Back
लाखणका गाँव में 220 केवी सबस्टेशन विरोध, पेड़ बचाने की मांग
RMRaghuvir Makwana
Sept 12, 2025 08:53:00
Botad, Gujarat
DATE-12-09-2025
SLUG-1209 ZK BTD LOKO NO VIRODH
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-VISHAL BHAI(કવિરાજ)
એન્કર.
ગઢડાના લાખણકા ગામે બની રહેલા જેટકોના 220 કે.વી. સબસ્ટેશનના કામ સામે ગ્રામજનો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો. ગામના સરપંચથી માંડી ગામના યુવાનો અને માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી સુત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક આ કામ બંધ કરવા ગામલોકોએ માંગ કરી છે.
વીઓ.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામની 300 વિઘા સરકારી ગૌચર જમીન પર સરકાર દ્વારા 220 કે.વી. સબસ્ટેશન બનાવવાની મંજૂરી આપવામાં આવતા જેટકો દ્વારા 220 સબ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે લાખણકા ગામના તમામ લોકો જોરદાર વિરોધ નોંધાવ્યો છે. લાખણકા ગામલોકોના જણાવ્યા મુજબ આ જમીન પર પર્યાવરણપ્રેમી યુવાનોએ પોતાના સ્વખર્ચે રૂ. 1 કરોડ ખર્ચી 4000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યુ છે. ત્યારે આ જગ્યા પર કામ શરૂ થતાં જ ગામલોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગૌચર જમીન નષ્ટ થવાની ભીતિ અને વૃક્ષોના નાશ સામે મોટી સંખ્યામાં લાખણકા ગામના સરપંચ, માલધારીઓ, ખેડુતો સહિત ગામના લોકો સ્થળ પર પહોચ્યા હતા અને ગામલોકોએ વૃક્ષ બચાવો, ગૌચર બચાવો જેવા સુત્રોચ્ચાર કર્યા હતા અને રામધૂન બોલાવી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો.
વીઓ.
લાખણકા ગામના સરપંચ, માલધારીઓ અને આગેવાનો સહિત ગામના લોકોએ ગૌચર બચાવવાનો સંકલ્પ કર્યો છે. આ સ્થળ પર વૃક્ષારોપણ થયું છે. આપણે વિકાસ વિરોધી નથી, પણ ગૌચર અને પર્યાવરણ બચાવવું એટલું જ જરૂરી છે. માટે જો અહિ સબ સ્ટેશન થશે તો વૃક્ષો નાશ થશે તેમજ ગૌચર નાશ થશે તેમ ગામના લોકોએ જણાવ્યું હતું તેમજ જો બીજી જગ્યા પર સબ સ્ટેશન બનાવે તો અમને કોઈ વાંધો નથી તેમ લોકોએ જણાવ્યું હતું. તેમજ લાખણકા ગામના સરપંચ ના પ્રતિનિધિ, ખેડુતો અને માલધારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરથી આ કામ બંધ નહીં થાય, તો આખું ગામ પશુઓ સાથે હિજરત કરી તાલુકા કચેરીનો ઘેરાવ કરશું તેમજ અન્નશન નો ત્યાગ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
બાઈટ - 1- જયેશભાઈ ગાબાણી - સરપંચ પતી. લાખણકા.
બાઈટ - 2- ભરતસિંહ પઢીયાર - પૂર્વ મહામંત્રી ભાજપ ગઢડા તાલુકા.
બાઈટ - 3- જગદીશભાઈ ભરવાડ - માલધારી લાખણકા.
બાઈટ - 4- પંકજભાઈ માણીયા - આગેવાન લાખણકા.
બાઈટ - 5- હરદેવભાઈ વઢેર - આગેવાન લાખણકા.
ફાઈનલ વીઓ.
વિકાસ અને પર્યાવરણ વચ્ચે. એક તરફ સરકારની ઊર્જા યોજના, બીજી તરફ લોકોનો કુદરતને બચાવવાનો જિદ્દ. લાખણકા ગામનું આ આંદોલન આગળ શું વળાંક લેશે, તે આવનારા દિવસો તય કરશે..
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 13, 2025 08:17:050
Report
UPUMESH PATEL
FollowSept 13, 2025 08:16:590
Report
NLNAND LAL
FollowSept 13, 2025 08:03:240
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 07:46:442
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 07:46:391
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:47:505
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 06:45:221
Report
BPBurhan pathan
FollowSept 13, 2025 06:34:485
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 06:33:322
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 06:32:123
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 06:32:054
Report
SBShilu Bhagvanji
FollowSept 13, 2025 06:19:0011
Report
KBKETAN BAGDA
FollowSept 13, 2025 06:18:247
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 06:16:545
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 06:16:046
Report