Back
मोरेबी के रास्तों में गड्ढे: टैक्स और टोल के बावजूद हालत खराब
HBHimanshu Bhatt
Sept 10, 2025 09:03:27
Morbi, Gujarat
Slug 1009ZK_MRB_ROAD_KHADA
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 1009ZK_MRB_ROAD_KHADA
Date 10/9/24
Location MORBI
APPROVAL: VISHALBHAI
એન્કર
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકોને સારા રોડ રસ્તાની સુવિધા આપવા માટે થઈને ટોલ ટેક્સ, રોડ ટેક્સ, વાહન ટેક્સ વિગેરે અનેક પ્રકારના ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેમ છતાં પણ મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવે, શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તા અતિદયનીય હાલતમાં છે અને આજની તારીખે અડધાથી લઈને એક ફૂટ સુધીના ખાડા છે જેના કારણે અકસ્માત, ટ્રાફિકજામ વગેરે જેવા અનેક પ્રશ્નો ઊભા થાય છે તો પણ આ સમસ્યાની સામે અધિકારીઓ અને પદાધિકારીઓ કેમ ધ્યાન આપતા નથી તે સૌથી મોટો સવાલ છે.
સ્થળ ઉપરથી વોક થ્રુ
સમગ્ર ગુજરાતની અંદર રોડ રસ્તામાં ઠેર ઠેર અડધાથી લઈને એક-એક ફૂટના ખાડા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે મોરબી જિલ્લામાં પણ રોડ રસ્તા વખાણ કરવા લાયક નથી. કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ મોરબીના ઉદ્યોગકારો આપે છે તેમ છતાં પણ અહીંના ઔદ્યોગિક વિસ્તારના રસ્તાથી માંડીને ગ્રામ્ય વિસ્તાર સુધીના તમામ રસ્તામાં ખાડા પડી ગયેલ છે આજની તારીખે સ્ટેટ હાઇવે અને નેશનલ હાઈવે સહિત તમામ રોડ રસ્તાની હાલત અતિદયનીય છે અને રોડ રસ્તા ઉપરથી જ્યારે વાહન ચાલક ગાડી લઈને નીકળે ત્યાં ડાન્સિંગ કાર પસાર થઈ રહી હોય તેવો ઘાટ જોવા મળતો હોય છે જોકે જ્યારે પણ રોડ રસ્તામાં ખાડાનો પ્રશ્ન સામે આવે છે ત્યારે વરસાદના કારણે રોડ રસ્તા તૂટી ગયા છે આવી વાતો કરવામાં આવે છે પરંતુ મોરબી જિલ્લાની વાત કરીએ તો બારે મહિના અહીંના નેશનલ હાઈવે રોડ તથા તેની બાજુમાં આવેલા સર્વિસ રોડ સહિતના રોડ રસ્તામાં મસમોટા ખાડા હોય છે જેના કારણે ટ્રાફિકજામ, વાહન ચાલકોના વાહનોમાં નુકસાન, વાહનમાં ભરીને લઈ જવામાં આવતા માલમાં નુકસાન, નાના મોટા અકસ્માત અને જીવલેણ અકસ્માત જેવી ઘટનાઓ બને છે તેમ છતાં પણ આવી ઘટનાઓ ન બને અને લોકોને સારા રોડ રસ્તાની સુવિધા મળે તેના માટેની લેસ માત્ર કામગીરી અહીંના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી નથી જેથી વાહનચાલકો પણ પોતાની વેદના ઠલવતા કહેતા હોય છે કે, જો તેઓના વાહનમાં પીયુસી ન હોય, ટેક્સ ભર્યો ન હોય કે વીમો ન હોય તો તાત્કાલિક તે લોકોને દંડ કરવામાં આવે છે પરંતુ આ ભંગાર રસ્તા ઉપરથી તેઓને ટોલટેક્સ સહિતના તમામ પ્રકારના ટેક્સ ભર્યા પછી પસાર થવું પડે છે તો આ બેદરકારી રાખનારા અધિકારીની સામે પણ આકરા પગલાં લેવા જોઈએ.
બાઇટ 1: વિજયભાઈ, કાર લઈને નીકળેલ વાહન ચાલક, મોરબી
બાઇટ 2: યુસુફભાઈ, ટ્રક લઈને નીકળેલ વાહન ચાલક, ઉના
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:050
Report
UPUMESH PATEL
FollowSept 13, 2025 08:16:590
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:240
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 07:46:442
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:393
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:505
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 06:45:223
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:34:485
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 06:33:322
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 06:32:123
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 06:32:054
Report
SBShilu Bhagvanji
FollowSept 13, 2025 06:19:0011
Report
KBKETAN BAGDA
FollowSept 13, 2025 06:18:247
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 06:16:545
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 06:16:046
Report