Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत रांदेर थाना में युवक ने PSI कुर्सी पर बैठकर रील बना डाली
CPCHETAN PATEL
Sept 11, 2025 04:34:16
Surat, Gujarat
સુરત બ્રેક રાંદેર પોલીસ મથકમાં ફોટો શૂટ કરાવવાનું યુવકને પડ્યુ ભારે યુવકે પીએસઆઇ ની ખુરશી પર બેસી રીલ બનાવી હતી યુવાન કલરકામ કરવા રાંદેર પોલીસ મથકે આવ્યો હતો પોલીસે યુવકને શોધી કાઢી માફી મગાવી રીલ બનાવવાની ઘેલછા માં યુવક પીએસઆઇ ની ખુરસી પર બેસી ગયો હતો
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
UPUMESH PATEL
Sept 13, 2025 08:16:59
Valsad, Gujarat:એન્કર : વલસાડ શહેરમાં અનંત ચૌદશના દિવસે થનાર ગણેશ વિસર્જનના દિવસે શહેરના બે અલગ અલગ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલકામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે સીટી પોલીસ દ્રારા દિવસ દરમિયાન ચોરી કરતા ગેંગના બે સભ્યોને પોલીસે ઝડપી પાડયા છે ત્યારે કોણ છે આ આરોપીઓ અને કઈ ગેંગના સભ્યો છે જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં વિઓ 01 : વલસાડ શહેરમાં અનંત ચૌદશના ગણેશ વિસર્જન ના દિવસે વલસાડના શહેઠિયા નગર અને આર.ફી.એફ ગ્રાઉન્ડ પાસે આવેલ મહાલક્ષ્મી નગર આવેલા મકાનમાં એક જ દિવસે બે જેટલી ચોરીઓને અંજામ આપવામાં આવ્યો હતો શહેરમાં થયેલી ચોરીમાં શેઠિયા નગર ખાતે સોના ચાંદીના 66 હજારના ઘણેણાની ચોરી કરવામાં આવી હતી તો આર.પી.એફ ગ્રાન્ડ પાછળ આવેલા મકાન માંથી સોના ચાંદીના ઘણેણા એન્ડ રોકડ રકમ મળી 1.53 લાખની ચોરી કરવામાં આવી હતી..પોલીસ દ્રારા શહેરમાં થયેલી બે ઘડફોડ ચોરીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી સીટી પોલીસ દ્રારા શહેરમાં થયેલી ઘડફોડ ચોરીનો ભેદ ઉકેલવા માટે શહેરના 150 થી વધુ સીસીટીવી તપાસ કર્યા હતા જે બાદ પોલીસ દ્રારા આરોપીઓની ઓળખ થતા પોલીસ દ્રારા ટેક્નિકલ એનાલિસિસ તથા બાતમી દારોની મદદ લઇ બે જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા બાઈટ : એ.કે પટેલ ઇન્ચાજ એસ.પી વલસાડ વિઓ 02 : વલસાડ પોલીસ દ્રારા શહેરમાં થયેલી બે ઘરફોડ ચોરીમાં ડાંગી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી હતી સીટી પોલિસ દ્રારા સુરેશ ડાંગી અને પ્રકાશચંદ્ર જાટ ની ધરપકડ કરી હતી તો ચોરી કરનારા એક આરોપી ઈમ્તિયાઝ શેખ ને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે ઘરફોડ ચોરીમાં પકડાયેલ સુરેશ ડાંગી ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 6 જેટલા ઘરફોડ ચોરીના ગુનાહો નોંધાયા છે આરોપીઓ દ્રારા ઘરફોડ ચોરીને દિવસ દરમિયાન અંજામ આપવામાં આવતો હતો દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં રેકી કરી બંધ ઘરોને આરોપીઓ દ્રારા નિશાનો બનાવવામાં આવતા હતા પોલીસ દ્રારા હાલ તો આરોપીઓને પકડી પૂછપરછ હાથ ધરવામાં આવી છે બાઈટ : એ.કે પટેલ ઇન્ચાજ એસ.પી વલસાડ વિઓ 03 : વલસાડ સીટી પોલીસ દ્રારા ડાંગી ના બે આરોપીઓને પકડી ચોરીમાં ગયેલા મુદ્દામાલ અંગે પૂછપરછ હાથ ધરાઈ છે સાથે એક વોન્ટેડ આરોપીની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે તો અન્ય કેટલી જગ્યાઓ પર આ આરોપીઓ દ્રારા ચોરી કરવામાં આવી છે કે કેમ એ અંગે પણ પોલીસ દ્રારા તપાસ હાથ ધરાઈ છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
0
comment0
Report
NLNAND LAL
Sept 13, 2025 08:03:24
Solan, Himachal Pradesh:लोकेशन : नालागढ़ नालागढ़ के नेर-सोडी गांव में भूस्खलन का कहर, दर्जनों मकान क्षतिग्रस्त सड़कें कटी, गांव संपर्क से टूटे, ग्रामीणों की नींद उड़ी प्रशासन से तत्काल राहत और वैकल्पिक मार्ग की मांग एंकर : हिमाचल प्रदेश के नालागढ़ उपमंडल के रामशहर हलके में नेर-सोडी गांव सहित निसल, चमदार, और कयारी जैसे कई छोटे-बड़े गांव भारी भूस्खलन की चपेट में आ गए हैं, जिसने ग्रामीणों की जिंदगी को संकट में डाल दिया है। भूस्खलन के कारण नेर-सोडी में कई मकान पूरी तरह क्षतिग्रस्त हो चुके हैं, जबकि सड़कों पर भारी कटाव और पहाड़ी धंसने से दो-तीन पंचायतों के दर्जनों गांव सड़क संपर्क से कट गए हैं। ग्रामीणों का देश-दुनिया से संपर्क टूट चुका है, और उनकी नींद हर पल मंडराते खतरे ने उड़ा दी है। स्थानीय पंचायत प्रतिनिधियों और रामशहर तहसीलदार ने मौके का दौरा किया, लेकिन अभी तक प्रशासनिक राहत कार्य शुरू नहीं हो सका है। ग्रामीणों ने बताया कि सड़क का एक बड़ा हिस्सा पहाड़ी के साथ नीचे धंस गया है, जिससे आवागमन पूरी तरह ठप है। लोगों ने प्रशासन और सरकार से तत्काल सड़क मार्ग खोलने और वैकल्पिक पैदल रास्ता तैयार करने की गुहार लगाई है। एक ग्रामीण ने कहा, "हमारे मकान टूट चुके हैं, सड़कें खत्म हो चुकी हैं। न खाने का सामान आ पा रहा है, न ही कोई मदद। रात को डर लगता है कि कब मकान सिर पर गिर जाए।" युवा मंडल और स्थानीय नेताओं ने सरकार से मांग की है कि प्रभावित परिवारों को तत्काल सुरक्षित स्थान पर शिफ्ट किया जाए और मकान बनाने के लिए आर्थिक सहायता दी जाए। भूस्खलन ने सड़कों पर इतना बड़ा कटाव किया है कि वाहनों का तो सवाल ही नहीं, पैदल चलना भी जोखिम भरा हो गया है। रामशहर क्षेत्र में हाल के दिनों में बारिश और भूस्खलन से हुए नुकसान ने प्रशासन की तैयारियों पर सवाल उठाए हैं। हिमाचल में इस साल मानसून ने भारी तबाही मचाई है, जिसमें सोलन जिला सबसे ज्यादा प्रभावित हुआ है। नेर-सोडी के ग्रामीणों ने चेतावनी दी है कि यदि जल्द कार्रवाई नहीं हुई, तो स्थिति और भयावह हो सकती है। पंचायत प्रतिनिधियों ने कहा, "हम सरकार से अपील करते हैं कि तुरंत इंजीनियरों की टीम भेजी जाए और सड़कें बहाल की जाएं।" स्थानीय लोग अब समाजसेवी संगठनों और एनजीओ से भी मदद की उम्मीद कर रहे हैं, ताकि इस संकट से उबरा जा सके।
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 13, 2025 07:46:44
Dwarka, Gujarat:દરિયાઈ સીમા ધરાવતો સૌરાષ્ટ્રનો પશ્ચિમ પ્રદેશ છે. દ્વારકા તાલુકાનું દરિયાઈ સુરક્ષા, ધાર્મિક આસ્થા, ઔદ્યોગિક સલામતિ તેમજ પ્રવાસન ક્ષેત્રે આગવુ મહત્વ ધરાવે છે. દ્વારકા ટાઉનમાં વિશ્વ પ્રસિધ્ધ થી દ્વારકાધીશ મંદિર આવેલુ છે જે દેશ-વિદેશના કરોડો વૈષ્ણવોનું આસ્થાનું કેન્દ્ર છે. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં ૧૨ જ્યોર્તિલીંગ પૈકીનું એક જ્યોર્તિલીંગ શ્રી નાગેશ્વર જ્યોર્તિલીંગ મંદિર, રૂક્ષ્મણી મંદિર, ગોપી તળાવ, બેટ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિર તથા ભીમરાણા ખાતે શ્રી મોગલ માતાજી મંદિર જેવા અનેક પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો આવેલા છે. જે દર વર્ષે ખુબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને યાત્રાર્થે આકર્ષે છે. આ ઉપરાંત ઓખા અને દ્વારકાને જોડતો સુદર્શન સેતુ અને પાછલા પાંચ વર્ષોથી જેને બ્લ્યુ ફફ્લેગ બીચનું પ્રમાણપત્ર મળ્યુ છે એવુ શીવરાજપુર બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તેમજ સરકારશ્રી દ્વારા દ્વારકા કોરીડોરની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ દ્વારકા તાલુકામાં તાતા કેમિકલ્સ લી. તેમજ આર.એસ.પી.એલ. લી. જેવા બે મોટા ઔદ્યોગિક ગૃહોના પ્લાન્ટ આવેલા છે તેમજ અન્ય નાના ઔદ્યોગિક એકમો હાલ કાર્યરત છે તેમજ આ ઉપરાંત પુન: પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે દ્વારકામાં અંદાજે ૨૭૦ જેટલી સંખ્યાની પવનચક્કિ કાર્યરત છે. જે દ્વારકા તાલુકાને ઔદ્યોગિક દ્રષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્ર બનાવે છે. દ્વારકા તાલુકો આશરે ૧૪૦ કિ.મી. જેટલી દરિયા સીમા તેમજ ૦૮ જેટલા નાના મોટા ટાપુ ધરાવે છે. આ ટાપુઓ દરિયાઈ સુરક્ષા તેમજ પર્યાવરણીય દ્રષ્ટિએ ખુબ મહત્વના છે. મોટાભાગના ટાપુઓ પર પાછલા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર મસ્જિદ/મજાર બનાવી ધાર્મિક તેમજ રહેણાંકના બાંધકામ કરેલ છે. સદર ટાપુઓ પર અન્ય ધર્મની વસ્તી ધીરે ધીરે પલાયન થઈ રહી છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ ગંભિર બાબત છે. અત્રેનાં તાલુકામાં ઓખા પોર્ટ પણ કાર્યરત છે. જેના કારણે વાર્ષિક ધોરણે ૪૨૫૯ જેટલી ક્રિયાીંગ બોટ આંતરાષ્ટ્રિય સીમા સુધી ફિશીંગ માટે પરિવહન કરે છે. અત્રેના તાલુકામાં ICG, AIRFORCE, NAVY, GMB જેવી રાષ્ટ્રિય ધોરણે મહત્વની સંસ્થાના સ્ટેશન આવેલ છે. ઉપરાંત પાછલા થોડાક વર્ષોમાં દરિયાઈ સીમાથી નાર્કોટીક સબસ્ટન્સ ઘુસાડવાના નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવેલ છે. ઉક્ત બાબતોને ધ્યાને લેતા દ્વારકા તાલુકોને દરિયાઈ સુરક્ષા, ધાર્મિક આસ્થા, ઔદ્યોગિક સલામતિ તેમજ પ્રવાસન ક્ષેત્રે સંવેદનશીલ વિસ્તાર બનાવે છે. દ્વારકા ખાતે કોવિડ પછીના વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થવાથી પ્રવાસન ઉદ્યોગની પ્રવૃતિને વેગ મળ્યો છે. જેના કારણે વિવિધ સરકારી જમીન પર વાણીજયક હેતુથી દબાણમાં વધારો જોવા મળેલ છે. પ્રવાસન પ્રવૃતિને વેગ મળવાને કારણે દ્વારકા તાલુકાની જમીન પણ ખુબ જ કિંમતી બનેલ છે. આથી સરકારી જમીન પરનાં દબાણોને સત્વરે દુર કરવા જરૂરી બન્યા છે. જેથી વિકાસના અન્ય કામો માટે કિંમતી સરકારી જમીન ખુલ્લી કરી શકાય, વહિવટી દ્રષ્ટિએ અત્રેના તાલુકામાં ૨ નગરપાલિકા દ્વારકા નગરપાલિકા (દ્વારકા ટાઉન વિસ્તાર), ઓખા નગરપાલિકા (ઓખા ટાઉન, આરંભડા, બેટ, સુરજકરાડી વિસ્તાર) નો સમાવેશ થાય છે. આથી વહિવટી તંત્ર દ્વારા બે તબક્કામાં દબાણ હટાવાની કામગીરી કરવામાં આવેલ છે. બેટ-દ્વારકા: બેટ દ્વારકા વિસ્તાર વર્ષ: ૨૦૧૦ થી ઓખા નગરપાલિકામાં સમાવિષ્ટ છે. અહી પણ શ્રી દ્વારકાધીશજીનું મંદિર આવેલ છે. જેને કારણે લાખો શ્રધ્ધાળુઓ અત્રેની યાત્રા કરે છે તેમજ ફેબ્રુઆરી-૨૦૨૪ થી સુદર્શન સેતુ દ્વારા ઓખાને બેટ સાથે જોડતા સહેલાણીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળે છે. બેટમાં આશરે ૮૦ % વસ્તી મુસ્લિમની છે. બેટ દ્વારકા ધાર્મિક, પર્યાવરણીય તેમજ પ્રવાસન ક્ષેત્રે ખુબ મહત્વ ધરાવે છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બેટ દ્વારકામાં કુલ ૪૧૪ દબાણો દુર કરેલ છે જેનુ અંદાજે ક્ષેત્રફળ ૧૨૪૯૯૬ ચૌ.મી. થાય છે તેમજ જેની બજાર કિંમત રૂ.૭૬૮૨૯૩૨૫૦ /- થાય છે. ઓખા: દ્વારકા તાલુકાનાં ઓખા પોર્ટ વિસ્તાર આવેલ છે. અહીં GMB, કોસ્ટગાર્ડ, નેવીનાં સ્ટેશન આવેલા છે. ઓખા ટાઉનમાં વહિવટીતંત્ર દ્વારા ઓખામાં ૪૬ જેટલા દબાણો દુર કરેલ છે જેનું અંદાજે ક્ષેત્રફળ ૭૦૦ ચો.મી. તેમજ બજાર કિંમત રૂ.૧૪૭૦૦૦૦૦/- થાય છે. આરંભડા:- આરંભડા વર્ષ: ૨૦૦૬ થી ઓખા નગરપાલિકામાં સમાવિષ્ટ છે. જેના દરિયા કિનારાની સરકારી જમીન પરનું નીચે મુજબનું ધાર્મિક દબાણ દુર કરવામાં આવેલ છે. જેનું અંદાજે ક્ષેત્રફળ ૩૨૦ ચો.મી. થાય છે તથા તેની બજાર કિંમત રૂ.૩૮૪૦૦૦૦/- થાય છે. દ્વારકા ટાઉન:- શ્રી દ્વારકાધીશજી મંદિરને કારણે દ્વારકા ટાઉનમાં વર્ષે ૯૦ લાખ જેટલા શ્રધ્ધાળુઓ યાત્રાએ આવે છે. જેના કારણે વિવિધ પ્રવાસનની પ્રવૃતિઓ ફુલીફાળી છે. જેનો લાભ લેવા અમુક ઈસમો દ્વારા સરકારી જમીન પર દબાણ કરી વિવિધ રહેણાંક તેમજ વાણિજયીક પ્રવૃતિ ચલાવવામાં આવે છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દ્વારકા ટાઉનમાં ૬૭ જેટલા દબાણો દુર કરેલ છે જેનું અંદાજે ક્ષેત્રફળ ૪૫૮૭ ચો.મી. તથા તેની બજાર કિંમત રૂ. ૮૧૬૪૭૦૦૦/- થાય છે. ટાપુઓ:- દ્વારકા તાલુકામાં બેટ દ્વારકા સિવાયના ખારા ચુસણા ટાપુ, મીઠા ચુસણા ટાપુ, અશાબા ટાપુ, ધોરીયો ટાપુ. ધબધબો ટાપુ, સમીયાણી ટાપુ, ભેદર ટાપુ જેવા ટાપુઓ આવેલા છે. બૅટ સિવાયના ટાપુઓ પર સુરક્ષાને કારને અવર જવર પર પ્રતિબંધ છે. પરંતુ દરિયાઈ સીમાને કારણે આ ટાપુઓ સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ સંવેદનશીલ છે. આ ટાપુઓ પર ૩૬ જેટલા દબાણો દુર કરેલ છે જેનું અંદાજીત ક્ષેત્રફળ ૪૪૦૦ ચો.મી. તથા તેની બજાર કિંમત રૂ. ૧૨૫૨૪૬૪૦/-થાય છે. ( દ્વારકા તાલુકામાં સરકારી જમીન પર થયેલ દબાણો) બીજા તબક્કાનો વિગતવાર અહેવાલ ::- દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશજી મંદિરનાં દર્શનાર્થે પધારતા લાખો શ્રધ્ધાળુને કારણે થતાં નાણાંકિય લાભોથી પ્રેરાયને કિંમતી સરકારી જમીન પર અનઅધિકૃત રીતે ભવન/હોટલ ઉભા કરવામાં આવેલ. આ ઉપરાંત અમુક ઈસમો દ્વારા અત્રેના રસ્તાઓ પર અનધીકૃત લારી ગલ્લા-દુકાનો બનાવેલ. જેના કારણે ટ્રાફિક, પાર્કીંગ તથા સ્વચ્છતાના પ્રશ્નો ઉભા થયેલ. જેને કારણે શ્રધ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ અનધીકૃત બાંધકામોમાં રહેવાથી તેમની સુરક્ષા પણ જોખમાય છે. જેને ધ્યાને લઈ બીજા તબક્કામાં ફેબ્રુઆરી-૨૦૨૫ થી વહિવટીતંત્ર દ્વારા દ્વારકા ટાઉનના નીચે મુજબના દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરેલ છે. (૧) ગોમતીઘાટ ::- દ્વારકાધીશની મંદિરની તદ્દન નજીક આવેલ તથા રીલાયન્સ ગેટથી મંદિર સુધી જતો વી.આઈ.પી.રોડ પર આવેલ ગોમતીઘાટ પર આવેલ પાર્કીંગની જગ્યામાં મોટાપાયે લારી/ગલ્લાનું દબાણ થયેલ. જે ટ્રાફીક તથા મંદિર ખાતેનાં મોટા ઉત્સવમાં નડતર રૂપ થતા હતા. જે તમામ લારી/ગલ્લાઓ હટાવી તેમને દ્વારકા ખાતે રાવળા તળાવ નજીક રહેવા અત્રેથી સુચના આપેલ છે. તેમજ ગોમતીઘાટના રસ્તાની સામેની સરકારી જમીન પર રેસ્ટોરન્ટ/ગલ્લા બનાવી દબાણ થયેલ. રસ્તા પૈકીની જગ્યા પર આવા રેસ્ટોરન્ટ ચાલતા જેથી ટ્રાફીકની ખુબ મોટી સમસ્યા ઉભી થતી. તેમજ એક હોટલ દ્વારા રસ્તા પૈકીની જગ્યા પર બનાવેલ પગથીયા અત્રેથી દુર કરાયેલ છે. ગોમતીઘાટ પર અંદજે ૬૦ જેટલી લારી/ગલ્લા/રેસ્ટોરન્ટ/હોટલ દ્વારા કરેલ દબાણ દુર કરેલ છે. ખુલ્લી કરેલ જગ્યાની આશરે બજાર કિંમત ૭૬ કરોડ જેટલી રકમ થાય છે. (૨) જોધાભા માણેક રોડ થી મંદિર સુધી, શીવરાજસિંહ રોડ તથા રબારી ગેટથી ઈસ્કોન ગેટ સુધી દ્વારકા સીટીમાં મંદિર સુધી જવા માટે હાથી ગેટ પછી ખુબ જ ઉપયોગમાં લેવાતો ઈસ્કોન ગેટની અંદરથી શીવરાજસિંહ રોડ થઈને જોધાભા માણેક રસ્તાથી મંદિર સુધી તથા રબારી ગેટથી ઈસ્કોન ગેટ સુધી ખુબ જ ગીચ વિસ્તારમાં અમુક ઇસમો દ્વારા લારી/ગલ્લા/રેસ્ટોરન્ટ ઉભા કરી દબાણ કરેલ. આવા ગીચ રસ્તા પર રસ્તાની બન્ને બાજુએ લારી/ગલ્લા વાળાઓ ઉભા રહી દબાણ કરેલ જેથી તે રસ્તા પર વાહનોનું તથા મુલાકાતીઓનું ટ્રાફીક ખુબ જ રહેતુ. અત્રે દ્વારા આ ગીચ રસ્તા પરનુ આશરે ૨૮ જેટલા રેસ્ટોરન્ટ/લારી/ગલ્લાનું દબાણ દુર કરેલ છે. જેનો આશરે ૧૭૫૧ ચો.મી. જેટલુ દબાણ દુર કરી ખુલ્લુ કરેલ છે. જેનો આશરે ૧૬ કરોડ ઉપરની અંદાજીત બજાર કિંમત થાય છે. (૩) બસ સ્ટેશનથી શારદાપીઠ કોલેઝ સુધી રસ્તા પૈકીની જગ્યા દ્વારકા સીટીનાં બસ સ્ટેશનની બહારની બાજુથી શારદાપીઠ કોલેઝની બાઉન્ડ્રીને અડીને કોમર્શીયલ હેતુથી ઈસમો દ્વારા દબાણ કરેલ. જે અત્રેથી દબાણ દુર કરેલ છે. સદર દબાણ અંદાજે ૨૦ જેટલા ઈસમો દ્વારા કરેલ અને આશરે ૪૦ કરોડ સુધીની અંદાજીત બજાર કિંમત થાય છે. (૪) સીટી સ.નં.૩૪૨૬ (રાવળા તળાવની ફરતે) દ્વારકા સીટીની વચ્ચે આવેલ રાવળા તળાવની પાછળની બાજુએ ખુબ જ મોટા પ્રમાણમાં ભવન/હોટલ અમુક ઇસમો દ્વારા બનાવી દબાણ કરેલ. આ ભવનો કોઈ પણ પ્રકારની સેફ્ટી/મંજુરી વગર ઉભી કરવામાં આવેલ હતી. આવા ભવનોમાં અઘટીત ઘટના ન બને તેની તકેદારીના ભાગ રૂપે તથા સરકારી જમીન પર ઉભા કરેલ આવા દબાણ અત્રેથી તોડી દુર કરવામા આવેલ છે. સદર સરકારી જમીનમાં ૫ જેટલા કોમર્શીયલ દબાણ આવેલ હતા. જેનુ આશરે ૫૦૦૦ ચો.મી. ઉપર થતુ હતુ તેમજ અંદાજીત બજાર કિંમત ૫૫ કરોડ ઉપરાંતની થાય છે. (૫) હોમસ્ટે અને ભવન ::- દ્વારકા ખાતે વી.આઈ.પી. રોડ પર રીલાયન્સ ગેટથી દ્વારકાધીશ મંદિર સુધી રસ્તાની બાજુ પર આવેલ સરકારી સીટી સ.નં.૨૮૭૪ પર ગેરકાયદેસર હોમ સ્ટે બનાવી કોઈ પણ પ્રકારની મંજુરી મેળવ્યા વગર અમુક ઈસમો દ્વારા કોમર્શીયલ પ્રવૃતિ ચલાવતા હતા. આવા કુલ-૮ હોમ સ્ટેનું દબાણ વર્ષો પહેલા થયેલ છે. સદર દબાણો દુર કરવા આજ દિન પર્યંત કોઈ કાર્યવાહી થયેલ નથી. વધુમાં દ્વારકાધીશ મંદિરની આજુ બાજુ કોરીડોર આવતા જમીનો/મીલકતોના ભાવો આસમાને પહોંચતા આવા ઈસમો દ્વારા સરકારી જમીન પર કોમર્શીયલ હેતુ બાંધકામ બનાવી દબાણો આચરેલ. જે દબાણો અત્રેથી દુર કરેલ છે. જેનું આશરે ૧૬૨૯ ચો.મી. થાય છે જેનું અંદાજી બજાર કિંમર રૂ. ૧૦૫૧૬૮૨૪ ઉપરાંતની થાય છે. (૬) ગોરીજા ::- દ્વારકા તાલુકાનાં મોજે ગોરીજા ગામે દરિયા કિનારે સરકારી જમીન પર સામરસ પીરની દરગાહ નામે ધાર્મીક દબાણ કરાયેલ હતુ. જે દબાણ અત્રેથી દુર કરાયેલ છે. સદર દબાણ વાળી જમીનનું અંદાજે ૧૩૦૮ ચો.મી. જમીનમાં આવેલ હતુ જેની અંદાજે બજાર કિંમત રૂ.૭,૦૩,૦૦,૦૦૦/- જેટલી થાય છે. (૭) ભીમરાણા :- દ્વારકા તાલુકાનાં મોજે ભીમરાણા ગામનાં દરિયા કિનારે ખુબ જ મોટા પ્રમાણમાં ધાર્મિક દબાણ આચરેલુ હતું. દ્વારકા તાલુકાનો દરિયા કિનારો તટીય સુરક્ષાનાં કારણે ખુબ જ મહત્વનો બને છે. ઉપરાંત પાછલા થોડાક વર્ષોમાં દરિયાઈ સીમાથી નાર્કોટીક સબસ્ટન્સ ઘુસાડવાના નિષ્ફળ પ્રયાસ પણ કરવામાં આવેલ છે. ઉક્ત બાબતોને ધ્યાને લેતા દ્વારકા તાલુકાનાં ભીમરાણા ગામનાં દરિયા કિનારે આવેલ સરકારી જમીન પરનું ધાર્મિક દબાણ દુર કરવુ ખુબ જ આવસ્થક બનેલ. જે હેતુથી દબાણ અત્રેથી દુર કરાયેલ છે. સદર દબાણ વાળી જમીનનું અંદાજે ૩૧૭ ચો.મી. જમીનમાં આવેલ હતું જેની અંદાજે બજાર કિંમત રૂ.૧.૨૦ લાખ જેટલી થાય છે. (૮) દ્વારકા ::- દ્વારકા ખાતે આગામી દ્વારકા કોરીડોર સંભવીત હોય જમીનો/મીલકતોના ભાવો આસમાને પહોંચેલ છે. જેનો લાભ લઈ અમુક ઇસમો દ્વારા સરકારી જમીન પર કોમર્શીયલ હેતુ બાંધકામ બનાવી દબાણો આચરેલ. તેમજ આગામી દ્વારકા કોરીડોરનાં કામે સરકારી જમીનો પરનાં ધાર્મિક દબાણો પણ અત્રેથી દુર કરેલ છે, જેનું આશરે ક્ષેત્રફળ ૬૦૯ ચો.મી. થાય છે જેનું અંદાજી બજાર કિંમર રૂ. ૧૮.૩ લાખ થાય છે. (૯) પટેલકા અને ભોગાત ગામ::- અત્રેના સબ ડીવીઝનનાં કલ્યાણપુર તાલુકાનાં ભોગાત ગામનાં દરિયા કિનારે સરકારી જમીન પર કોમર્શીય હેતુથી દબાણ આચરેલ તથા પટેલકા ગામમાં સરકારી જમીન પર વાડાઓ વાળી રહેણાંકના મકાનો બનાવી દબાણ આચરેલ. જેમાં અંદાજીત ૮ જેટલા દબાણો દુર કરેલ. જેનું અંદાજીત ક્ષેત્રફળ ૨૭૪૨ ચો.મી.જેટલી સરકારી જમીન પરનું દબાણ હટાવેલ જેની અંદાજીત બજાર કિંમત રૂ. ૧.૮૦ લાખ રૂપિયા જેટલી થાય છે. આમ, દ્વારકા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી જિલ્લા વહિવટતંત્ર દ્વારા દબાણ હટાવની સઘન કામગીરી કરી બે તબક્કામાં જુદા-જુદા પ્રકારના અંદાજે ૭૦૬ જેટલા દબાણો દુર કરી ૧૫૭૦૭૩ ચો.મી. જેટલી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે. જેની બજાર કિંમત રૂ. ૩૧૬/- કરોડ ઉપરાંતની થાય છે. સ્ટોરી :- જયદીપ લાખાણી, ZEE MEDIA, દ્વારકા video :- https://we.tl/t-yA1445TDJO
2
comment0
Report
AKArpan Kaydawala
Sept 13, 2025 07:46:39
Ahmedabad, Gujarat:નોંધઃ વિષયના જરૂરી ફાઈલ શોટ ખાસ લેવા. અમદાવાદ નારોલમાં વીજ કરંટથી દંપતીના મોતનો મામલો નારોલ પોલીસે જવાબદારો સામે ફરિયાદ નોંધી નારોલ પોલીસે 5 આરોપીઓ સામે બેદરકારી બદલની ફરિયાદ નોંધી બે ખાનગી કોન્ટ્રાક્ટર , AMC ના 2 સુપરવાઇઝર , AMC ના એક ટેક્નિશન સહિત પાંચ સામે ફરિયાદ નારોલ પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડ્યા રાજન સિંગલ અને એકતા સિંગલ નું વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી મોત થયું હતું સમગ્ર મામલે બીજા દિવસે મોટો વિવાદ થયો હતો ------------------- બ્લેક શર્ટ થી અજય પરમાર કેમ્પની એન્જિનિયર નયન કાપડિયા કંપની એન્જિનિયર સૈયદ ઝહીર કંપની ડાયરેક્ટર જીગ્નેશ ગામીત, કોર્પોરેશન પંકજ મછાર, કોર્પોરેશન બાઈટ : પી સી દેસાઈ, પીઆઇ - નારોલ પોલીસ સ્ટેશન
3
comment0
Report
BPBurhan pathan
Sept 13, 2025 06:47:50
Anand, Gujarat: એંકર: આણંદ જીલ્લામાં આશા વર્કરોને અર્બન હેલ્થ સેન્ટર અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ટેકોની કામગીરી કરવા ફરજિયાત દબાણ કરવામાં આવતા આજે મહિલા શકિત સેનાનાં કન્વીનર ચંદ્રિકાબેન સોલંકી સહીત આશા વર્કરોએ જિલ્લા પંચાયત ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. વીઓઃ આણંદ જિલ્લાનાં તમામ અર્બન હેલ્થ સેન્ટર માં તેમજ ગ્રામ્ય ની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કરોને ટેકો કામગીરી કરવા આદેશ આપેલ છે પરંતુ ટેકો કામગીરી માં અનેક પ્રશ્નો ઉભા થયેલ છે. જો લાભાર્થી ઘરે ના હોય એ બહાર ગામ કોઈ પ્રસંગોપાત ગયેલ હોય અને એજ દિવસે એનો ફોટો અપલોડ ના થાય તો ઇન્સેન્ટિવ મળશે નહીં તો આવા સંજોગો માં કામગીરી કરવા નિકળ્યા હોવા છતાં ઇન્સેન્ટિવ ખોવું પડે એનું શું? સાથે સાથે તહેવાર ના દિવસો માં પણ ટેકો ફરજીયાત કામગીરી કરવાની વાત છે તો ઘર પરિવાર ધરાવતી આશા વર્કર બહેનો શું? તહેવાર પણ ના ઉજવે? બીજું કે ટેકો કામગીરી કરવાની સૂચના આપી છે પરંતુ એનું ઇન્સેન્ટિવ જાહેર કરવામાં આવ્યું નથી, ટેકો માં મફત કામગીરી કરવામાં આવશે એ આશા વર્કર બહેનો ને મંજૂર નથી.. ટેકો માં કામ કરવા માટે સારા ક્વોલિટી ના મોબાઈલ જોઈએ તો એ મોબાઈલ જાતે વ્યાજે પૈસા લાવી ને મોબાઈલ લાવવા સેંટર પર થી દબાણ કરવામાં આવી રહ્યું છે. રિચાર્જ કોણ કરી આપશે? કવરેજ નેટવર્ક ના ઈસ્યુ આવે ત્યારે ટેકો માં ફોટો અપલોડ ના થાય ત્યારે ઇન્સેન્ટિવ ગુમાવવું પડે તો આવો અન્યાય શા માટે?જેવા પ્રશ્નોને લઈને આજે આશા વર્કરોએ આણંદ જિલ્લા પંચાયત ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું તેમજ ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દેવહુતીને આવેદનપત્ર આપ્યું હતું. વીઓઃ આશા વર્કરોએ માંગણી કરી હતી કે જ્યાં સુધી ટેકો કામગીરી ની સમસ્યાનો ઉકેલ ના આવે ત્યાં સુધી સેન્ટર ઉપર થી ધાક ધમકી અને કોઈ પણ પ્રકાર નું દબાણ કરવામાં ના આવે તેવી સૂચના આણંદ તમામ અર્બન સેન્ટર તેમજ પી.એચ.સી પર આપવી તેમજ સમસ્યાનું નિરાકરણ ના આવે તો આગામી દિવસો માં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. બાઈટઃચંદ્રિકાબેન સોલંકી ( પ્રમુખ-મહિલા શકિત સેના) બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
5
comment0
Report
AKArpan Kaydawala
Sept 13, 2025 06:45:22
Ahmedabad, Gujarat:અમદાવાદ હાલમાં રાજ્યભરમાં હેલ્મેટના કાયદાના કડક અમલને લઈને વાદ વિવાદ ચાલી રહ્યા છે. ખુદ સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો પણ આજ બાબતને લઈને સરકારનો વિરોધ કરી ચુક્યા છે. જે બાદ સરકારે પણ આ વિષયમાં ઢીલાશ મુકવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત હેલ્મેટનું મહત્વ સમજાવવાના હેતુથી અમદાવાદમાં ઝોન 3 હેઠળ આવતા પોલીસ સ્ટાફે વિશાળ બાઈક રેલી યોજી નાગરિકોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો. શહેરકોટડા વિસ્તારથી શરૂ થયેલી આ બાઈક રેલીમાં સેંકડો પોલીસકર્મીઓ હેલ્મેટ પહેરીને અને હાથમાં વિવિધ પ્લેકાર્ડ સાથે નજરે પડ્યા. Aa રેલીમાં અન્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. રેલીના અંતે પોલીસે નાગરિકોમાં હેલ્મેટ વિતરણ કરી તેનો વપરાશ કરવા લોકોને સમજાવ્યા. બાઈટ : રૂપલ સોલંકી, dcp - ઝોન 3, અમદાવાદ
3
comment0
Report
BPBurhan pathan
Sept 13, 2025 06:34:48
Anand, Gujarat:એંકર: આણંદના ચિખોદરાથી સારસાને જોડતા સાત કિલોમિટરના રોડ પર ખાડા પડી ગયા હોઈ કમરના મણકા ખસી જાય તેવા બિસ્માર માર્ગથી ત્રસ્ત સારસા અને આસપાસના ગામોના લોકોએ આજે સારસા ચોકડી પાસે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વીઓ. ચિખોદરા ચોકડીથી સારસા ને જોડતા સાત કિલોમીટરના માર્ગ પર ઠેક ઠેકાણે ખાડા પડી ગયા હોઈ સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ્યારે સારસા આવ્યા ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં તંત્ર દ્વારા રોડ નવો બનાવવામાં નહીં આવતા ખાડારાજના કારણે અકસ્માતના બનાવો વાહનોને નુકસાનને લઈને ખાડાઓથી ત્રસ્ત પ્રજાએ આજે સારસા ચોકડી પાસે ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયું હતું વીઓ. ચક્કાજામને લઈને ટ્રાફિક જામ થતા પોલીસ દોડી આવી હતી અને આંદોલનકારીઓને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે ગ્રામજનોએ નવો રોડ બનાવવાની માંગ પર અડગ રહ્યા હતા. બાઈટ. ધીરજ મહેશ્વરી સ્થાનિક બાઈટ. સચિન પટેલ. સ્થાનિક બાઈટ. રાકેશ પટેલ સ્થાનિક બાઈટ. રાજેશ પટેલ બાઈટ. સ્થાનિક આણંદ બ્રેકિંગ આણંદના સારસા ચોકડી પાસે ચક્કાજામ સારસાથી ચિખોદરા બિસ્માર માર્ગને લઈ પ્રજા રોડ પર ઉતરી સારસાના ગ્રામજનોએ સારસા ચોકડી પાસે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી. ખાડાઓને કારણે અકસ્માતો અને વાહનોને નુકસાનની ઘટનાઓ વધી રહી છે. ઘટનાસ્થળે ભારે ટ્રાફિક જામ સર્જાતા પોલીસ દોડી આવી અને આંદોલનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નવો રોડ બને ત્યા સુધી આંદોલન ચાલુ રહેશે. બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
5
comment0
Report
NDNavneet Dalwadi
Sept 13, 2025 06:33:32
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૧૨/૦૯/૨૦૨૫. સ્ટોરી: એવીબીબી. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: ચોમાસામાં ભારે વરસાદના કારણે ભાવનગર શહેરના મુખ્ય માર્ગો બન્યા બિસ્માર. એન્કર: ભાવનગર શહેરમાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે, જેમાં ઘોઘા સર્કલ, મોખડાજી સર્કલ અને શિવાજી સર્કલને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે, સર્કલ ફરતે અને મુખ્ય રોડનું ધોવાણ થતા મોટા મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને અનાયાસે બ્રેકડાંસ કરતા પસાર થવું પડે છે, હજુ થોડા દિવસ પૂર્વે જ કમિશનરે રૂબરૂ મુલાકાત લઈ રોડના ખાડાઓને થીંગડા મારી પુરાવ્યા હતા, પરંતુ માટીના થીંગડા કેટલા ''''દી ટકે, ફરી ખાડા પડી જતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. વિઓ ૧: ભાવનગર શહેર જિલ્લામાં હાલ અનેક વિકાસ કામો ચાલી રહ્યા છે, પરંતુ મોટાભાગના કામો વર્ષો વીતવા છતાં પૂરા જ નથી થયા, ભાવનગર સોમનાથ હાઈવે, પ્રથમ ઓવરબ્રિજ, રિંગરોડ, ઔધ્યોગિક જીઆઇડીસી એ વાતના આદર્શ નમૂનાઓ છે, આમેય મહાનગરપાલિકા ને ચોમાસુ કે ચૂંટણી આવતા વિકાસ કામોની યાદ આવી જાય છે, ચૂંટણી આવતા બાકી રહેલા કામોના ખાતમુહૂર્ત થવા લાગે છે, જ્યારે ચોમાસા પહેલા શરૂ કરવામાં આવેલ કામો વરસાદ આવતા બંધ થઈ જાય છે, ભાવનગર શહેરના મુખ્યમાર્ગોની હાલત પણ કંઈક આવી જ છે, શહેરના ઘોઘા સર્કલ, મોખડાજી સર્કલ, શિવાજી સર્કલ થઈ ઘોઘા રોડ ને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે, ઉપરથી ચોમાસામાં ભારે વરસાદના કારણે આ માર્ગની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે, રોડ પર મોટા મોટા ખાડા અને તિરાડો પડી ગઈ છે, બીજી બાજુ મુખ્ય સર્કલ ફરતે ના માર્ગો પણ વરસાદના કારણે ધોવાઈ ગયા છે, રોડ પર ખાડા પડવાના કારણે વાહન ચાલકોને બ્રેકડાન્સ કરતા હોય એવી સ્થિતિમાં પસાર થવું પડે છે, થોડા સમય પહેલા રોડના પેચવર્ક કરી ગામડા પૂરવામાં આવ્યા હતા, પરંતુ માટીના એ ગાબડા વરસાદ આવતા ધોવાઈ જવાના કારણે ફરી એની એ જ સ્થિતિ સર્જાઈ છે, જે બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ જણાવ્યું હતું, કે અમે પેચવર્ક કરાવ્યું હતું પણ વરસાદ આવતા ધોવાણ થયું હોવાનું અમારા ધ્યાને છે, વરસાદ રહી જાય એટલે તરત હોતમિકસથી ગાબડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવશે, તેમજ ચોમાસા બાદ નવો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જ્યારે કોંગેસનો આક્ષેપ છે કે જ્યારે કોઈ નેતા આવે ત્યારે તંત્રને અચાનક જોમ ચડી જાય છે, નેતાઓના આગમન સમયે કોઈ ચોમાસુ પણ નડતું નથી. હાલ તો ખરાબ માર્ગોના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બાઈટ: પ્રકાશભાઈ વાઘાણી, પૂર્વ પ્રમુખ, કોંગ્રેસ. બાઈટ: રાજુભાઈ રાબડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન, મનપા.
2
comment0
Report
DPDhaval Parekh
Sept 13, 2025 06:32:12
Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા સ્લગ : NVS PROPARTY CARD નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 12 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારી જિલ્લામાં ખેતીની જમીન બિનખેતીની કરવાનારને હવે 7/12 ના પાનિયા બંધ કરી, પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો પરિપત્ર જિલ્લા અધિક કલેક્ટર દ્વારા સંબંધિત કચેરીઓને મોકલ્યો હતો. પરંતુ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં જૂની નોંધણીને લઈ વિસંગતતાઓને જોતા નવસારી જિલ્લા બાર એસોસિએશન દ્વારા નોંધણીમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. વી/ઓ : નવસારી શહેર અને જિલ્લામાં બિલ્ડરો, ડેવલપરો દ્વારા ખેતીની જમીન બિનખેતીની કરાવી, એના ઉપર પ્લોટિંગ કરી સોસાયટી અથવા એપાર્ટમેન્ટ બનાવવામાં આવતા હોય છે. પરંતુ ખેતીની જમીન બિનખેતીની થતા અગાઉ 7/12 માં નવા માલિકની અને ત્યારબાદ પ્લોટ લેનારના નામની એન્ટ્રી સાથે નોંધણી થતી હતી. પરંતુ ગુજરાત સરકારે હાલમાં બિનખેતીની જમીનની નોંધણી 7/12 ના પાનિયામાં નહીં, પરંતુ પ્રોપર્ટી કાર્ડમાં કરવાનો આદેશ કર્યો હતો. જેને ધ્યાને લઈ નવસારી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા તેમના તાબા હેઠળની મહેસુલ કચેરીઓ અને સીટી સર્વે કચેરી સહિત સંબંધિત અધિકારીઓને પરિપત્ર કર્યો હતો. પરંતુ 7/12 ની નોંધ બંધ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં, જમીન ખેતીમાંથી બિનખેતી કરાવનાર પ્રથમ વ્યક્તિનું નામ જ સીધુ પ્રોપર્ટી કાર્ડમાં નોંધાશે. જેથી એ બિનખેતીની જમીન એક કે બે વાર વેચાણ થઈ તેના માલિક બદલાયા હોય કે તેમાં પડેલા પ્લોટ અને તેને લેનાર અથવા એ પ્લોટ ફેર વેચાણથી લેનારના નામ પ્રોપર્ટી કાર્ડમાં નહીં નોંધાતા વર્તમાન માલિકનું નામ ન આવતા મુશ્કેલી ઉભી થશે. જ્યારે શરૂઆતથી વર્તમાન એન્ટ્રી માટે ફરી તમામ નામોની નોંધણી માટેની રજૂઆત સાથે પ્રક્રિયા કરવાથી સમયનો વેડફાટ તેમજ જુના દસ્તાવેજી પુરવા મળવા કે રજૂ કરવાની પણ મુશ્કેલી સર્જાશે. સરકારી રેકર્ડમાં પણ દસ્તાવેજી પુરાવા મળવા મુશ્કેલ છે. ત્યારે વર્તમાન માલિકને જમીન કે પ્લોટ નામ પર કરાવવા વધુ ખર્ચ થશે. જેથી બિનખેતીની જમીનના 7/12 ના પાનિયા બંધ કરી, પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં વિસંગતતા ઉભી થવાની સંભાવના વકીલો જોઈ રહ્યા છે. સાથે જ સરકારે નિયમમાં બદલાવ કે નવા કાયદાની અમલવારી કરવા પૂર્વે કાયદા કે મહેસુલી નિષ્ણાંત અભિપ્રાય તેમજ વાંધાઓ સાંભળવાની જરૂર હતી. જેથી નોંધણી સમયની મુશ્કેલીઓ નિવારી શકાય. સમગ્ર મુદ્દે નવસારી જિલ્લા બાર એસોસિએશનના વકીલોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી 7/12 ની જેટલી પણ નોંધ હોય, એ સીધી પ્રોપર્ટી કાર્ડમાં પાડવાની માંગ કરી હતી. બાઈટ : રાકેશ પરદેશી, વકીલ, નવસારી બાઈટ : નેવીલ પટેલ, પ્રમુખ, નવસારી જિલ્લા બાર એસોસિએશન, નવસારી વી/ઓ : બિનખેતીની જમીનના પ્રોપર્ટી કાર્ડ બનવાની કોમ્પ્યુટરાઇઝ્ડ એન્ટ્રી છેલ્લા 20 વર્ષોથી થાય છે, પરંતુ એનાથી જૂની બિનખેતીની જમીનના માલિકોની એન્ટ્રી 7/12 માં જ થતી હતી. હવે જ્યારે વર્ષો પૂર્વે થયેલી બિનખેતીની જમીનના તમામ માલિકોના નામ પ્રોપર્ટી કાર્ડમાં લેવા માટે લોઢાના ચણા ચાવવા પડશે. નવસારીની એક સોસાયટીમાં 500 પ્લોટની છે, જેનો પ્રોપર્ટી કાર્ડ બનતા જમીન લેનાર ડેવલપર કે બિલ્ડરનું નામ પ્રોપર્ટી કાર્ડમાં આવશે. પરંતુ 500 પ્લોટના માલિક અને ઘણા પ્લોટ બે કે એથી વધુ વખત વેચાયા હોય તો વર્તમાન માલિકના નામની નોંધણી કરાવવામાં નવ નેજા પાણી પડશે. જોકે સમગ્ર મુદ્દે સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટે સંબંધિતોને ગેરસમજ થઈ હોવાની વાત કરી હતી. 7/12 માંથી પ્રોપર્ટી કાર્ડ બનતા પ્રથમ નામ આવવાની વાત સાચી, પણ વર્તમાન માલિક દ્વારા હક્કપત્રક નમૂના 6 અ સાથે અરજી કરતા 7/12 ની તમામ નોંધ પ્રોપર્ટી કાર્ડમાં નોંધવામાં આવશે. જેમાં અગાઉના કોઈ દસ્તાવેજી પુરાવાઓ આપવાની જરૂર ન હોવાની સ્પષ્ટતા કરી હતી. બાઈટ : શૈલેષ સાવલિયા, મહેસુલી વકીલ, નવસારી બાઈટ : ડી. એમ. દેસાઈ, સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ, નવસારી વી/ઓ : બિનખેતીની જમીન થતા હવે 7/12 માં નોંધણી નહીં, પણ 7/12 ના પાનિયા બંધ કરી સીધો પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો સરકારનો આદેશ વિસંગતતાથી ભરલો છે, જેમાં જમીન કે પ્લોટ માલિકોને સમયના વેડફાટ સાથે ખર્ચા થવાની ચિંતા છે, જ્યારે અધિકારીઓ એક જ એપ્લિકેશનથી સમસ્યાના સમાધાનની વાત કરી રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં સરળતા રહે છે કે કેમ એ જોવું રહ્યું...
3
comment0
Report
RMRaghuvir Makwana
Sept 13, 2025 06:32:05
Botad, Gujarat:SLUG-1309 ZK BTD ROD RASTA KHARAB FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-STORY IDEA એન્કર. ગઢડા શહેરનાં હાઈસ્કુલ ચાર રસ્તાથી જીનનાકા વિસ્તારનાં મુખ્ય ધોરીમાર્ગ આવેલો છે. આ ધોરીમાર્ગ પર વરસાદ બાદ રસ્તો ધોવાયો છે અને ખાડાઓ પડ્યાં છે. જેથી વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેથી તાત્કાલિક આ મુખ્ય માર્ગ પર ખાડાઓ બુરવામા આવે તેવી વાહનચાલકો અને લોકો માંગ કરી રહ્યા છે. જો રસ્તાનું સમારકામ નહિ કરાયતો વિપક્ષ નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી. વીઓ. બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા જે સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું યાત્રાધામ છે. પરંતુ ગઢડાના રસ્તાઓની સ્થિત ખખડધજ હાલતમાં છે. ગઢડા શહેરમાંથી ધોરીમાર્ગ પસાર થાય છે. જે ધોરીમાર્ગ ખખડધજ હાલતમાં અને મોટા ખાડાઓ પડી ગયા છે જેથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને અકસ્માતો થવાનો ભય સતાવી રહ્યો છે. અગાઉ તંત્ર દ્વારા માટી કામ કરીને ખાડાઓ પૂરવામાં આવેલા પરંતુ વરસાદ થતાં રસ્તો ધોવાયો જેથી ફરીવાર ખાડાઓ પડ્યા છે. વીઓ. ગઢડા થીઅમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ સહિતના મોટા શહેરોને જોડતો ધોરીમાર્ગ ગઢડાથી પસાર થાય છે. જ્યારે ગઢડામાં પ્રવેશતાં મુખ્ય માર્ગ જે હાઈસ્કુલ ચાર રસ્તા થી જીનનાકા વિસ્તારમાંથી પસાર થવું પડે છે. જે આ મુખ્ય ધોરીમાર્ગ વરસાદ બાદ ફરીવાર ધોવાયો છે જેના કારણે ખાડાઓ પડ્યા છે. ત્યારે આ રસ્તો મુખ્ય માર્ગ છે અને આ રસ્તા પરથી રાજ્યના તમામ શહેરોને જોડતો રસ્તો છે. જેથી હજ્જારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. તેમજ ગઢડામાં બે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મંદિરો આવેલાં છે. જેથી મોટી સંખ્યામાં યાત્રાળુઓનો પણ ઘસારો રહે છે. પરંતુ મુખ્ય માર્ગ ખખડધજ અને ખાડાઓના કારણે વાહનચાલકો અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. તેમજ વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે તાત્કાલિક આ ખાડાઓ બુરવામા આવે તેવી વાહનચાલકો અને લોકો માંગ કરી રહ્યા છે. વીઓ. ગઢડા હાઈસ્કુલ ચાર રસ્તા થી સામાકાંઠા વિસ્તાર સુધીનો રસ્તો છે જે ગઢડાનો મુખ્ય માર્ગ છે. આ રસ્તા પર થી અનેક શહેરોમાં તેમજ ગામડાઓમાં જવા આવવા માટે નો મુખ્ય રસ્તો છે જેથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે. પરંતુ વરસાદ બાદ આ રસ્તો ફરીવાર ધોવાયો છે અને ખાડા પડ્યા છે અને રસ્તો ખખડધજ થયો છે જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તેમ નગરપાલિકા વિપક્ષ નેતાએ જણાવ્યું હતું તેમજ તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે જો રસ્તાનું સમારકામ કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી વિપક્ષ નેતા મીતભાઈ ડાંગરઉચ્ચારી છે. બાઈટ-મિત ડાંગર-વિપક્ષ નેતા બાઈટ-ચેતન ભાઈ ત્રિવેદી-સ્થાનિક બાઈટ-અજય ભાઈ ઝાલા-સ્થાનિક
4
comment0
Report
SBShilu Bhagvanji
Sept 13, 2025 06:19:00
Porbandar, Gujarat:1309 ZK PBR SOLAR FORMAT-PKG DATE-10-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- દેશના ખેડૂતો પર લાઈટ બીલનુ વધુ ભારણ ન આવે અને સામે તેઓને ફાયદો થાય તેવા આશય સાથે સરકાર દ્વારા સોલાર પેનલ યોજનાઓ અને તેમા સબસીડી સહિતની સહાય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.પોરબંદર જિલ્લાના 68 જેટલા ખેડૂતો આ યોજનાની માયાજાળમાં છેલ્લા 5 વર્ષથી એવા ફસાયા છે કે આ સોલાર યોજના તેઓ માટે આજે ફાયદાના બદલે માટે મોટી મુસીબત બની છે કારણ કે ખેડૂતોને કોઈ ફાયદો થવાના બદલે મસમોટા બિલો પીજીવીસીએલ દ્વારા પકડાવાયા છે.પોરબંદરમાં પીજીવીસીએલે જાણે કે પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે જ ખેડૂતોને આ સોલાર યોજના પધરાવી દીધી હોય તેમ લાગી રહ્યુ છે કારણ કે આ ખેડૂતો છેલ્લા 5 વર્ષથી તેઓની આ મુશ્કેલીઓની રજુઆત કરવા કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે જેવી યુક્તિની જેમ પીજીવીસીએલ પણ આ સોલાર લગાવનાર કંપની તથા ખેડૂતો ત્રણેય પક્ષો સાથે રાખીને આ મુદ્દે કોઈ કાયમી યોગ્ય નિર્ણય લેવાના બદલે રજુઆત કરવા આવતા ખેડૂતો સામે ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોએ રામધુન સહિત બોલાવી વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. વીઓ-1 સૌર ઉર્જા માટેની સરકારની "સ્કાય" યોજના એટલે કે "સૂર્ય શક્તિ કિસાન યોજના" ખેડૂતોને આ યોજના વડે આર્થિક ફાયદા સાથે વીજળી મળી રહે તે માટે સરકાર દ્વારા સબ્સીડી સાથે ખેડૂતોને આ યોજના લેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.આ યોજનાથી તેઓને રાહત મળશે તેવા હેતુ સાથે પીજીવીસીએલે વચ્ચે રહીને સારસ્વત કંપની મારફતે રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે આવેલ યોગેશ્વર ફીડરના 68 જેટલા ખેડૂતોએ 5 હોર્સ પાવરથી લઈને 12 હોર્સ પાવરની સોલાર સિસ્ટમ તેમના ખેતરમાં લગાવી હતી.2018 થી શરૂ થનાર આ સોલાર સિસ્ટમ કોઈ કારણોસર 2021 માં ફિટ કરવામાં આવી હતી.ખેડૂતોને જે તે વખતે પીજીવીસીએલ અને સારસ્વત કંપની દ્વારા એવુ જણાવવામા આવ્યુ હતુ કે,48 કલાકમાં સિસ્ટમમાં કોઈ ફોલ્ટ આવશે તો તો રીપેર કરાશે.5 હોર્સ પાવરની સિસ્ટમમાં ઓછામાં ઓછા 9 હજાર યુનિટ જનરેટ થશે જેનુ તેઓને વળતર આપવામાં આવશે.આ અંગે થયેલ એગ્રીમેન્ટ અંગે પણ કોઈ જાણ કરવામાં આવી નથી અને 6-6 મહિનાથી સિસ્ટમ બંધ હોવા છતા સિસ્ટમ શરૂ કરવા કોઈ કામગીરી થયેલ નથી તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.ખેડૂતોને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે કોઈ યુનિટ જનરેટ થયા નથી સામે ખેડૂતોને 50થી હજારથી લઈને 2 લાખના બિલો પીજીવીસીએલ દ્વારા અપાયા છે.છેલ્લા 5 વર્ષથી આજ પ્રકારે આ સોલાર સિસ્ટમ ખેડૂતો માટે માથાનો દુખાવા સમાન બનતા આ ખેડૂતો ફરી એક વખત રજૂઆત માટે પહોંચ્યા હતા.આ પહેલા ગત 31 તારીખના રોજ પણ ખેડૂતો રજુઆત માટે આવ્યા હતા અને દર વખતની જેમ તારીખ પે તારીખના ઠાલા વચનો આપવામાં આવ્યા હતા.ખેડૂતોની રજુઆતને લઈને કોઈ ચોક્કસ યોગ્ય નિર્ણય કરવાને બદલે ખેડૂતોને જાણે કે પીજીવીસીએલ તેમનો અવાજ દબાવવા માંગતી હોય તેમ રજૂઆત કરવા ગયેલા ખેડૂતો અંગે પોલીસ ફરીયાદ કરતા ખેડૂતો રોષે ભરાયા હતા અને ફરી એક વખત પીજીવીસીએલ કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો દોડી ગયા હતા અને રામધુન બોલવા સહિત પીજીવીસીએલના અધિકારીઓ તથા સોલાર ફિટ કરનાર સારસ્વત કંપની સહિત સૌ કોઈને પ્રશ્નો કર્યા હતા જેના જવાબ દેવામાં પીજીવીસીએલ તથા સારસ્વત કંપનીના અધિકારીઓ પાસે યોગ્ય જવાબનો અભાવ જોવા મળતો હતો જેથી ખેડૂતોને રજુઆત કરતા ડરવાવવના પ્રયાસો થતા હોય તેમ જોવા મળ્યુ હતુ. બાઈટ-1 પ્રતાપ ગોઢાણીયા ખેડૂત,દાદર સિમ બાઈટ-2 આવડા બાપોદરા ખેડૂત,દાદર સિમ બાઈટ-3 કેશુ ખુંટી ખેડુત,દાદર સિમ વીઓ-2 "સૂર્યશક્તિ કિસાન યોજના"ને લઈને છેલ્લા પાંચ વર્ષથી પોતાનુ ખેતીકામ મુકીને જે રીતે આ ખેડૂતો રઝળપાટ કરી રહ્યા છે આ સ્થિતિ ખરેખર દયનીય બાબત છે.પીજીવીસીએલ તથા સારસ્વત કંપનીએ ખેડૂતોને મસમોટા વાયદાઓ કરીને તે માટે તમામ જરૂરી કાર્યવાહી નહી થતા આ બંન્નેની બેદરકારીને કારણે ખેડૂતો છેલ્લા આટલા વર્ષોથી હેરાન પરેશાન છે અને તેઓને જે રીતે વાયદાઓ કરાયા હતા કે તમારે સાલાર પેનલમાં આટલા યુનીટ જરનેટ થશે જેથી તેમાંથી જ તમારા તમામ હપ્તા નીકળી જશે અને આ સોલાર તમને ફ્રી થઈ જશે અને સામે આર્થિક ફાયદો પણ થશે આવી વાતોમાં આવીને આ ખેડૂતો આજે વર્ષોથી મુશ્કેલી ભોગવી રહ્યા છે.આ બેદરકારી અંગે સાસ્વત કંપનીના એન્જીનીયર તથા કર્મચારીઓને પૂછતા તેઓએ આ મામલે ખેડૂતોને બિલકુલ નિર્દોષ ગણાવ્યા હતા અને પાયલોટ ફિડર સહિતની જે સુવિધાઓ પીજીવીસીએલે કરવી જોઈતી હતી તે ન હોવાના કારણે યુનીટ જરનેટ ન થતા હોવાનો મોટો ઘટસ્ફોટ કર્યો હતો.પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતે અધિક્ષક ઈજનેરને આ અંગે પૂછવામાં આવતા તેઓ પોતાને આ મામલે જવાબાદાર ગણવાને બદલે સાસ્વત કંપની તથા ખેડૂતો સહિત સૌ કોઈને આ મામલે જવાબદાર ગણતા હોય તેમ ગોળ ગોળ જવાબ આપતા જોવા મળ્યા હતા.તેઓએ એવુ જણાવ્યુ હતુ કે,સાસ્વત કંપનીને આ મામલે અનેક વખત નોટીસો પણ આપી છે અને પેનલ્ટી પણ કરી છે.પીજીવીસીએલ ક્યાકને ક્યાક આ મામલે જે રીતે ખેડૂતોને પુરતો સહકાર કરીને કંપની સામે અથવા જે પણ જવાબદાર વિરુદ્ધ ફરિયાદ સહિત કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર કાર્યવાહી કરવાની વાતો જ થતી હોવાનું વલણ સામે આવી રહ્યું છે. બાઈટ-4 હરસુખ પીપરોતર સર્વિસ એન્જીનીયર,સારસ્વત કંપની બાઈટ-5 પિયુષ પટેલ કર્મચારી,સારસ્વત કંપની બાઈટ-6 સી.સી.ડામોર અધિક્ષક ઈજનેર,વર્તુળ કચેરી,પીજીવીસીએલ,પોરબંદર વીઓ-3 ખેતરમાં ખેતી કરી પોતાના તથા પરિવારજનોનુ ગુજરાન ચલાવતા 68 જેટલા ખેડૂતોને આજે વાયદાઓ અને કાયદાની એવી માયાજાળમાં પીજીવીસીએલ તથા સારસ્વત કંપનીની વચ્ચે ફસાયેલા છે કે તેઓ આજે પોતાને નિસહાય હોવાની અનુભૂતિ કરી રહ્યા છે.છેલ્લા પાંચ-પાંચ વર્ષથી રજુઆત કરતા અને ખેડૂતોને આખરે ક્યારે ન્યાય મળે છે તે જોવુ રહ્યુ કારણે કે આ સોલાર યોજનાથી તેઓેને ફાયદો તો ન થયો પરંતુ આજે મસમોટા વિજબિલ તથા આર્થિક અને માનસિક મોટી યાતનાઓ તો આ ખેડૂતો ભોગવી જ રહ્યા છે તેમ કહીએ તો જરા પણ ખોટુ નથી. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
11
comment0
Report
KBKETAN BAGDA
Sept 13, 2025 06:18:24
Amreli, Gujarat:સ્લગ - (હીરામાં મંદી)રત્નકલાકારો ની માઠી દશા લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એન્કર...... અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ લગાડવામાં આવતા નાના-મોટા ગૃહ ઉદ્યોગોને ભારે ફટકો પડવાની તૈયારી છે ત્યારે ની સિદ્ધિ અસર ડાયમંડ ઉદ્યોગ પર થઈ છે જેથી હાલ રત્ન કલાકારો બેકાર બનવા પામ્યા છે અમુક યુનિટો બંધ કરી દીધા છે.જેથી રત્ન કલાકારો ઉપર તેની અસર જોવા મળી રહી છે. ખાસ કરી સુરત,અમરેલી,ભાવનગર અને જૂનાગઢમાં હીરાના ઉદ્યોગો ધમધમી રહ્યા છે અહીં વિશેષ રોજગારી હીરા ઉદ્યોગમાંથી યુવાનો ને મળી રહી છે ત્યારે કોઈ યુનિટ બંધ થઈ ગયા અને બીજા અન્ય યુનિટો ની સંખ્યા અડધી થઈ જવાથી રત્ન કલાકારો હવે હીરાનો ઉદ્યોગ મૂકી અન્ય વ્યવસાય તરફ વળ્યા છે કોઈકે શાકભાજીનો ધંધો અપનાવ્યો છે તો કોઈ રત્ન કલાકારો પોતાની ખેતી સંભાળી ખેતી કરવા લાગ્યા છે. વીઓ - 1 અમેરિકાએ ટેરીફ ભારત પર જીકતા તેમની અસર હીરા ઉદ્યોગ માં પણ જોવા મળી રહી છે.ખાસ કરીને ઉદ્યોગોને તેમાં મોટો ફટકો પડશે હીરાનો ઉદ્યોગ છે એ ભારતનો ખૂબ સારો વિકસિત ઉદ્યોગ છે જેમાં તેની સીધી અસર થશે.જે સુરતમાં રત્ન કલાકારો 500 થી 600 રૂપિયાનો દરરોજનું કામ કરતા હવે તે કામ 150 નું થઈ જતા આ રત્ન કલાકારો પોતાના વતન આવી ગયા છે.અહીં તેઓ અન્ય વ્યવસાયમાં જોડાવા લાગ્યા છે સુરત ડાયમંડ મા કામ કરતા જનક પડશાળા સુરતમાં માત્ર રોજ 150 નું તળિયાનું કામ કરતા જે હવે તેમને ન પોસાતા વતન પરત ફરી તે પોતાના ભાગની ત્રણ વીઘા જમીનમાં ખેતી કરવા લાગ્યા છે આવી જ પરિસ્થિતિ અન્ય યુવકોની પણ છે. બાઈટ - 1 - જનક પડસાલા - રત્ન કલાકાર - અભરામપરા વીઓ - 2 હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે જે કારણોસર સુરતના રત્ન કલાકારો હવે સૌરાષ્ટ્રમાં પોતાના વતનમાં સ્થાયી થયા છે અને હીરા ઘસવાનું કામ છોડી અન્ય ઉદ્યોગોમાં લાગી ગયા છે અમદાવાદમાં વસી હીરા ઘસવાનું કામ કરતા ઝીંઝવાડીયા મેહુલ હવે હાલ પોતાના વતન અભરામપરામાં આવી ગયા છે અને અહીં તેમણે શાકભાજી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો છે આ રત્નકલાકાર જણાવે છે કે હીરામાં મંદી હોવાના કારણે હું મારા વતનમાં આવી ગયો છું અને અહીં મેં શાકભાજી વેચવાનું ચાલુ કર્યું છે અને હીરા ઘસવા કરતા અહીં મને શાકભાજી ના વ્યવસાયમાં સારી કમાણી થઈ રહી છે. બાઈટ - 2 - મેહુલ જીજવાડીયા - શાકભાજી વહેંચનાર - અભરામપરા ફાઇનલ વિઓ....... અમરેલી જીલ્લો મુખ્યત્વે ખેતી અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો જિલ્લો છે. અમરેલી જિલ્લામાંથી રત્ન કલાકારો મોટાભાગે સુરત હીરા ઘસવાનું કામ કરતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે આ ઉપરાંત અમેરિકાના ટેરીફ પ્લાનની સીધી અસર હીરા ઉદ્યોગ પર હવે જોવા મળી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના રત્ન કલાકારો સુરતમાં હીરાનું કામ કરી રહ્યા હતા પરંતુ મંદી આવતા રત્ન કલાકારો હવે પોતાના વતન આવી એને અન્ય વ્યવસાય તરફ વળ્યા છે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
7
comment0
Report
NDNavneet Dalwadi
Sept 13, 2025 06:16:54
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૦૫/૦૯/૨૦૨૫. સ્ટોરી: પેકેજ.. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વીજ સમસ્યાને લઈ ખેડૂતો પરેશાન. એન્કર: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા સહિતના ગામોમાં ખેતીવાડીમાં આપવામાં આવતી વિજલાઈનોમાં વારંવાર ટ્રીપ થવું, ટીસી બળી જવા, પૂરતી લાઈટના મળવી સહિતના પ્રશ્નો ઉદભવી રહ્યા છે. ટાણા ખાતે 66 કેવી સબસ્ટેશન કાર્યરત છે. પરંતુ ત્યાં સ્ટાફનો અભાવ હોય ફરિયાદ છતાં સમયસર રીપેરીંગ થતું નથી. જેથી સરકારે જાહેર કરેલા 10 કલાકના ખેતીવિજના નિયમોનું અહીં પાલન થતું નથી અને વિજકાપ જેવી સ્થિતિનો સામનો આ વિસ્તારના ખેડૂતોને કરવો પડી રહ્યો છે. ત્યારે તાકીદે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. વિઓ ૧: વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે દેશના ગ્રામ્ય વિસ્તારો સદ્ધર અને પાયાની સુવિધાથી સજ્જ હોય તે જરૂરી છે. ત્યારે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રના સ્વપ્નમાં ગ્રામ્ય વિસ્તારોમાં સરકારના અનેક વિભાગોની બેદરકારી બાધારૂપ બની રહી છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા પંથકના અનેક ગામોમાં ખેતીવાડી માટે આપવામાં આવતી 10 કલાકની વીજળી માત્ર કહેવા પૂરતી હોય અને આ વિસ્તારમાં 66 કેવી સબસ્ટેશન કાર્યરત હોવા છતાં અહીં અપૂરતી વીજળીનો આ વિસ્તારના ખેડૂતોને સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારની વાડીની લાઇનોમાં વારંવાર ટ્રીપ મારી જવી, ટીસી બળી જવા જેવી સમસ્યાઓ વારંવાર સર્જાય છે. સ્ટાફનો અભાવ હોય વીજ ઓફિસોના ફોન સતત વ્યસ્ત આવે છે. ફરિયાદો સમયસર નોંધાતી નથી અને તેનો ઉકેલ આવતા અનેક દિવસો જતા રહે છે. ટીસી બળી જવાની ઘટના સમયે ટીસી બદલાવવામાં 8 થી 10 દિવસ જેવો સમય લાગી જાય છે. તેમજ 10 કલાકના બદલે આ વિસ્તારના ખેડૂતોને 4 થી 6 કલાક માંડ માંડ વીજળી મળે છે. વાયરો અને વીજપોલ ઝાડી ઝાંખારાથી ઘેરાયેલા હોય તેમજ ટીસી ફરતે વેલો ઉગી નીકળી હોય લાઇનોમાં વારંવાર ખામી સર્જાતા ખેડૂતોને પોતાના ખેતરો તરફ દોડવું પડે છે. ત્યારે ટાણા ખાતે 66 કેવી સબસ્ટેશન કાર્યરત છે. તેમાં પૂરતો સ્ટાફ તેમજ ફોલ્ટ સેન્ટર કાર્યરત કરવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જેથી સમસ્યા સર્જાય ત્યારે સિહોર ખાતે મુખ્ય કચેરીથી ગ્રામ્ય વિસ્તાર સુધી વીજ કર્મચારીઓને ધક્કા ખાવા ના પડે અને વહેલી તકે વીજક્ષતિ દૂર કરી શકાય, સરકારે આ વિસ્તારમાં દિવસે વીજળી આપવાની માંગ સ્વીકારી ખેડૂતોને રાહત આપી છે. પરંતુ વીજ લાઈનમાં વારંવાર સર્જાતી ખામી ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. ત્યારે આ વિસ્તારમના SB સ્ટેશને પૂરતો વીજ સ્ટાફ રાખવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. બાઈટ:હરેશભાઇ બેલડીયા, સરપંચ, ટાણા બાઈટ:જીણાભાઈ બેલડીયા, સ્થાનિક, ખેડૂત, ટાણા. વિઓ ૨: સિહોરના ગ્રામ્ય પંથકમાં વીજ સમસ્યા નવી નથી, વીજ પ્રશ્નોને લઈને ખેડૂતો લાંબા સમયથી પરેશાની ભોગવી રહ્યા છે. જેને લઈને આ બાબતે સ્થાનિક તંત્ર અને ધારાસભ્ય ને પણ રજુઆત કરવામાં આવી હતી અને ધારાસભ્ય ધ્વારા ઉર્જા મંત્રીને આ મામલે લેખિત રજુઆત કરી હતી, પરંતુ હજુસુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યારે આ વિસ્તારના ખેડૂતોની વ્યથા સરકાર સાંભળે અને પૂરતી વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરે એવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. બાઈટ: રઘુવીરસિંહ ગોહિલ, ટાણા, સ્થાનિક ખેડૂત અને આગેવાન. નોંધ: આજે ઈદે મિલાદની રજા હોય, કાઉન્ટર બાઈટ નથી મળ્યું.
5
comment0
Report
RMRaghuvir Makwana
Sept 13, 2025 06:16:04
Botad, Gujarat:SLUG-1309 ZK BTD JARJARIT TAKI FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-STORY IDEA એન્કર. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનાં ભીમડાદ ગામે 33 વર્ષ જૂની પાણીની ટાંકીએકદમ જર્જરીત હાલતમાં હોવાથી લોકો મા ભય છવાયો છે, તાત્કાલીક ટાંકીને જમીનદોસ કરવા લોકો માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ જર્જરીત ટાંકીને જમીન દોસ કરવાની કાર્યવાહી શરૂ હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. વીઓ. ગઢડા તાલુકાના ભીમડાદ ગામ દસ હજારની વસ્તી ધરાવતું ગામ છે, ગામને પીવાના પાણી ના વિતરણ કરવા માટે ૧૯૯૩ મા ૧ લાખ ૨૫ હજાર લીટર ની ક્ષમતા વાળી પાણી ની ટાંકી બનાવવામાંઆવી છે, અને આ ટાંકી દ્વારા ગામમા પાણીનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ ટાંકી ને 33 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને હાલ ટાંકી જર્જરિત હાલતમાં છે, ટાંકીના રેલિંગ તૂટી ગયા છે, પગથિયા ધરાશાયી છે અને ટાંકીનો સ્લેબ લોખંડના સળિયાં પર લટકી રહ્યો છે. જેથી કોઈ પણ સમય અકસ્માત સર્જાઈ તેવી વિસ્તારના લોકોમાં ભય છતાવી રહ્યો છે. આ ટાંકીની આજુબાજુ ચરમાળીયા દાદાની દેરી, હનુમાનજી મંદિર અને ઘણા રહીશોના મકાનો તેમજ આંગણવાડી આવેલી છે. દરરોજ અહિયાં લોકોની અવરજવર રહે છે, જેના કારણે ટાંકી ધરાશાયી થવાથી મોટી જાનહાનિ થવાની શક્યતા ટાળી શકાતી નથી. વીઓ. જર્જરીત પાણીની ટાંકી ને લઈને ગામના આગેવાનોએ તંત્ર મા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી ત્યારે ગ્રામજનોની માંગ છે કે ટાંકીનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવામાં આવે, તેને જમીન દોસ કરવામાં આવે અને નવી મજબૂત ટાંકી બનાવવામાં આવે. વીઓ. ભીમદાડ ગામે આવેલી પાણીની ટાંકી જે એકદમ જર્જરીત હાલતમાં હોવાથી ગ્રામ પંચાયત દ્વારા રજુઆતો મળી છે, ટાકિ જર્જરીત હાલતમાં છે પરંતુ હાલમાં ટાંકી વપરાશ મા છે, તેમજ નવી ટાંકી બનાવવા માટે લગત વિભાગને વાસમો અને પાણી પુરવઠા વિભાગને વાત થયેલ, પાણી પુરવઠા દ્વારા એક સંપ નું કામ પૂર્ણ કરેલું છે, અને અલગ વિસ્તાર માટે સોંપેલી છે, જર્જરીત ટાંકી ને તોડવા માટે ગ્રામ પંચાયત નો ઠરાવ મળેએટલે તોડવાની કામગીરી કરવામા આવશે તેમ ગઢડા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું ૨ -બાઈટ - 1- રાજભા જાદવ - સદસ્ય ગામ પંચાયત ભીમદાડ. બાઈટ - 2- ચતુરભાઈ લિંબડીયા - સ્થાનિક. બાઈટ - 3- પરસોતમભાઈ મકવાણા. બાઈટ - 4- જગાભાઈ ભરવાડ - સ્થાનિક. બાઈટ - 5-એ. એ. વાળા - ટીડીઓ ગઢડા.
6
comment0
Report
Advertisement
Back to top