Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

દ્વારકા મંદિરોમાં VIP દર્શનના નામે ઉઘરાણાંનો ચોંકાવનારો કિસ્સો!

Lakhani Jaydeep
Jul 04, 2025 13:06:19
Dwarka, Gujarat
એંકર :- દ્વારકા સહિત 32 મંદિરોમાં તંત્રની જાણ બહાર VIP દર્શનના નામે ઉઘરાણાં? વીઓ :- હરિ ઓમ નામની એક મોબાઈલ એપ્લિકેશન દ્વારા દ્વારકા અને બેટ દ્વારકા સહિત દેશભરના 32 જેટલા મંદિરોમાં VIP દર્શનના નામે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ એપ્લિકેશન દ્વારકાધીશ મંદિરમાં વ્યક્તિ દીઠ ₹800 અને બેટ દ્વારકાધીશ મંદિરમાં વ્યક્તિ દીઠ ₹501 જેવી રકમો વસૂલતી હતી. જોકે, આ સમગ્ર પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે જાણવા મળ્યું કે સંબંધિત તીર્થસ્થાનોના વહીવટી તંત્રો આ એપ્લિકેશન વિશે સંપૂર્ણપણે અજાણ હતા. દ્વારકાના જાગૃત નાગરિક ધનવંત વાયડા દ્વારા આ એપ્લિકેશનની હેલ્પલાઇન પર ફોન કરીને VIP દર્શન માટે લેવાતા ₹800ની પુષ્ટિ કરતો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ મામલો વધુ ગરમાયો હતો. આ ઘટના બાદ, તાત્કાલિક અસરથી આ એપ્લિકેશન અને તેની વેબસાઇટ પરથી દ્વારકાનું નામ હટાવી દેવામાં આવ્યું છે. આ કિસ્સામાં "હરિ ઓમ" એપ્લિકેશનની સચ્ચાઈ, તેની કાર્યપ્રણાલી, અને સૌથી અગત્યનું, જો તે ખરેખર પૈસા લેતી હોય, તો તે પૈસા કોના ખિસ્સામાં જાય છે તેની ઝીણવટભરી તપાસ થવી અત્યંત જરૂરી છે. ધાર્મિક આસ્થાના નામે થતી આ સંભવિત છેતરપિંડી પર તાત્કાલિક અંકુશ મૂકી, દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement