સત્વરે દુર કરવા જરૂરી બન્યા છે. જેથી વિકાસના અન્ય કામો માટે કિંમતી સરકારી જમીન ખુલ્લી કરી શકાય, વહિવટી દ્રષ્ટિએ અત્રેના તાલુકામાં ૨ નગરપાલિકા દ્વારકા નગરપાલિકા (દ્વારકા ટાઉન વિસ્તાર), ઓખા નગરપાલિકા (ઓખા ટાઉન, આરંભડા, બેટ, સુરજકરાડી વિસ્તાર) નો સમાવેશ થાય છે. આથી વહિવટી તંત્ર દ્વારા બે તબક્કામાં દબાણ હટાવાની કામગીરી કરવામાં આવેલ છે.
બેટ-દ્વારકા:
બેટ દ્વારકા વિસ્તાર વર્ષ: ૨૦૧૦ થી ઓખા નગરપાલિકામાં સમાવિષ્ટ છે. અહી પણ શ્રી દ્વારકાધીશજીનું મંદિર આવેલ છે. જેને કારણે લાખો શ્રધ્ધાળુઓ અત્રેની યાત્રા કરે છે તેમજ ફેબ્રુઆરી-૨૦૨૪ થી સુદર્શન સેતુ દ્વારા ઓખાને બેટ સાથે જોડતા સહેલાણીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળે છે. બેટમાં આશરે ૮૦ % વસ્તી મુસ્લિમની છે. બેટ દ્વારકા ધાર્મિક, પર્યાવરણીય તેમજ પ્રવાસન ક્ષેત્રે ખુબ મહત્વ ધરાવે છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બેટ દ્વારકામાં કુલ ૪૧૪ દબાણો દુર કરેલ છે જેનુ અંદાજે ક્ષેત્રફળ ૧૨૪૯૯૬ ચૌ.મી. થાય છે તેમજ જેની બજાર કિંમત રૂ.૭૬૮૨૯૩૨૫૦ /- થાય છે.
ઓખા:
દ્વારકા તાલુકાનાં ઓખા પોર્ટ વિસ્તાર આવેલ છે. અહીં GMB, કોસ્ટગાર્ડ, નેવીનાં સ્ટેશન આવેલા છે. ઓખા ટાઉનમાં વહિવટીતંત્ર દ્વારા ઓખામાં ૪૬ જેટલા દબાણો દુર કરેલ છે જેનું અંદાજે ક્ષેત્રફળ ૭૦૦ ચો.મી. તેમજ બજાર કિંમત રૂ.૧૪૭૦૦૦૦૦/- થાય છે.
આરંભડા:-
આરંભડા વર્ષ: ૨૦૦૬ થી ઓખા નગરપાલિકામાં સમાવિષ્ટ છે. જેના દરિયા કિનારાની સરકારી જમીન પરનું નીચે મુજબનું ધાર્મિક દબાણ દુર કરવામાં આવેલ છે. જેનું અંદાજે ક્ષેત્રફળ ૩૨૦ ચો.મી. થાય છે તથા તેની બજાર કિંમત રૂ.૩૮૪૦૦૦૦/- થાય છે.
દ્વારકા ટાઉન:-
શ્રી દ્વારકાધીશજી મંદિરને કારણે દ્વારકા ટાઉનમાં વર્ષે ૯૦ લાખ જેટલા શ્રધ્ધાળુઓ યાત્રાએ આવે છે. જેના કારણે વિવિધ પ્રવાસનની પ્રવૃતિઓ ફુલીફાળી છે. જેનો લાભ લેવા અમુક ઈસમો દ્વારા સરકારી જમીન પર દબાણ કરી વિવિધ રહેણાંક તેમજ વાણિજયીક પ્રવૃતિ ચલાવવામાં આવે છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દ્વારકા ટાઉનમાં ૬૭ જેટલા દબાણો દુર કરેલ છે જેનું અંદાજે ક્ષેત્રફળ ૪૫૮૭ ચો.મી. તથા તેની બજાર કિંમત રૂ. ૮૧૬૪૭૦૦૦/- થાય છે.
ટાપુઓ:-
દ્વારકા તાલુકામાં બેટ દ્વારકા સિવાયના ખારા ચુસણા ટાપુ, મીઠા ચુસણા ટાપુ, અશાબા ટાપુ, ધોરીયો ટાપુ. ધબધબો ટાપુ, સમીયાણી ટાપુ, ભેદર ટાપુ જેવા ટાપુઓ આવેલા છે. બૅટ સિવાયના ટાપુઓ પર સુરક્ષાને કારને અવર જવર પર પ્રતિબંધ છે. પરંતુ દરિયાઈ સીમાને કારણે આ ટાપુઓ સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ સંવેદનશીલ છે. આ ટાપુઓ પર ૩૬ જેટલા દબાણો દુર કરેલ છે જેનું અંદાજીત ક્ષેત્રફળ ૪૪૦૦ ચો.મી. તથા તેની બજાર કિંમત રૂ. ૧૨૫૨૪૬૪૦/-થાય છે.
( દ્વારકા તાલુકામાં સરકારી જમીન પર થયેલ દબાણો)
બીજા તબક્કાનો વિગતવાર અહેવાલ ::-
દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશજી મંદિરનાં દર્શનાર્થે પધારતા લાખો શ્રધ્ધાળુને કારણે થતાં નાણાંકિય લાભોથી પ્રેરાયને કિંમતી સરકારી જમીન પર અનઅધિકૃત રીતે ભવન/હોટલ ઉભા કરવામાં આવેલ. આ ઉપરાંત અમુક ઈસમો દ્વારા અત્રેના રસ્તાઓ પર અનધીકૃત લારી ગલ્લા-દુકાનો બનાવેલ. જેના કારણે ટ્રાફિક, પાર્કીંગ તથા સ્વચ્છતાના પ્રશ્નો ઉભા થયેલ. જેને કારણે શ્રધ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ અનધીકૃત બાંધકામોમાં રહેવાથી તેમની સુરક્ષા પણ જોખમાય છે. જેને ધ્યાને લઈ બીજા તબક્કામાં ફેબ્રુઆરી-૨૦૨૫ થી વહિવટીતંત્ર દ્વારા દ્વારકા ટાઉનના નીચે મુજબના દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરેલ છે.
(૧) ગોમતીઘાટ ::-
દ્વારકાધીશની મંદિરની તદ્દન નજીક આવેલ તથા રીલાયન્સ ગેટથી મંદિર સુધી જતો વી.આઈ.પી.રોડ પર આવેલ ગોમતીઘાટ પર આવેલ પાર્કીંગની જગ્યામાં મોટાપાયે લારી/ગલ્લાનું દબાણ થયેલ. જે ટ્રાફીક તથા મંદિર ખાતેનાં મોટા ઉત્સવમાં નડતર રૂપ થતા હતા. જે તમામ લારી/ગલ્લાઓ હટાવી તેમને દ્વારકા ખાતે રાવળા તળાવ નજીક રહેવા અત્રેથી સુચના આપેલ છે. તેમજ ગોમતીઘાટના રસ્તાની સામેની સરકારી જમીન પર રેસ્ટોરન્ટ/ગલ્લા બનાવી દબાણ થયેલ. રસ્તા પૈકીની જગ્યા પર આવા રેસ્ટોરન્ટ ચાલતા જેથી ટ્રાફીકની ખુબ મોટી સમસ્યા ઉભી થતી. તેમજ એક હોટલ દ્વારા રસ્તા પૈકીની જગ્યા પર બનાવેલ પગથીયા અત્રેથી દુર કરાયેલ છે. ગોમતીઘાટ પર અંદજે ૬૦ જેટલી લારી/ગલ્લા/રેસ્ટોરન્ટ/હોટલ દ્વારા કરેલ દબાણ દુર કરેલ છે. ખુલ્લી કરેલ જગ્યાની આશરે બજાર કિંમત ૭૬ કરોડ જેટલી રકમ થાય છે.
(૨) જોધાભા માણેક રોડ થી મંદિર સુધી, શીવરાજસિંહ રોડ તથા રબારી ગેટથી ઈસ્કોન ગેટ સુધી
દ્વારકા સીટીમાં મંદિર સુધી જવા માટે હાથી ગેટ પછી ખુબ જ ઉપયોગમાં લેવાતો ઈસ્કોન ગેટની અંદરથી શીવરાજસિંહ રોડ થઈને જોધાભા માણેક રસ્તાથી મંદિર સુધી તથા રબારી ગેટથી ઈસ્કોન ગેટ સુધી ખુબ જ ગીચ વિસ્તારમાં અમુક ઇસમો દ્વારા લારી/ગલ્લા/રેસ્ટોરન્ટ ઉભા કરી દબાણ કરેલ. આવા ગીચ રસ્તા પર રસ્તાની બન્ને બાજુએ લારી/ગલ્લા વાળાઓ ઉભા રહી દબાણ કરેલ જેથી તે રસ્તા પર વાહનોનું તથા મુલાકાતીઓનું ટ્રાફીક ખુબ જ રહેતુ. અત્રે દ્વારા આ ગીચ રસ્તા પરનુ આશરે ૨૮ જેટલા રેસ્ટોરન્ટ/લારી/ગલ્લાનું દબાણ દુર કરેલ છે. જેનો આશરે ૧૭૫૧ ચો.મી. જેટલુ દબાણ દુર કરી ખુલ્લુ કરેલ છે. જેનો આશરે ૧૬ કરોડ ઉપરની અંદાજીત બજાર કિંમત થાય છે.
(૩) બસ સ્ટેશનથી શારદાપીઠ કોલેઝ સુધી રસ્તા પૈકીની જગ્યા
દ્વારકા સીટીનાં બસ સ્ટેશનની બહારની બાજુથી શારદાપીઠ કોલેઝની બાઉન્ડ્રીને અડીને કોમર્શીયલ હેતુથી ઈસમો દ્વારા દબાણ કરેલ. જે અત્રેથી દબાણ દુર કરેલ છે. સદર દબાણ અંદાજે ૨૦ જેટલા ઈસમો દ્વારા કરેલ અને આશરે ૪૦ કરોડ સુધીની અંદાજીત બજાર કિંમત થાય છે.
(૪) સીટી સ.નં.૩૪૨૬ (રાવળા તળાવની ફરતે)
દ્વારકા સીટીની વચ્ચે આવેલ રાવળા તળાવની પાછળની બાજુએ ખુબ જ મોટા પ્રમાણમાં ભવન/હોટલ અમુક ઇસમો દ્વારા બનાવી દબાણ કરેલ. આ ભવનો કોઈ પણ પ્રકારની સેફ્ટી/મંજુરી વગર ઉભી કરવામાં આવેલ હતી. આવા ભવનોમાં અઘટીત ઘટના ન બને તેની તકેદારીના ભાગ રૂપે તથા સરકારી જમીન પર ઉભા કરેલ આવા દબાણ અત્રેથી તોડી દુર કરવામા આવેલ છે. સદર સરકારી જમીનમાં ૫ જેટલા કોમર્શીયલ દબાણ આવેલ હતા. જેનુ આશરે ૫૦૦૦ ચો.મી. ઉપર થતુ હતુ તેમજ અંદાજીત બજાર કિંમત ૫૫ કરોડ ઉપરાંતની થાય છે.
(૫) હોમસ્ટે અને ભવન ::-
દ્વારકા ખાતે વી.આઈ.પી. રોડ પર રીલાયન્સ ગેટથી દ્વારકાધીશ મંદિર સુધી રસ્તાની બાજુ પર આવેલ સરકારી સીટી સ.નં.૨૮૭૪ પર ગેરકાયદેસર હોમ સ્ટે બનાવી કોઈ પણ પ્રકારની મંજુરી મેળવ્યા વગર અમુક ઈસમો દ્વારા કોમર્શીયલ પ્રવૃતિ ચલાવતા હતા. આવા કુલ-૮ હોમ સ્ટેનું દબાણ વર્ષો પહેલા થયેલ છે. સદર દબાણો દુર કરવા આજ દિન પર્યંત કોઈ કાર્યવાહી થયેલ નથી. વધુમાં દ્વારકાધીશ મંદિરની આજુ બાજુ કોરીડોર આવતા જમીનો/મીલકતોના ભાવો આસમાને પહોંચતા આવા ઈસમો દ્વારા સરકારી જમીન પર કોમર્શીયલ હેતુ બાંધકામ બનાવી દબાણો આચરેલ. જે દબાણો અત્રેથી દુર કરેલ છે. જેનું આશરે ૧૬૨૯ ચો.મી. થાય છે જેનું અંદાજી બજાર કિંમર રૂ. ૧૦૫૧૬૮૨૪ ઉપરાંતની થાય છે.
(૬) ગોરીજા ::-
દ્વારકા તાલુકાનાં મોજે ગોરીજા ગામે દરિયા કિનારે સરકારી જમીન પર સામરસ પીરની દરગાહ નામે ધાર્મીક દબાણ કરાયેલ હતુ. જે દબાણ અત્રેથી દુર કરાયેલ છે. સદર દબાણ વાળી જમીનનું અંદાજે ૧૩૦૮ ચો.મી. જમીનમાં આવેલ હતુ જેની અંદાજે બજાર કિંમત રૂ.૭,૦૩,૦૦,૦૦૦/- જેટલી થાય છે.
(૭) ભીમરાણા :-
દ્વારકા તાલુકાનાં મોજે ભીમરાણા ગામનાં દરિયા કિનારે ખુબ જ મોટા પ્રમાણમાં ધાર્મિક દબાણ આચરેલુ હતું. દ્વારકા તાલુકાનો દરિયા કિનારો તટીય સુરક્ષાનાં કારણે ખુબ જ મહત્વનો બને છે. ઉપરાંત પાછલા થોડાક વર્ષોમાં દરિયાઈ સીમાથી નાર્કોટીક સબસ્ટન્સ ઘુસાડવાના નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવેલ છે. ઉક્ત બાબતોને ધ્યાને લેતા દ્વારકા તાલુકાનાં ભીમરાણા ગામનાં દરિયા કિનારે આવેલ સરકારી જમીન પરનું ધાર્મિક દબાણ દુર કરવુ ખુબ જ આવસ્થક બનેલ. જે હેતુથી દબાણ અત્રેથી દુર કરાયેલ છે. સદર દબાણ વાળી જમીનનું અંદાજે ૩૧૭ ચો.મી. જમીનમાં આવેલ હતું જેની અંદાજે બજાર કિંમત રૂ.૧.૨૦ લાખ જેટલી થાય છે.
(૮) દ્વારકા ::-
દ્વારકા ખાતે આગામી દ્વારકા કોરીડોર સંભવીત હોય જમીનો/મીલકતોના ભાવો આસમાને પહોંચેલ છે. જેનો લાભ લઈ અમુક ઇસમો દ્વારા સરકારી જમીન પર કોમર્શીયલ હેતુ બાંધકામ બનાવી દબાણો આચરેલ. તેમજ આગામી દ્વારકા કોરીડોરનાં કામે સરકારી જમીનો પરનાં ધાર્મિક દબાણો પણ અત્રેથી દુર કરેલ છે, જેનું આશરે ક્ષેત્રફળ ૬૦૯ ચો.મી. થાય છે જેનું અંદાજી બજાર કિંમર રૂ. ૧૮.૩ લાખ થાય છે.
(૯) પટેલકા અને ભોગાત ગામ::-
અત્રેના સબ ડીવીઝનનાં કલ્યાણપુર તાલુકાનાં ભોગાત ગામનાં દરિયા કિનારે સરકારી જમીન પર કોમર્શીય હેતુથી દબાણ આચરેલ તથા પટેલકા ગામમાં સરકારી જમીન પર વાડાઓ વાળી રહેણાંકના મકાનો બનાવી દબાણ આચરેલ. જેમાં અંદાજીત ૮ જેટલા દબાણો દુર કરેલ. જેનું અંદાજીત ક્ષેત્રફળ ૨૭૪૨ ચો.મી.જેટલી સરકારી જમીન પરનું દબાણ હટાવેલ જેની અંદાજીત બજાર કિંમત રૂ. ૧.૮૦ લાખ રૂપિયા જેટલી થાય છે.
આમ, દ્વારકા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી જિલ્લા વહિવટતંત્ર દ્વારા દબાણ હટાવની સઘન કામગીરી કરી બે તબક્કામાં જુદા-જુદા પ્રકારના અંદાજે ૭૦૬ જેટલા દબાણો દુર કરી ૧૫૭૦૭૩ ચો.મી. જેટલી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે. જેની બજાર કિંમત રૂ. ૩૧૬/- કરોડ ઉપરાંતની થાય છે.
સ્ટોરી :- જયદીપ લાખાણી, ZEE MEDIA, દ્વારકા
video :- https://we.tl/t-yA1445TDJO
6
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 13, 2025 10:06:020
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:05:020
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 10:04:130
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:04:030
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:540
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:320
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 10:03:230
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 09:50:581
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 09:50:193
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:054
Report
UPUMESH PATEL
FollowSept 13, 2025 08:16:597
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:245
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:394
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:506
Report