Back
देवभूमि द्वारका में शेयर धोखाधड़ी: 2 करोड़ दिखाकर 41 लाख हड़पे
LJLakhani Jaydeep
Sept 26, 2025 17:00:39
Dwarka, Gujarat
વીઓ 01 :- જ્યાં એક તરફ શેરબજારમાં રોકાણ કરીને લોકો પૈસા કમાવાની આશા રાખે છે, ત્યાં જ કેટલાક ઠગબાજો આ જ ક્ષેત્રનો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કલ્યાણપુરના એક વ્યક્તિને ફેસબુક પર શેરબજારમાં 100% નફો આપવાની લાલચ આપવામાં આવી. આરોપીઓએ શરૂઆતમાં ભોગ બનનાર વ્યક્તિને વિશ્વાસમાં લેવા માટે તેમના પ્રોફાઈલમાં 2 કરોડનો ખોટો નફો દર્શાવ્યો. આ લોભામણી જાહેરાતમાં ફસાઈને પીડિતે રોકાણ કરવાનું શરૂ કર્યું. પરંતુ, આરોપીઓ સતત નવા નવા બહાના હેઠળ પૈસા પડાવતા રહ્યા અને આખરે કુલ 41 લાખની માતબર રકમની છેતરપિંડી કરી. આ ઘટના બાદ પીડિતે તુરંત દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો.
વીઓ 02 :- સાયબર ક્રાઈમ પોલીસ ને કલ્યાણપુરના એક ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદ મળી હતી. જેમની સાથે ઓનલાઈન શેર ટ્રેડિંગના નામે મોટી છેતરપિંડી થઈ હતી. અમે તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી. સાયબર ક્રાઈમ બ્રાંચે ગુનેગારોને ટ્રેસ કર્યા અને મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્યારે પંકજ ઉર્ફે પિયુષ રાઠોડ અને બસંત સોલંકી આ બંને મામા ભાણેજ ની ઠગ જોડીએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું..
વીઓ 03 :- સાયબર ક્રાઈમ બ્રાંચે પકડાયેલા આરોપીઓ પાસેથી 6,91,000 રોકડ રકમ, 7 મોબાઈલ ફોન, એક લેપટોપ તેમજ 13 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સહિત 8 લાખ 14 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યા છે. પોલીસની આ સફળ કામગીરીએ સાબિત કરી દીધું છે કે સાયબર ગુનેગારો ગમે તેટલા દૂર હોય, કાયદાના હાથથી બચી શકતા નથી. ત્યારે આ સમગ્ર ઘટના એક ગંભીર ચેતવણી છે. જ્યારે પણ તમને ઓનલાઈન કોઈ રોકાણની લોભામણી જાહેરાત મળે, ત્યારે તેની ખરાઈ કર્યા વિના ક્યારેય પૈસા ન મોકલો..
બાઈટ :- વિસ્મય માનસાતે, DYSP, દેવભૂમિ દ્વારકા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowSept 26, 2025 18:00:180
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:270
Report
SBShilu Bhagvanji
FollowSept 26, 2025 17:00:150
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 17:00:090
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:20:022
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:19:401
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:16:140
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:15:310
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:07:120
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:30:100
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:00:090
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:05:170
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:210
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:110
Report