Back
પાદરા હાઇવે પર ખાડા: વાહનચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ!
Vadodara, Gujarat
DATE:04/07/2025
LOCATION:PADRA
APRUVAL BY : STORY IDEA
PKG
એંકર
પાદરા તાલુકાનો સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતને જોડતો મુખ્ય હાઇવે બન્યો ખખડધજ
વિઓ
પાદરા તાલુકામાં સામાન્ય વરસાદ વરસતાજ તંત્રની પોલ ખુલ્લી પડી છે પાદરાના સ્ટેટ હાઇવે માં આવતા રસ્તાઓ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર ને મધ્ય ગુજરાત અને વડોદરાને જોડતો મુખ્ય માર્ગ એવો મુજપુર ગંભીરા હાઇવે પર અસંખ્ય ખાડા પડી જતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે જાણે કે ખાડાની નગરી બની ગઈ હોય તેમ હાઇવે જાણે કે ખાડામાં ગરકાવ થઈ ગયા હોય તેવી બદતર હાલતમાં ફેરવાઈ ગયા છે ઉલ્લેખનીય છે કે આ હાઇવે પર તંત્ર દ્વારા ચાર મહિના પહેલા જ રસ્તા નું સમારકામ કરવામાં આવ્યું હતું ત્યારે વરસાદની શરૂવાતમાં જ આ હાઇવે પર મસમોટા ખાડા પડી જવા પામ્યા છે ગંભીરા મુજપુર હાઇવે પર ચાર થી પાંચ કિલોમીટર સુધી આ ખાડા પડી જવા પામ્યા છે ત્યારે વાહનચાલકોએ તંત્ર અને અધિકારીઓ સામે રોષ થલવ્યો હતો ત્યારે તંત્ર આ ખાડાનું યોગ્ય રીતે સમારકામ ક્યારે કરે છે તે જોવું રહ્યું...
બાઈટ: રિતેશ ચાવડા. ( વાહનચાલક )
બાઈટ : રમેશભાઈ ( વાહનચાલક )
બાઈટ: રાજેન્દ્રસિંહ પઢીયાર ( વાહનચાલક )
બાઈટ:,WKT
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Approved: assignment PKG
Location: Dhordo 100km
https://sendgb.com/hxsKpbGUEjN
સફેદરણનાં કારણે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામેલાં કચ્છનાં ધોરડો ગામનો વિકાસ જોઇ ખુદ વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો
ધોરડોના ગામવાસીઓને યાદ આપજો : નરેન્દ્ર મોદી
એંકર :
કચ્છ હવે પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ નામના કમાવી રહ્યું છે ત્યારે ગુજરાતનું તોરણ બનેલું કચ્છનું રણ અને ધોરડો ગામ કે જેનો વિકાસ વણ થંભી રીતે થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કચ્છના રણને પ્રસિદ્ધ કરવામાં મોટો સિંહ ફાળો રહ્યો છે તેઓ જ્યારે સીએમ હતા ત્યારે જ આ રણ માં રણ ઉત્સવનું આયોજન કરાયું અને આજે વિશ્વ ફલક પર રણોત્સવની સાથે સાથે ધોરડો પણ પ્રસિદ્ધ થયેલું છે
સફેદરણનાં કારણે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામેલાં કચ્છનાં ધોરડો ગામનો વિકાસ જોઇ ખુદ વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો હતો. ધોરડોના સરપંચ મિંયા હુસેન મુતવાએ લખેલા આભારપત્રનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રત્યુત્તર આપ્યો હતો. સરપંચે દિલ્હી ખાતે પ્રધાનમંત્રીને પાઠવેલા પત્રમાં ધોરડોની વિકાસગાથા રજૂ કરી હતી. ધોરડોને વિકસાવવા સફેદ રણમાં રણોત્સવની કરેલી શરૂઆત પછી ધોરડોને હંમેશાં કંઇક ને કંઇક વિકાસકામોની ભેટ મળતી રહે છે. વડાપ્રધાન તરીકે તમે વારંવાર કાર્યક્રમોમાં સંબોધન વખતે ધોરડોને યાદ કર્યા છે. પ્રવાસન ક્ષેત્રે ધોરડો ગામનું નામ દેશ-વિદેશમાં ગુંજતું થયું છે અને જ્યારે-જ્યારે દેશના પર્યટન સ્થળની વાત આવી છે ત્યારે તમે ધોરડોનો ઉલ્લેખ કરો છો તે બદલ સરપંચે પત્રમાં આભાર માન્યો હતો. સફેદ રણ નિહાળવા દરવર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. તેઓ ધોરડોની તંબુ નગરીમાં તો રોકાય છે. સાથે કચ્છમાં પણ પ્રવાસન સ્થળોએ જવાનું ચૂકતા નથી. તેનાં કારણે ધોરડોને વિશ્વ પ્રવાસનનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. 2006માં ત્રણ દિવસથી શરૂ થયેલો રણોત્સવ અત્યારે હવે ચાર મહિના સુધી યોજાઇ રહ્યો છે. તે તમારી દૃષ્ટિને આભારી છે. પર્યટકોના આવાગમન થકી સમગ્ર બન્ની વિસ્તારને રોજગારીની નવી તકો ઊભી થઇ. હોમસ્ટેથી માંડી નવા-નવા રિસોર્ટ, ભૂંગા ઊભા થતા જાય છે. તાજેતરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત ધોરડોની પસંદગી કરવામાં આવતાં 100 ટકા ધોરડોને સોલાર વીજળી મળતીં વીજળી બિલમાં સ્થાનિક રહેવાસીઓને ફાયદો થયો છે તે બદલ પણ તેમણે આભાર માન્યો હતો.
બાઈટ : મિયાહુશૈન ગુલબેગ
સરપંચ ધોરડો ગ્રામ પંચાયત
મિંયા હુસેનનો પત્ર વાંચી મોદીએ જવાબ આપતાં પત્રમાં લખ્યું છે કે, ધોરડોની વિકાસગાથા વાંચી આનંદ થયો, ધોરડોનું સ્થાન મારા માટે કાયમ વિશિષ્ટ રહ્યું છે. સૌ ગ્રામવાસીઓને યાદ આપજો.
0
Share
Report
Rajula, Gujarat:
પીપાવાવ ફોર વે ગેટથી રામપરાએ 2 સુધીના નવા મંજૂર થયેલ માર્ગનું ખાતમુહુર્ત કર્યું હતું. ગ્રામ્ય કક્ષાએ આ સુવિધા ઉભી કરવા માટે સરકારમાં કરેલી રજૂઆતને સફળતા મળી હતી
આ કાર્યક્રમમાં સનાભાઇ વાઘ, અરજણભાઈ વાઘ, સાવજભાઈ લાખણોત્રા, અરજણભાઈ લાખણોત્રા,કાળુભાઈ વાઘ કાળુભાઈ કથડભાઈ, હરસુરભાઈ સાવજભાઈ વાઘ, બીજલભાઇ વાઘ, લાલાભાઇ લાખણોત્રા, વાલાભાઈ સરપંચ, ગૌતમભાઈ ગુજરીયા, અશોકભાઈ વાજા,બાબુભાઈ વાઘ,ધીરુભાઈ નકુમ,લક્ષ્મણભાઈ વાઘ,પત્તુ દાદા, અરજણભાઈ યાદવ ગ્રુપ, રામભાઈ લાલાભાઇ, યાદવ,વીરભદ્રભાઈ ડાભીયા, પ્રતાપભાઈ ગુજરીયા,મુકેશભાઈ ગુજરીયા,અશોકભાઈ વાજા,ગૌતમભાઈ ગુજરીયા સહિતના ગ્રામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
0
Share
Report
Dwarka, Gujarat:
વીઓ :- NSG ની ટીમ દ્વારકા ખાતેના જગત મંદિર ની વ્યાપક સુરક્ષા સમીક્ષા માટે પહોંચી છે. આ નિરીક્ષણમાં મંદિરના અંદરના તેમજ બહારના ભાગો ને આવરી લેવામાં આવ્યા હતા.જગત મંદિરને પહેલેથી જ ઝેડ-પ્લસ શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત છે. જેમાં પોલીસ અને SRP (સ્ટેટ રિઝર્વ પોલીસ) ની વિવિધ ટીમો તેની સુરક્ષા માટે તૈનાત છે. દ્વારકાનું જગત મંદિર ઐતિહાસિક રીતે દુશ્મન રાષ્ટ્રોનું નિશાન રહ્યું છે. આ જ કારણથી તેને ઝેડ-પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.આ ઉચ્ચ સ્તરની સુરક્ષા હોવા છતાં મંદિરની સુરક્ષા સંબંધિત કેટલાક અખબારી અહેવાલોએ ભારત સરકારને ચિંતિત કરી હતી, જેના પગલે આ સમીક્ષાની જવાબદારી NSG ગ્રુપને સોંપવામાં આવી હતી.NSG ટીમ જગત મંદિરના વિવિધ ભાગોનું નિરીક્ષણ કરશે અને તેની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સુરક્ષા-સંબંધિત સૂચનો પ્રદાન કરશે.
0
Share
Report
Dwarka, Gujarat:
વિઓ 01 :- દ્વારકાના શહેરની સાથે સાથે ગ્રામીય વિસ્તારમાં પણ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલ ડોઝર ગરજ્યું છે દ્વારકા તાલુકાના ગોરિંજા ગામે દરિયા કિનારે આવેલ 25 વર્ષ જૂનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું છે અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી પણ યોગ્ય જવાબ ના મળતા દ્વારકા SDM અને મામલતદારની ટિમો ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું ખુલ્લી કરવામાં આવેલ જમીનની કિંમત 50 લાખ રૂપિયા મળવામાં આવે છે.
બાઈટ :- જીનેશ મહેતા,મામલતદાર દ્વારકા
વીઓ 02 :- આ દબાણ હટાવતા પહેલા તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તેનો સંતોષકારક જવાબ ન મળતાં, દ્વારકાના SDM અને મામલતદારની ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ધાર્મિક દબાણને દૂર કર્યું હતું. દબાણમુક્ત કરાયેલી આ જમીનની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.
બાઈટ:- આમોલ આવટે, પ્રાંત અધિકારી,દ્વારકા
0
Share
Report
Vadodara, Gujarat:
DATE:03/07/2025
LOCATION:PADRA
APRUVAL BY : STORY IDEA
PKG
પાદરા તાલુકાના વડુ ગામે સરકારી હોસ્પિટલમાં તબીબની દાદાગીરી સામે આવી હતી પાદરાના વડુ સરકારી હોસ્પિટલમાં રાત્રી દરમિયાન હાજર તબીબે દર્દી સાથે ગેર વર્તણુક કર્યા નો વિડીયો સોસીયલ મીડિયા માં વાઇરલ થવા પામ્યો હતો જેમાં રાત્રી દરમીયાન ઇમરજન્સીમાં સગર્ભા મહિલા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં પહોંચી હતી જ્યાં ફરજ પર હાજર તબીબે મહિલા ના પતિ સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કર્યું હતું જ્યાં બીજી તરફ રાત્રી દરમિયાન અન્ય એક હૃદય ના દર્દીને દુખાવો ઉપડતા દર્દી સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચ્યો હતો જ્યાં તેને સારવાર ન મળતા ભારે હોબાળો મચાવ્યો હતો સમગ્ર મામલે જિલ્લાભરમાં ટોક ઓફ ટાઉન મુદ્દો બન્યો હતો જ્યારે સમગ્ર મામલે zee 24 કલાક દ્વારા આજ રોજ રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વડુ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી જેમાં વહેલી સવાર થી એક મહિલા ઝાડ પડતા ઇજાગ્રસ્ત થવા પામી હતી અને હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેને કલાકો સુધી સારવાર ન મળતા પરિવાર માં રોષ જોવા મળ્યો હતો બીજી તરફ આજ રોજ આયુષ્યમાન ભવ હેલ્થ કેમ્પ નું આયોજન હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે સમયસર કોઈપણ તબીબ હાજર ન રહેતા દર્દીઓમાં ભારે રોજ જોવા મળ્યો હતો બીજી તરફ zee 24 કલાકના રિયાલિટી ચેક માં સમયસર તબીબ હાજર ન હોવાનો ખુલાસો થવા પામ્યો હતો ત્યારે તબીબના કેબિનમાં બે એસી બે પંખા અને લાઈટ ચાલુ હતી સાથે કેબિનમાં તબિબ કે કોઈપણ પ્રકારનો સ્ટાફ હાજર નહોતો રહ્યો ત્યારે સમગ્ર મામલે જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર સાથે ગામના સરપંચ દ્વારા આરોગ્ય વિભાગ પર રોષ ઠાલવ્યો હતો
બાઈટ : હેમરાજસિંહ પરમાર ( સરપંચ )
બાઈટ : તબીબના સગા
બાઈટ : અર્જુનસિંહ પઢિયાર(જિલ્લા પંચાયત સદસ્ય )
બાઈટ : WKT
0
Share
Report
Mumbai, Maharashtra:
Date-3july2025
Rep-prathamesh tawade Loc-mira bhayander Slug-MIRAROAD PROTEST Feed send by 2c Type -PKG
Slug- मिरा भाईंदर मध्ये अमराठी व्यापाऱ्याला मनसे मारहाण प्रकरण
आज मीरा भाईंदर मध्ये व्यापाऱ्यांची बंदची हाक
एकत्र येऊन निषेध केला व्यक्त. अँकर - मिरारोड मध्ये मारवाडी दुकानदाराला मनसे कार्यकर्त्यांनी मराठी बोलण्यावरून चोप दिला होता , त्यानंतर आज मनसे विरोधात मीरा-भाईंदर मध्ये जैन , मारवाडी , गुजरात व्यापारी संघटनेने मिरा भाईंदर मध्ये बंदची हाक दिली आहे... शेकडो व्यापारी व नागरिक या आंदोलनात सहभागी झाले.. मिरा रोड पूर्वेच्या हिरवी हॉलमध्ये या सर्व नागरिकांनी जमल्यानंतर हाताला काळया फीती बांधून घडलेल्या प्रकाराबाबत संताप व्यक्त करत आंदोलण केले. ..मोर्चा काढण्यासाठी पोलिसांनी परवानगी दिली नव्हती अशी माहिती समोर येत आहे... अखेर पोलिसांनी घटनास्थळी पोहोचून घडलेल्या प्रकाराबाबत आम्ही मनसैनिकांवर गुन्हे दाखल केले आहेत अशी समजूत काढून वातावरण शांत केले...
बाईट- प्रकाश गायकवाड, डीसीपी. बाईtu-आंदोलनकर्ते , व्यापारी .
મીરા ભાઈંદરમાં અમરાઠી વેપારીને મનસેની મારઝૂડના મામલે આજે મીરા ભાઈંદરમાં વેપારીઓએ બંધનું એલાન આપ્યું અને એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું. એન્કર: મીરા રોડમાં મનસેના કાર્યકરોએ એક મારવાડી દુકાનદારને મરાઠી બોલવા પર માર માર્યો હતો. આ ઘટના બાદ આજે મનસેના વિરોધમાં મીરા-ભાઈંદરમાં જૈન, મારવાડી અને ગુજરાતી વેપારી સંગઠનોએ બંધનું એલાન આપ્યું. સેંકડો વેપારીઓ અને નાગરિકો આ આંદોલનમાં જોડાયા. મીરા રોડ પૂર્વના હિરવી હોલમાં આ તમામ નાગરિકો એકઠા થયા અને હાથમાં કાળી ફીત બાંધીને આ ઘટના અંગે રોષ વ્યક્ત કરીને આંદોલન કર્યું. મોરચો કાઢવા માટે પોલીસે પરવાનગી આપી ન હતી એવી માહિતી સામે આવી છે. આખરે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ બાબતે મનસેના કાર્યકરો સામે ગુનો નોંધ્યો હોવાની સમજૂતી આપીને વાતાવરણ શાંત કર્યું. બાઈટ: પ્રકાશ ગાયકવાડ, ડીસીપી. બાઈટ: આંદોલનકર્તા, વેપારી.
0
Share
Report
Rajula, Gujarat:
રાજુલા ખાતે ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વય વંદના આયુષ્માન કેમ્પ યોજાયો
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કોઈપણ વર્ગના ૭૦ વર્ષથી વધુ ઉમરના લોકોને મફત સારવાર મળી રહે તેવા ઉદ્દેશ સાથે રાજુલાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વય વંદના આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેનો ૨૮૦૦ ઉપરાંત લાભાર્થીઓએ લાભ લીધો હતો.
રાજુલા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આશા બહેનો અને આરોગ્ય સ્ટાફની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ અને આરોગ્ય કેન્દ્ર કક્ષાએ વય વંદના આયુષ્માન કાર્ડની કામગીરી કરવામા આવી હતી.જેમા વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ પોતાના આયુષ્માન કાર્ડ કઢાવ્યા હતા.જયારે ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે લાભાર્થીઓને આયુષ્માન વય વંદના કાર્ડનુ અર્પણ કરવામા આવ્યા હતા.
0
Share
Report
Bhanvad, Gujarat:
ભાણવડ તાલુકના ગ્રામ્ય વિસ્તારમાં પણ એક દિવસ ના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી..
એક કલાક માં એક ઇંચ થી વધુ વરસાદ નોંધાયો...
ભાણવડ શહેર તેમજ ભાણવડ તાલુકાના , જામપર, ગુંદા, ચાંદવડ,રોજીવાડા,સાજડીયારી સહિત ના ગ્રામ્ય વિસ્તાર માં ધોધમાર વરસાદ શરૂ.
ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થી મુખ્ય બજારો માં અને ખેતરો માં પણ પાણી વહેતા થયા...
ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ...
0
Share
Report
Rajula, Gujarat:
બ્રેકિંગ
અમરેલી/રાજુલા
રાજુલા માં ચાલતી આંગણવાડી ના એક વર્ષ ના મકાન ના ભાડા બાકી
આંગણવાડી ઓ ચાલે છે ભાડા ના મકાન માં
છેલ્લા એક વર્ષ ના મકાન ના ભાડા બાકી હોવાથી મકાન માલિકો દ્વારા ભાડું આપો અથવા મકાન ખાલી કરો
આંગણવાડી ની બહેનો દ્વારા ધારાસભ્યો હીરાલાલ સોલંકીને અપાયું આવેદનપત્ર
ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા આ બાબતે તાત્કાલિક ઘટતું કરવાની ખાતરી
ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા અધિકારીઓને ટેલિફોનીક જાણ કરવામાં આવી
બાઈટ..મોઠીયા ફાલ્ગુનીબેન
આંગણવાડી સંચાલક
0
Share
Report