Back
टाणा के 66 केवी सबस्टेशन के बावजूद किसानों की बिजली संकट बढ़ा
NDNavneet Dalwadi
Sept 13, 2025 06:16:54
Bhavnagar, Gujarat
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: ભાવનગર.
તારીખ: ૦૫/૦૯/૨૦૨૫.
સ્ટોરી: પેકેજ..
એપ્રુવલ: ડેસ્ક.
સ્લગ: સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વીજ સમસ્યાને લઈ ખેડૂતો પરેશાન.
એન્કર:
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા સહિતના ગામોમાં ખેતીવાડીમાં આપવામાં આવતી વિજલાઈનોમાં વારંવાર ટ્રીપ થવું, ટીસી બળી જવા, પૂરતી લાઈટના મળવી સહિતના પ્રશ્નો ઉદભવી રહ્યા છે. ટાણા ખાતે 66 કેવી સબસ્ટેશન કાર્યરત છે. પરંતુ ત્યાં સ્ટાફનો અભાવ હોય ફરિયાદ છતાં સમયસર રીપેરીંગ થતું નથી. જેથી સરકારે જાહેર કરેલા 10 કલાકના ખેતીવિજના નિયમોનું અહીં પાલન થતું નથી અને વિજકાપ જેવી સ્થિતિનો સામનો આ વિસ્તારના ખેડૂતોને કરવો પડી રહ્યો છે. ત્યારે તાકીદે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
વિઓ ૧:
વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે દેશના ગ્રામ્ય વિસ્તારો સદ્ધર અને પાયાની સુવિધાથી સજ્જ હોય તે જરૂરી છે. ત્યારે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રના સ્વપ્નમાં ગ્રામ્ય વિસ્તારોમાં સરકારના અનેક વિભાગોની બેદરકારી બાધારૂપ બની રહી છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા પંથકના અનેક ગામોમાં ખેતીવાડી માટે આપવામાં આવતી 10 કલાકની વીજળી માત્ર કહેવા પૂરતી હોય અને આ વિસ્તારમાં 66 કેવી સબસ્ટેશન કાર્યરત હોવા છતાં અહીં અપૂરતી વીજળીનો આ વિસ્તારના ખેડૂતોને સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારની વાડીની લાઇનોમાં વારંવાર ટ્રીપ મારી જવી, ટીસી બળી જવા જેવી સમસ્યાઓ વારંવાર સર્જાય છે. સ્ટાફનો અભાવ હોય વીજ ઓફિસોના ફોન સતત વ્યસ્ત આવે છે. ફરિયાદો સમયસર નોંધાતી નથી અને તેનો ઉકેલ આવતા અનેક દિવસો જતા રહે છે. ટીસી બળી જવાની ઘટના સમયે ટીસી બદલાવવામાં 8 થી 10 દિવસ જેવો સમય લાગી જાય છે. તેમજ 10 કલાકના બદલે આ વિસ્તારના ખેડૂતોને 4 થી 6 કલાક માંડ માંડ વીજળી મળે છે. વાયરો અને વીજપોલ ઝાડી ઝાંખારાથી ઘેરાયેલા હોય તેમજ ટીસી ફરતે વેલો ઉગી નીકળી હોય લાઇનોમાં વારંવાર ખામી સર્જાતા ખેડૂતોને પોતાના ખેતરો તરફ દોડવું પડે છે. ત્યારે ટાણા ખાતે 66 કેવી સબસ્ટેશન કાર્યરત છે. તેમાં પૂરતો સ્ટાફ તેમજ ફોલ્ટ સેન્ટર કાર્યરત કરવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જેથી સમસ્યા સર્જાય ત્યારે સિહોર ખાતે મુખ્ય કચેરીથી ગ્રામ્ય વિસ્તાર સુધી વીજ કર્મચારીઓને ધક્કા ખાવા ના પડે અને વહેલી તકે વીજક્ષતિ દૂર કરી શકાય, સરકારે આ વિસ્તારમાં દિવસે વીજળી આપવાની માંગ સ્વીકારી ખેડૂતોને રાહત આપી છે. પરંતુ વીજ લાઈનમાં વારંવાર સર્જાતી ખામી ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. ત્યારે આ વિસ્તારમના SB સ્ટેશને પૂરતો વીજ સ્ટાફ રાખવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
બાઈટ:હરેશભાઇ બેલડીયા, સરપંચ, ટાણા
બાઈટ:જીણાભાઈ બેલડીયા, સ્થાનિક, ખેડૂત, ટાણા.
વિઓ ૨:
સિહોરના ગ્રામ્ય પંથકમાં વીજ સમસ્યા નવી નથી, વીજ પ્રશ્નોને લઈને ખેડૂતો લાંબા સમયથી પરેશાની ભોગવી રહ્યા છે. જેને લઈને આ બાબતે સ્થાનિક તંત્ર અને ધારાસભ્ય ને પણ રજુઆત કરવામાં આવી હતી અને ધારાસભ્ય ધ્વારા ઉર્જા મંત્રીને આ મામલે લેખિત રજુઆત કરી હતી, પરંતુ હજુસુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યારે આ વિસ્તારના ખેડૂતોની વ્યથા સરકાર સાંભળે અને પૂરતી વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરે એવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.
બાઈટ: રઘુવીરસિંહ ગોહિલ, ટાણા, સ્થાનિક ખેડૂત અને આગેવાન.
નોંધ: આજે ઈદે મિલાદની રજા હોય, કાઉન્ટર બાઈટ નથી મળ્યું.
11
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 13, 2025 10:06:020
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:05:020
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 10:04:130
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:04:030
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:540
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:320
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 10:03:230
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 09:50:581
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 09:50:193
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:054
Report
UPUMESH PATEL
FollowSept 13, 2025 08:16:597
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:245
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 07:46:446
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:394
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:506
Report