Back
151 साल की गरबा: सिर्फ पुरुष ही नाचते हैं?
LJLakhani Jaydeep
Sept 26, 2025 16:20:02
Dwarka, Gujarat
વીઓ 01:- દ્વારકામાં છેલ્લા ૧૫૧ વર્ષથી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા અડીખમ રીતે નવદુર્ગા ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીની સ્થાપના ઈ.સ. ૧૮૭૪ના ઓક્ટોબર માસમાં ઠાકર મકનજી જૂઠાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. હોળી ચોકમાં માતાજીની નવ મૂર્તિઓ સાથેના મંડપનું સુશોભન કરીને આ પરંપરા શરૂ થઈ હતી. આધુનિક સમયમાં જ્યાં ગરબીનું સ્વરૂપ ઘણું બદલાયું છે. ત્યાં આ ગરબી આજે પણ પોતાની પ્રાચીન પરંપરાને જાળવી રાખીને તેની આગવી ઓળખ ઊભી કરે છે.
બાઈટ :- વત્સલ પુરોહિત, ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫
વીઓ 02 :- આ ગરબીની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેમાં માત્ર પુરુષો જ ગરબે રમે છે. ગરબે રમવા આવતા પુરુષો માટે ધોતિયું કે પિતાંબર, પાસાબંડી અને પછેડી જેવા પરંપરાગત પોશાક પહેરવાનું ફરજિયાત છે. અહીં કોઈ જ્ઞાતિનો કે ઊંચ-નીચનો ભેદભાવ નથી. ઢોલ-નગારાના તાલે અને માતાજીના પ્રાચીન છંદો ગાઈને ભક્તિ કરવામાં આવે છે. આનાથી એક ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાય છે.
બાઈટ :- કપિલભાઈ વાયડા, મંત્રી, ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫
વીઓ 03 :- દરરોજ રાત્રે યોજાતી આરતીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ખાસ કરીને અષ્ટમીના દિવસે ૧૦૮ વ્યક્તિઓ દ્વારા સમૂહ મહાઆરતીનું આયોજન થાય છે. આ આરતીમાં અત્યાર સુધીમાં અનેક ધાર્મિક અગ્રણીઓ, જેમ કે શંકરાચાર્યજી, પૂજ્ય ડોંગરેજી મહારાજ, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, અને મા કનકેશ્વરીજી જેવા મહાનુભાવોએ હાજરી આપી છે. જે આ ગરબીના મહત્વને દર્શાવે છે.
વીઓ 04 :- આ ગરબીમાં લાકડાની કોતરણીથી બનેલી સુંદર મૂર્તિઓનું પૂજન કરવામાં આવે છે. આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવામાં સ્વર્ગસ્થ મંગલ દેવજી દવેનો મોટો ફાળો છે. જેમણે ૫૦ વર્ષ સુધી મધુર કંઠે છંદ ગાયા. હાલમાં તેમના પુત્રો વિનય, નંદન, અને જયેશ દવે તથા પૌત્ર રવિ દવે આ વારસાને આગળ ધપાવી રહ્યા છે. તેમને વેપારીઓ પણ પૂરતો સહયોગ આપી રહ્યા છે. જેના કારણે દોઢસો વર્ષથી પણ જૂની આ પરંપરા આજે પણ અડીખમ ઊભી છે.
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowSept 26, 2025 18:00:180
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:390
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 17:00:270
Report
SBShilu Bhagvanji
FollowSept 26, 2025 17:00:150
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 17:00:090
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:19:401
Report
LJLakhani Jaydeep
FollowSept 26, 2025 16:16:140
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:15:310
Report
URUday Ranjan
FollowSept 26, 2025 16:07:120
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:30:100
Report
URUday Ranjan
FollowSept 26, 2025 15:00:090
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:05:170
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:210
Report
GPGaurav Patel
FollowSept 26, 2025 13:01:110
Report