Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
अहमदाबाद EOW ने सगे भाइयों को करोड़ों की ठगी के आरोप में गिरफ्तार किया
URUday Ranjan
Sept 26, 2025 15:30:10
Ahmedabad, Gujarat
Slug : 2509ZK_LIVE_AHD_TWO_EOWReporter : UDAY RANJAN Injgst Feed : 2509ZK_LIVE_AHD_TWO_EOW Date : 25 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : ફરિયાદી ને કોલસા આપવાનો વાયદો કરી કરોડની છેતરપિંડીના કેસમાં અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા એ બે આરોપીની ધરપકડ કરી છે ... વીઓ-1 અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સો ના નામ છે સંજય ઇન્દ્રચંદ્ર અગ્રવાલ અને સચિન ઇન્દ્રચંદ્ર અગ્રવાલ જે બંને જ સગા ભાઈ છે અને આર્થિક નિવારણ ગુના શાખા એ કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે ફરિયાદી અને આરોપી વચ્ચે પૈસા ની આપલે હતી અને આ પૈસા ની આપલે મા આરોપીઓ એ ફરિયાદી ને જે પૈસા ચૂકવવા ના હતા તેના બદલા માં 5000 મેટ્રિક ટન કોલસો આપવાનો વાયદો કર્યો હતો જેને પગેલ આરોપીઓ એ પહેલા 5000 મેટ્રિક ટન કોલસો આપવાના બદલે 2745 મેટ્રિક ટન કોલસો આપ્યો હતો અને બાકી નો કોલસો ના આપી ને આરોપી એ ફરિયાદી સાથે 3 કરોડ 21 લાખ 84 હાજર ની છેતરપિંડી આચરી હતી જેને લઇ ને ફરિયાદી એ આર્થિક ગુના નિવારણ શાખા માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે કે આરોપીઓ સાથે ફરિયાદી ને મૂળ કેટલા રકમ ની આપણે હતી અને તેમાંથી કેટલા આપ્યા છે સાથે જ કેટલા બાકી રહે છે નાણા લેવા ના તેની તપાસ શરૂ કરી છે બાઈટ - મનોજ ચાવડા, ACP, EOW (આર્થિક ગુના નિવારણ શાખા) ત્યારે બંને સગા ભાઈ આરોપીઓ ની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા સામે આવ્યું હતું કે બંને સગા ભાઈ આરોપીઓ મૂળ ઝારખંડ ના રહેવાસી છે અને ગુજરાત કચ્છ માં વિમલા ફ્યૂલ એન્ડ સપ્લાય પ્રા.લી નામની કંપની ચલાવતા હતા ત્યારે બાકી રહેલ કોલસા બાબતે પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આરોપીઓ એ બાકીના કોલસાનું જ્યારે ફરિયાદીએ પૂછ્યું તો આરોપીએ કોઈ બીજી કંપની માં કોલસો વહેંચી દઈ ને પૈસા મેળવી લીધા હતા ત્યારે આરોપીઓ સામે ગાંધીધામમાં પણ ફરિયાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસ ની તપાસ માં વધુ શું સામે આવે છે તે જોવું રહ્યું ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Sept 26, 2025 17:00:39
Dwarka, Gujarat:વીઓ 01 :- જ્યાં એક તરફ શેરબજારમાં રોકાણ કરીને લોકો પૈસા કમાવાની આશા રાખે છે, ત્યાં જ કેટલાક ઠગબાજો આ જ ક્ષેત્રનો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કલ્યાણપુરના એક વ્યક્તિને ફેસબુક પર શેરબજારમાં 100% નફો આપવાની લાલચ આપવામાં આવી. આરોપીઓએ શરૂઆતમાં ભોગ બનનાર વ્યક્તિને વિશ્વાસમાં લેવા માટે તેમના પ્રોફાઈલમાં 2 કરોડનો ખોટો નફો દર્શાવ્યો. આ લોભામણી જાહેરાતમાં ફસાઈને પીડિતે રોકાણ કરવાનું શરૂ કર્યું. પરંતુ, આરોપીઓ સતત નવા નવા બહાના હેઠળ પૈસા પડાવતા રહ્યા અને આખરે કુલ 41 લાખની માતબર રકમની છેતરપિંડી કરી. આ ઘટના બાદ પીડિતે તુરંત દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો. વીઓ 02 :- સાયબર ક્રાઈમ પોલીસ ને કલ્યાણપુરના એક ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદ મળી હતી. જેમની સાથે ઓનલાઈન શેર ટ્રેડિંગના નામે મોટી છેતરપિંડી થઈ હતી. અમે તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી. સાયબર ક્રાઈમ બ્રાંચે ગુનેગારોને ટ્રેસ કર્યા અને મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્યારે પંકજ ઉર્ફે પિયુષ રાઠોડ અને બસંત સોલંકી આ બંને મામા ભાણેજ ની ઠગ જોડીએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું.. વીઓ 03 :- સાયબર ક્રાઈમ બ્રાંચે પકડાયેલા આરોપીઓ પાસેથી 6,91,000 રોકડ રકમ, 7 મોબાઈલ ફોન, એક લેપટોપ તેમજ 13 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સહિત 8 લાખ 14 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યા છે. પોલીસની આ સફળ કામગીરીએ સાબિત કરી દીધું છે કે સાયબર ગુનેગારો ગમે તેટલા દૂર હોય, કાયદાના હાથથી બચી શકતા નથી. ત્યારે આ સમગ્ર ઘટના એક ગંભીર ચેતવણી છે. જ્યારે પણ તમને ઓનલાઈન કોઈ રોકાણની લોભામણી જાહેરાત મળે, ત્યારે તેની ખરાઈ કર્યા વિના ક્યારેય પૈસા ન મોકલો.. બાઈટ :- વિસ્મય માનસાતે, DYSP, દેવભૂમિ દ્વારકા
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 26, 2025 17:00:27
Dwarka, Gujarat:વીઓ 01:- દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોજે ગાગા ગામે આવેલી સરકારી જમીન પરના મોટા પાયેના ગેરકાયદેસર દબાણને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે. જલાલશા પીરની દરગાહ નજીક આવેલી આ સરકારી જમીન પર બાંધવામાં આવેલા કમ્પાઉન્ડ હોલ, જમણવાર માટેનો હોલ અને ૭ ઓરડા સહિતના બાંધકામો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. વીઓ 02 :- અંદાજિત ૧૩,૪૭૬ ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ બાંધકામને દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ દબાણમુક્ત કરાયેલી સરકારી જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. ૪૨ લાખ જેટલી ગણવામાં આવી રહી છે.સરકારી જમીનોને દબાણમુક્ત કરવાની રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે તંત્ર દ્વારા આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
0
comment0
Report
SBShilu Bhagvanji
Sept 26, 2025 17:00:15
Porbandar, Gujarat:2509 ZK PBR MANDAVIYA FORMAT-PKG DATE-29-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના સાંસદ ડો.મનસુખ માંડવીયાએ પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને જીએસટી સુધારણા વિષયક યુવા સંમેલન તથા વોકલ ફોર લોકલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી તથા વેપારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. વીઓ-1 કેન્દ્રીય મંત્રી ડો મનસુખ માંડવીયા પોરબંદરમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત પોરબંદરમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓએ ગોઢાણીયા કોલેજ ખાતે આયોજીત આત્મનિર્ભર ભારત અને જીએસટી સુધારણા વિષયક યુવા સંમેલનમાં હાજરી આપી યુવાઓ સાથે ચર્ચા કરી હતી તો ચોપાટી ખાતે આયોજીત વોકલ ફોર લોકલ માર્કેટને ખુલ્લુ મુકી લોકોને સ્વદેશી અપનાવવા અપીલ કરી હતી. બાઇટ-1 ડો.મનસુખ માંડવીયા કેન્દ્રીય મંત્રી વીઓ-2 પોરબંદર પહોંચેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં વેપારીઓ સાથે મુલાકાત પણ કરી હતી જ્યાં ડો.માડવીયાનુ વેપારીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
comment0
Report
GPGaurav Patel
Sept 26, 2025 17:00:09
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 26, 2025 16:20:02
Dwarka, Gujarat:વીઓ 01:- દ્વારકામાં છેલ્લા ૧૫૧ વર્ષથી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા અડીખમ રીતે નવદુર્ગા ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીની સ્થાપના ઈ.સ. ૧૮૭૪ના ઓક્ટોબર માસમાં ઠાકર મકનજી જૂઠાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. હોળી ચોકમાં માતાજીની નવ મૂર્તિઓ સાથેના મંડપનું સુશોભન કરીને આ પરંપરા શરૂ થઈ હતી. આધુનિક સમયમાં જ્યાં ગરબીનું સ્વરૂપ ઘણું બદલાયું છે. ત્યાં આ ગરબી આજે પણ પોતાની પ્રાચીન પરંપરાને જાળવી રાખીને તેની આગવી ઓળખ ઊભી કરે છે. બાઈટ :- વત્સલ પુરોહિત, ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ વીઓ 02 :- આ ગરબીની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેમાં માત્ર પુરુષો જ ગરબે રમે છે. ગરબે રમવા આવતા પુરુષો માટે ધોતિયું કે પિતાંબર, પાસાબંડી અને પછેડી જેવા પરંપરાગત પોશાક પહેરવાનું ફરજિયાત છે. અહીં કોઈ જ્ઞાતિનો કે ઊંચ-નીચનો ભેદભાવ નથી. ઢોલ-નગારાના તાલે અને માતાજીના પ્રાચીન છંદો ગાઈને ભક્તિ કરવામાં આવે છે. આનાથી એક ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાય છે. બાઈટ :- કપિલભાઈ વાયડા, મંત્રી, ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ વીઓ 03 :- દરરોજ રાત્રે યોજાતી આરતીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ખાસ કરીને અષ્ટમીના દિવસે ૧૦૮ વ્યક્તિઓ દ્વારા સમૂહ મહાઆરતીનું આયોજન થાય છે. આ આરતીમાં અત્યાર સુધીમાં અનેક ધાર્મિક અગ્રણીઓ, જેમ કે શંકરાચાર્યજી, પૂજ્ય ડોંગરેજી મહારાજ, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, અને મા કનકેશ્વરીજી જેવા મહાનુભાવોએ હાજરી આપી છે. જે આ ગરબીના મહત્વને દર્શાવે છે. વીઓ 04 :- આ ગરબીમાં લાકડાની કોતરણીથી બનેલી સુંદર મૂર્તિઓનું પૂજન કરવામાં આવે છે. આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવામાં સ્વર્ગસ્થ મંગલ દેવજી દવેનો મોટો ફાળો છે. જેમણે ૫૦ વર્ષ સુધી મધુર કંઠે છંદ ગાયા. હાલમાં તેમના પુત્રો વિનય, નંદન, અને જયેશ દવે તથા પૌત્ર રવિ દવે આ વારસાને આગળ ધપાવી રહ્યા છે. તેમને વેપારીઓ પણ પૂરતો સહયોગ આપી રહ્યા છે. જેના કારણે દોઢસો વર્ષથી પણ જૂની આ પરંપરા આજે પણ અડીખમ ઊભી છે.
2
comment0
Report
LJLakhani Jaydeep
Sept 26, 2025 16:19:40
Dwarka, Gujarat:વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખળભળાટ મચાવનાર સિરપકાંડના મુખ્ય આરોપી બ્રિજેશ જાદવને આખરે પોલીસે દબોચી લીધો છે. પોલીસની સર્વેલન્સ ટીમે આ ગુનાના માસ્ટરમાઇન્ડ જાદવને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. પોલીસ ચોપડે નાસતો ફરતો આ આરોપી પોતાના જીએસટી નંબરના આધારે પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપી બ્રિજેશ જાદવ ''''સંગીતા આયુર્વેદિક કેર'''' નામની કંપની ચલાવતો હતો. જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોવાનું માનવામાં આવે છે. દ્વારકા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને હવે આ કેસની વધુ તપાસમાં અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા છે. અગાઉના એક મોટા સિરપકાંડમાં, આયુર્વેદિક સિરપના નામે દારૂનો વેપલો કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી હતી. હાલમાં ઝડપાયેલો આરોપી બ્રિજેશ જાદવ કયા સિરપકાંડ (કેફી સિરપ કે પછી કેફી હેન્ડ સેનિટાઈઝર કેસ) સાથે સંકળાયેલો છે. તે પોલીસની વધુ તપાસ બાદ સ્પષ્ટ થશે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 26, 2025 16:16:14
Dwarka, Gujarat:વીઓ 01:- યાત્રાધામ દ્વારકામાં પવિત્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. જેમાં રખડતા ઢોરના આતંકે ફરી એકવાર પ્રશાસનની બેદરકારીને ઉજાગર કરી છે. શહેરના હોળી ચોક વિસ્તારમાં આવેલા મંદિર નજીક, જ્યાં ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા પરંપરાગત ચાલી ગરબીની આરતી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક એક આખલો લોકોની ભીડમાં ધસી આવ્યો હતો. વીઓ 02 :- આરતીના સમયે હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો અને ભક્તો ઉપસ્થિત હતા. અચાનક જ ગરબીના મુખ્ય સ્થળે આખલો ઘૂસી આવતા લોકોમાં ભારે ભાગદોડ અને નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, પરંતુ આખલાના આ આતંકના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વીઓ 03 :- આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ લાખો લોકોની ભીડ વચ્ચે રખડતા ઢોરના આતંકના કિસ્સાઓ અને વીડિયો સામે આવ્યા છે. વારંવારની ચેતવણીઓ છતાં તંત્ર આ મામલે કોઈ નક્કર પગલાં લેતું નથી. લોકોમાં પ્રશ્ન ઊભો થયો છે કે ધાર્મિક તહેવારમાં જ્યાં હજારો લોકો એકઠા થાય છે. ત્યાં સુરક્ષા અને સલામતી માટે પૂરતી વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી. રખડતા ઢોરના ત્રાસમાંથી શહેરના લોકોને ક્યારે મુક્તિ મળશે અને તંત્ર ક્યારે જાગીને નક્કર પગલાં લેશે તે જોવું રહ્યું.
0
comment0
Report
URUday Ranjan
Sept 26, 2025 16:15:31
Ahmedabad, Gujarat:Slug : 2509ZK_LIVE_AHD_DUSHKARM_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed : 2509ZK_LIVE_AHD_DUSHKARM_AROPI Date : 25 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : શહેરના શાહીબાગ વિસ્તારમાં ગેંગરેપની ચકચારી ઘટના સામે આવી છે..ચાર મિત્રોએ ભેગા મળીને સગીરા ને કેફી પદાર્થ પીવડાવી તેની સાથે શારીરીક સંબંધ બાંધ્યો છે. એટલું જ નહીં જો કોઇને જાણ કરશે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. સગીરા છેલ્લા ત્રણ મહિનાથી શાળાએ જવાનું પણ બંધ કરી દીધું હતું. અને ગુમ સુમ રહેતા સમગ્ર મામલો સામે આવ્યો છે... વીઓ : 01 શાહિબાગમાં નરાધમ યુવકો એ 15 વર્ષીય સગીરાને તારો મોબાઇલ નંબર મારી પાસે તારે જાણવુ હોય તો ઉપર મારા ઘરે આવ. જેથી સગીરા ત્યાં ગઈ હતી. બાદમાં શખ્સે તેને શરબતમાં કેફી પીણું પીવડાવીને અર્ધબેભાન કરીને તેના ત્રણ મિત્રો મળીને ગેંગરેપ કર્યો હતો. તેમજ આ અંગે કોઇને જાણ કરીશ તો મારી નાખીશ અને તારી બહેન સાથે પણ આવ. કરીશ કહેતા સગીરાએ ચાર મહિના સુધી કોઈને કહ્યું ન હતું. પરંતુ સ્કૂલે જતી ન હતી અને ગુમસુમ રહેતા માતા-પિતા એ પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે સગીરાની માતાએ ચારેય શખ્સો સામે એટ્રોસિટી અને પોક્સો સહિતની કલમ હેઠળ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા શાહીબાગ પોલીસે આરોપી ઓની ધરપકડ કરીને વધુ તપાસ એસટી, એસસી સેલને સોંપી છે. બાઈટ - દીપ પટેલ, એસીપી, એસસી એસટી સેલ વીઓ : 02 જો સમગ્ર બનાવ ની વાત કરવા માં આવે તો ગત 19 મી મેના દિવસે સગીરા તેના ઘરે હાજર હતી તે દરમિયાન અક્ષય ઉર્ફે સેંધો વસંતભાઇ મહેરીયા એ ફોન કરી કહ્યું કે, તારો નંબર મારી પાસે છે તે ક્યાંથી આવ્યો તે જાણવું હોય તો હું કહ્યું ત્યાં આવી જા. જેથી સગીરા અક્ષયને મળવા માટે પહોંચી હતી. ત્યારે પહેલાંથી જ ત્યાં પાર્થ ઉર્ફે ભોટીયો ધરમશીભાઇ પરમાર હાજર હતો. બાદમાં અક્ષયે સગીરાને શરતમાં કેફી પીણુ નાખી ને આપ્યુ હતુ. જે પીતા સગીરાને ચક્કર આવવા લાગ્યા હતા. ત્યારબાદ અક્ષય અને પાર્થે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ દરમ્યાન અક્ષયના મિત્રો દશરથ ઠાકોર અને અવિનાશ પરમાર પણ આવ્યા હતા. તેમને પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આમ ચારેયે ગેંગરેપ કર્યો હતો. જ્યારે સગીરા અર્ધબેભાન હોવાથી બૂમાબૂમ કરતા અક્ષયે લાફો મારી દીધો હતો ત્યારબાદ સગીરાને ઘરે જવા મોકલી દીધી હતી અને કોઈને વાત કરીશ તો જાનથી મારી નાંખવાની અને તારી બહેન સાથે પણ આવુ કરવાની ધમકી આપી હતી. જે બાદ સગીરા ઘરમાં ગુમસુમ રહેતી અને સ્કુલે જતી ન હતી. જેથી માતા-પિતા એ પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે માતા એ અક્ષય મહેરીયા, પાર્થ પરમાર, અવિનાશ પરમાર અને દશરથ ઠાકોર સામે પોક્સો, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે આરોપી ઓની ધરપકડ કરી છે. બાઈટ - દીપ પટેલ, એસીપી, એસસી એસટી સેલ વીઓ : 03 હાલમાં પોલીસે ચારેય આરોપીઓ ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે..જો કે ચાર આરોપી પૈકી અક્ષય સાઇકો કિલર વિપુલ પરમાર સાથે અગાઉ બાપુનગર થી રખિયાલ બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાની પોલીસને શંકા છે.. જે બંને એ સાથે મળીને બાઇક ચોરી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે બાઈક ચોરીમાં વિપુલ પરમાર સાથે સંડોવણી છે કે નહિ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
URUday Ranjan
Sept 26, 2025 16:07:12
Ahmedabad, Gujarat:Slug : 2509ZK_LIVE_AHD_THREE_EOWReporter : UDAY RANJAN Injgst Feed : 2509ZK_LIVE_AHD_THREE_EOW Date : 25 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા એ એવા બે આરોપીની ધરપકડ કરી છે જેના પોતાના જ કર્મચારી સાથે કરોડો ની છેતરપિંડી આચરી છે વીઓ : 01 અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા ની ગિરફ્ત માં ઉભેલા આ બે શખ્સો ના નામ છે વિશાલ મનુ વોરા અને રાહુલ જીતેન્દ્ર શર્મા તેની આર્થિક ગુના નિવારણ શાખા એ રૂપિયા 4 કરોડ 28 લાખની છેતરપિંડી ના ગુનામાં ધરપકડ કરી છે આરોપી રાહુલ જીતેન્દ્ર શર્મા લોન એજન્ટ નું કામ કરતો હતો પોતાના આરોપી મિત્ર વિશાલ મનુ વોરા સાથે મળી એક કાવતરું રચી જેમાં અલગ અલગ બેંકો તથા ખાનગી ફાઇનાન્સ કંપની ઓ માંથી ફરીયાદી નામથી લોન તથા ક્રેડિટ કાર્ડ લીધા હતા ફરીયાદી નામથી લીધેલ લોન તથા ક્રેડિટ કાર્ડ હપ્તા પોતે ભરશે તેવો વિશ્વાસ અપાવી લોન કરાવી તેની સાચી રકમ ફરિયાદી થી છુપાવી શરૂઆતમાં લોનના તેમજ ક્રેડિટ કાર્ડ ના હપ્તા ભર્યા અને આર્થિક લાભ મેળવવા લોનની રકમ અન્ય ફર્મમાં તેમના અન્ય સાગરીતો ના એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી દીધી હતી અને ત્યારબાદ તેમાંથી અમુક રકમ રોકડમાં બેન્કમાંથી વિડ્રો કરાવી આરોપી વિશાલ મનુ વોરા એ લઇ લીધી હતી ત્યાર બાદ ફેબ્રુઆરી/એપ્રિલ-૨૦૨૫ બાદ ઓફીસ બંધ કરી દઇ ફરાર થઇ ગયો હતો બાઈટ - મનોજ ચાવડા, એસીપી, EOW (આર્થિક ગુના નિવારણ શાખા) વીઓ-02 ફરિયાદી એ પોતાની સાથે છેતરપિંડી થયા નું લાગતા આર્થિક ગુના નિવારણ શાખા માં ફરિયાદ નોંધાવી હતી જેમાં ફરિયાદી સાથે આરોપીઓ એ લોનના રૂ.૩,૮૦,૪૭,૦૦૦/- અને ક્રેડિટ કાર્ડના રૂ.૪૮,૩૯,૦૩૦ આમ મળી કુલ રૂ.૪,૨૮,૮૬,૫૩૦ ચાર કરોડ અઠ્ઠાવીસ લાખ છયાસી હજાર પાંચસો ત્રીસ ની રકમ બેંકમાં નહિ ભરી પોતાના અંગત ખર્ચ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસ તપાસ માં આ રકમ માત્ર એક જ કર્મી સાથે કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસને શંકા છે કે કંપનીના અન્ય કર્મચારી સાથે પણ આ પ્રકારે આ બંને એ કર્મચારીઓ ના નામે લોન લઈ છેતરપિંડી કરી હોઈ શકે છે જે દિશા માં વધુ તપાસ શરુ કરી છે બાઈટ - મનોજ ચાવડા, એસીપી, EOW (આર્થિક ગુના નિવારણ શાખા) વીઓ-3ફરિયાદી દિનેશ હીરપરા વિશાલ મનુ વોરાની ડ્રેસ મટીરીયલ ની કંપનીમાં નોકરી પર લાગ્યો હતો અને રાહુલ જીતેન્દ્ર શર્માએ લોન એજન્ટ તરીકે વિશાલ મનુ વોરા સાથે મળી ને વિશાલ મનુ વોરાએ પોતાની જ કંપનીના કર્મચારી દિનેશ હીરપરા ના નામે કરોડો ની લોન મેળવી હતી જે લોન ની રકમ માંથી લોન એજન્ટ રાહુલ જીતેન્દ્ર શર્મા દ્વારા આરોપી મિત્ર વિશાલ મનુ વોરા ને રોકડ માં મોટા પ્રમાણ માં કમિશન પણ આપ્યા નુ સામે આવ્યું છે સાથે જ આરોપીઓએ લોન લેવા ખોટી સહીઓ પણ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આરોપી વિશાલ મનુ વોરા ગારમેન્ટ કંપની બનાવી હતી ત્યારે આરોપી લોન એજન્ટરાહુલ જીતેન્દ્ર શર્મા તેના સંપર્ક માં આવ્યો હતો અને મુખ્ય આરોપી વિશાલ મનુ વોરાને બેંકમાંથી લોન આપવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ માટે 3 દિવસના રિમાન્ડ મેળવી ને વધુ તપાસ હાથ ધરી છે અને લોનના નાણાંનો ક્યાં ક્યાં વપરાશ કર્યો છે તે બાબતે તપાસ શરૂ કરી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
URUday Ranjan
Sept 26, 2025 15:00:09
Ahmedabad, Gujarat:Slug : 2509ZK_LIVE_AHD_ONE_EOWReporter : UDAY RANJAN Injgst Feed : 2509ZK_LIVE_AHD_ONE_EOW Date : 25 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : અમદાવાદ શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા છેતરપિંડી આચરતા 2 આરોપીની કરી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ..... 8 કરોડ 54 હાજર નું ફાર્માસિટીકલ રો મટીરીયલ લઇ ને પૈસા ના આપી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે વીઓ-1 અમદાવાદ ની EOW બ્રાન્ચ ની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સ નું નામ ચેહ વિકાસ ગજાનંદ શર્મા છે જેની અમદાવાદ ની EOW દ્વારા 8 કરોડ 54 લાખ 89 હજાર ની છેતરપિંડી ના ગુના માં ધરપકડ કરી છે જો આરોપી ની મૉડોપરેન્ડી ની વાત કરવા માં આવે તો ફરિયાદી સાગર દેસાઈ ફાર્માસિટીકલ રો મટીરીયલ નો વ્યવસાય કરે છે જેને લઇ ને આરોપી વિકાસ ગજાનંદ શર્મા એ ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 8 કરોડ 54 લાખ 89 હજાર નું ફાર્માસિટીકલ રો મટીરીયલ મંગાવ્યું હતું અને બાદ માં પૈસા ના આપીને છેતરપિંડી આચરી હતી ત્યારે ફરિયાદી ને પૈસા ના મળતા અંતે EOW માં ફરિયાદ નોંધાવી હતી જેમાં EOW એ આરોપી વિકાસ ગજાનંદ શર્માની ધરપકડ કરી છે બાઈટ - મનોજ ચાવડા, એસીપી, EOW (આર્થિક ગુના નિવારણ શાખા) વીઓ-2આરોપી વિકાસ ગજાનંદ શર્માની ધરપકડ કરીને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી તો વિગતો સામે આવી હતી કે ફરિયાદ સાથે છેલ્લા ત્રણ વર્ષથી આરોપી વિકાસ ગજાનંદ શર્મા ને ધંધાકીય સંબંધ હતો ત્યારે વર્ષ 2023 થી આરોપી વિકાસ ગજાનંદ શર્મા એ પ્રિઝમ એલાયન્સ પ્રા લી નામની કંપની માં ટુકડે ટુકડે કુલ 8 કરોડ 54 લાખ 89 હજાર નું ફાર્માસિટીકલ રો મટીરીયલ મંગાવ્યું હતું જે ની રકમ આજ દિન સુધી ના ચુકવતા ફરિયાદી એ ફરિયાદ નોંધાવી હતી ત્યારે પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી વિકાસ શર્મા સુરતના રહેવાસી છે પોતે પ્રિઝમ એલાયન્સ પ્રા લી નામની ફાર્મા કંપની ચલાવે છે અને રો મટીરીયલ માલની જરૂર છે તેવું કહીને માલ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી આરોપી વિકાસ શર્મા ફરિયાદી ને વિશ્વાસ આવે એ માટે થી પૈસા ચૂકવતો ન હતો અને તેના બદલે ચેક આપતો હતો ફરીયાદીને આરોપી જે ચેક આપતો હતો તે ચેક બેંક માંથી સ્ટોપ કરાવી દેતો હતો બાઈટ - મનોજ ચાવડા, એસીપી, EOW (આર્થિક ગુના નિવારણ શાખા) વીઓ - 3 ત્યારે પોલીસ દ્વારા તપાસ માં એ પણ સામે આવ્યું છે કે આરોપી વિકાસ ગજાનંદ શર્મા નો ગુનાહિત પણ છે જેમાં મહારાષ્ટ્ર માં અલગ અલગ શહેરના 6 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ ચુકી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
GPGaurav Patel
Sept 26, 2025 13:05:17
Ahmedabad, Gujarat:અમદાવાદવાસીઓ માટે ખુશખબર! આગામી ડિસેમ્બર મહિનામાં શહેરમાં ભવ્ય શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ફેસ્ટિવલમાં 'વોકલ ફોર લોકલ'ની ચીજવસ્તુઓ સાથે ખ્યાતનામ બ્રાન્ડ્સનો પણ સમાવેશ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી ડિસેમ્બર મહિનામાં શહેરમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ ફેસ્ટિવલ 12 ડિસેમ્બર, 2025થી શરૂ થઈ 13 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. CG રોડ, સિન્ધુભવન રોડ, મણિનગર અને નિકોલ વિસ્તારોમાં આ ભવ્ય શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થશે. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ 'વોકલ ફોર લોકલ' હેઠળ ભારતમાં બનેલી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગોને ફાયદો થશે. આ વર્ષે શોપિંગ ફેસ્ટિવલને વધુ આકર્ષક બનાવવા માટે મર્સિડીઝ, BMW, ઓડી જેવી ખ્યાતનામ ઓટોમોબાઈલ બ્રાન્ડ્સ અને સ્વીસ વોચ બ્રાન્ડ્સને પણ સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત, ભારતમાં બનેલી ચીજવસ્તુઓનો વ્યાપ વધારવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવશે. આ ફેસ્ટિવલ દ્વારા સ્થાનિક હસ્તકલા, ટેક્સટાઈલ્સ અને અન્ય ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો ઉદ્દેશ છે. AMCના આ આયોજનથી અમદાવાદનું વેપારી અને પ્રવાસી આકર્ષણ વધશે. બાઈટ: દેવાંગ દાણી (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, AMC):
0
comment0
Report
GPGaurav Patel
Sept 26, 2025 13:01:21
Ahmedabad, Gujarat:NHAIના ભરૂચ તરફના ટોલ ટેક્સના ફાઈલ શોટ્સ લેવા બ્રેકિંગ *ભરૂચ- સુરત અને સુરત - દહીસર વચ્ચે નેશનલ હાઈવે ઓથોરિટી ના કથળી ગયેલા રસ્તાઓનો વિવાદ* નેશનલ હાઇવે ઓથોરિટી ના આ બંને માર્ગો પર આવેલા પાંચ ટોલ ટેક્સ પર ટોલ ઉઘરાવો ના જોઈએ તેવી રજૂઆત બંધ સ્ટ્રીટ લાઈટ કથળી ગયેલા રસ્તા અને ભારે ટ્રાફિક જામના કારણે લોકોના સમય અને નાણાંનો દુર્વ્યય થતો હોવાની રજૂઆત વર્ષ 2022 થી 2024 વચ્ચે સેંકડો કરોડ રૂપિયા ખોટી રીતે ટોલમાં ઉઘરાવી લેવાયા હોવાની પણ રજૂઆત હાલની સ્થિતિના સુધારવા માટે પણ નેશનલ હાઈવે ઓથોરિટી યોગ્ય પગલા નહીં રહી હોવાની રજૂઆત સુવિધા ન અપાય તો ટોલ લઈ શકાય નહીં તેવા સુપ્રીમ કોર્ટના હુકમને પણ ટાંકવામાં આવ્યો અરજદારોની રજૂઆત સામે હાઇકોર્ટ સમક્ષ નેશનલ ઓથોરિટી નો લૂલો બચાવ સામે આવ્યો જીઆઇડીસી વિસ્તારના કારણે ટ્રાફિક જામ થતો હોવાનો કરાયો બચાવ અરજદારોએ રજુ કરેલા અન્ય મુદ્દાઓ બાબતે હાલ નેશનલ હાઈવે ઓથોરિટીની કોઈ સ્પષ્ટતા નહીં સમગ્ર મુદ્દાને હાઇકોર્ટે ગંભીરતાથી લીધો * * * * * * * * *સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કરી મૌખિક ટકોર... સુવિધાઓ આપ્યા વિના ટોલ લેવાતો હોય તો આ માર્ગોને ટોલ ફ્રી કરી દેવા જોઈએ* નેશનલ હાઈવે ઓથોરિટી ને આગામી મુદત સુધીમાં ખુલાસો કરવા કોર્ટનો આદેશ 7 ઓક્ટોબર સુધીમાં NHAI ને રજૂ કરવાનો રહેશે જવાબ 10 ઓક્ટોબરના રોજ થશે સુનાવણી
0
comment0
Report
GPGaurav Patel
Sept 26, 2025 13:01:11
Ahmedabad, Gujarat:\B\Iસ્ક્રિપ્ટ એલર્ટ\I\B અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમાં ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) સંચાલન અંગે મોટો નિર્ણય લીધો છે. શહેરના સાત ઝોનમાં 401 PG ચાલતા હોવાનું સામે આવ્યું છે. અને આ મામલે AMCએ કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. અમદાવાદ શહેરમાં ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) હોસ્ટેલ્સના નિયમન માટે AMCની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના સાત ઝોનમાં 401 PG સ્થળો ચાલી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આમાંથી 385 PG સંચાલકોને AMC દ્વારા નોટિસ આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીએ આદેશ આપ્યો છે કે, તમામ PG સંચાલકોએ પોલીસ રજિસ્ટ્રેશન અને સોસાયટીનું NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) રજૂ કરવું પડશે. જે સંચાલકો પાસે આ દસ્તાવેજો નહીં હોય, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. AMCએ આદેશ આપ્યો છે કે, જે PG સંચાલકો નિયમોનું પાલન નહીં કરે, તેમની સામે પગલાં ભરવામાં આવશે. જેમાં PG ખાલી કરાવવા સુધીની કાર્યવાહીનો સમાવેશ થાય છે. AMCના અધિકારીઓને આ મામલે કડક નિરીક્ષણ અને અમલીકરણની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયનો ઉદ્દેશ શહેરમાં ચાલતા PG હોસ્ટેલ્સનું નિયમન કરી, રહેવાસીઓની સુરક્ષા અને કાયદાકીય ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. આ પગલું ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરીયાત લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને લેવાયું છે. જેઓ મોટી સંખ્યામાં આવા PGમાં રહે છે. બાઈટ: દેવાંગ દાણી (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, AMC)
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Sept 26, 2025 12:52:56
Karantha, Gujarat:CHAITAR VASAVA_AVB_SCRIPT LOCATION-NARMADA FORMAT-AVB ગુજરાતના નર્મદા જિલ્લામાં આજે જિલ્લા સેવાસદન ખાતે ગુજરાત પેટનની આયોજન બેઠક યોજાઈ. આ બેઠકમાં ડેડીયાપડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહ્યા. જેલમાંથી તાજેતરમાં જ મુક્ત થયેલા વસાવાએ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર પર તીખા આક્ષેપો કર્યા અને વિકાસ કાર્યોના અમલીકરણમાં બેદરકારીનો વિરોધ દર્શાવ્યો. વીઓ નર્મદા જિલ્લાના જિલ્લા સેવાસદન ખાતે આજે ગુજરાત પેટનની મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ, જેમાં વિવિધ વિકાસ કાર્યો અને ભંડોળ વહેંચણીની ચર્ચા થઈ. આ બેઠકમાં ડેડીયાપડા વિધાનસભા બેઠકના AAP ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહ્યા. ચૈતર વસાવા, જેમણે તાજેતરમાં જુલાઈમાં થયેલા એક કલહ પછી 80 દિવસથી વધુ જેલમાં વિતાવ્યા, તેમણે બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર પર તીખા આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે, "જિલ્લા વહીવટી તંત્ર આપણા આપેલા કામો કાઢી નાંખ્યા છે, જેના કારણે આદિવાસી વિસ્તારોમાં વિકાસ અટકી પડ્યો છે." વસાવાએ આગળ ચેતવણી આપી કે, જો આવનારા દિવસોમાં લોકઉપયોગી કામો નહીં થાય તો તેઓ ધરણા કાર્યક્રમ કરશે. તેમણે કહ્યું, "આ લોકોના વિકાસ માટે આવેલા પૈસા અમે સગેવગે નહીં થવા દઈએ." બેઠકમાં ચૈતર વસાવાએ ભારૂચ સાંસદ મનસુખ વસાવાના તાજા પ્રહારો પર પણ પ્રતિક્રિયા આપી. મનસુખ વસાવા, જે ચૈતરના વડીલ છે, તેમણે તાજેતરમાં ચૈતરની જેલ મુક્તિ પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, "જેલમાંથી મુક્ત થયા પછી તેઓ કાયદાકીય રીતે લડતા રહે." આ પર ચૈતર વસાવાએ કહ્યું, "મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે, પણ હું જેલમાંથી મુક્ત થયો એ તેમને બરતળું થાય છે. મનસુખ વસાવા જે કાંઈ બોલે છે, તે સાંસદ છે તેથી પૂરતા પુરાવા સાથે બોલે છે. પરંતુ મીટિંગ પટતા 5 મિનિટમાં ત્યાં આવી જાય અને એમને ખોટી ફરિયાદ કરાવી, જેને લઈ મારે 80 દિવસ જેલવાસ કરવાનો વારો આવ્યો." આ આક્ષેપોમાંથી સ્પષ્ટ થાય છે કે ચૈતર વસાવા પોતાની જેલ મુક્તિને રાજકીય ષડયંત્ર સાથે જોડી રહ્યા છે, જેમાં તેઓ મનસુખ વસાવાની ભૂમિકાને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર આપણા આપેલા કામો કાઢી નથી નાખતા, જેના કારણે આદિવાસીઓના વિકાસને ધોકો પહોંચે છે. આવનારા દિવસોમાં લોકઉપયોગી કામો નહીં થાય તો આપણે ધરણા કરીશું. અને મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે, પણ તેમની ટિપ્પણીથી લાગે છે કે મારી જેલ મુક્તિ તેમને બરતળી છે. તેઓ પુરાવા સાથે બોલે, પણ મીટિંગમાં આવીને ખોટી ફરિયાદ કરાવીને મને 80 દિવસ જેલમાં મોકલ્યા." BYT CHAITAR VASAVA
2
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top