Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510

ધોરડો ગામના વિકાસથી ખુશ વડાપ્રધાન, કચ્છને મળ્યો વૈશ્વિક માન!

RAJENDRA THACKER
Jul 04, 2025 06:02:18
Sadhara, Gujarat
Rajendra Thacker Kutch Approved: assignment PKG Location: Dhordo 100km https://sendgb.com/hxsKpbGUEjN સફેદરણનાં કારણે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામેલાં કચ્છનાં ધોરડો ગામનો વિકાસ જોઇ ખુદ વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો ધોરડોના ગામવાસીઓને યાદ આપજો : નરેન્દ્ર મોદી એંકર : કચ્છ હવે પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ નામના કમાવી રહ્યું છે ત્યારે ગુજરાતનું તોરણ બનેલું કચ્છનું રણ અને ધોરડો ગામ કે જેનો વિકાસ વણ થંભી રીતે થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કચ્છના રણને પ્રસિદ્ધ કરવામાં મોટો સિંહ ફાળો રહ્યો છે તેઓ જ્યારે સીએમ હતા ત્યારે જ આ રણ માં રણ ઉત્સવનું આયોજન કરાયું અને આજે વિશ્વ ફલક પર રણોત્સવની સાથે સાથે ધોરડો પણ પ્રસિદ્ધ થયેલું છે સફેદરણનાં કારણે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામેલાં કચ્છનાં ધોરડો ગામનો વિકાસ જોઇ ખુદ વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો હતો. ધોરડોના સરપંચ મિંયા હુસેન મુતવાએ લખેલા આભારપત્રનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રત્યુત્તર આપ્યો હતો. સરપંચે દિલ્હી ખાતે પ્રધાનમંત્રીને પાઠવેલા પત્રમાં ધોરડોની વિકાસગાથા રજૂ કરી હતી. ધોરડોને વિકસાવવા સફેદ રણમાં રણોત્સવની કરેલી શરૂઆત પછી ધોરડોને હંમેશાં કંઇક ને કંઇક વિકાસકામોની ભેટ મળતી રહે છે. વડાપ્રધાન તરીકે તમે વારંવાર કાર્યક્રમોમાં સંબોધન વખતે ધોરડોને યાદ કર્યા છે. પ્રવાસન ક્ષેત્રે ધોરડો ગામનું નામ દેશ-વિદેશમાં ગુંજતું થયું છે અને જ્યારે-જ્યારે દેશના પર્યટન સ્થળની વાત આવી છે ત્યારે તમે ધોરડોનો ઉલ્લેખ કરો છો તે બદલ સરપંચે પત્રમાં આભાર માન્યો હતો. સફેદ રણ નિહાળવા દરવર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. તેઓ ધોરડોની તંબુ નગરીમાં તો રોકાય છે. સાથે કચ્છમાં પણ પ્રવાસન સ્થળોએ જવાનું ચૂકતા નથી. તેનાં કારણે ધોરડોને વિશ્વ પ્રવાસનનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. 2006માં ત્રણ દિવસથી શરૂ થયેલો રણોત્સવ અત્યારે હવે ચાર મહિના સુધી યોજાઇ રહ્યો છે. તે તમારી દૃષ્ટિને આભારી છે. પર્યટકોના આવાગમન થકી સમગ્ર બન્ની વિસ્તારને રોજગારીની નવી તકો ઊભી થઇ. હોમસ્ટેથી માંડી નવા-નવા રિસોર્ટ, ભૂંગા ઊભા થતા જાય છે. તાજેતરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત ધોરડોની પસંદગી કરવામાં આવતાં 100 ટકા ધોરડોને સોલાર વીજળી મળતીં વીજળી બિલમાં સ્થાનિક રહેવાસીઓને ફાયદો થયો છે તે બદલ પણ તેમણે આભાર માન્યો હતો. બાઈટ : મિયાહુશૈન ગુલબેગ સરપંચ ધોરડો ગ્રામ પંચાયત મિંયા હુસેનનો પત્ર વાંચી મોદીએ જવાબ આપતાં પત્રમાં લખ્યું છે કે, ધોરડોની વિકાસગાથા વાંચી આનંદ થયો, ધોરડોનું સ્થાન મારા માટે કાયમ વિશિષ્ટ રહ્યું છે. સૌ ગ્રામવાસીઓને યાદ આપજો.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement