Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

NSG ટીમે દ્વારકાના જગત મંદિરની સુરક્ષા સમીક્ષા શરૂ કરી!

Lakhani Jaydeep
Jul 03, 2025 15:33:59
Dwarka, Gujarat
વીઓ :- NSG ની ટીમ દ્વારકા ખાતેના જગત મંદિર ની વ્યાપક સુરક્ષા સમીક્ષા માટે પહોંચી છે. આ નિરીક્ષણમાં મંદિરના અંદરના તેમજ બહારના ભાગો ને આવરી લેવામાં આવ્યા હતા.જગત મંદિરને પહેલેથી જ ઝેડ-પ્લસ શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત છે. જેમાં પોલીસ અને SRP (સ્ટેટ રિઝર્વ પોલીસ) ની વિવિધ ટીમો તેની સુરક્ષા માટે તૈનાત છે. દ્વારકાનું જગત મંદિર ઐતિહાસિક રીતે દુશ્મન રાષ્ટ્રોનું નિશાન રહ્યું છે. આ જ કારણથી તેને ઝેડ-પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.આ ઉચ્ચ સ્તરની સુરક્ષા હોવા છતાં મંદિરની સુરક્ષા સંબંધિત કેટલાક અખબારી અહેવાલોએ ભારત સરકારને ચિંતિત કરી હતી, જેના પગલે આ સમીક્ષાની જવાબદારી NSG ગ્રુપને સોંપવામાં આવી હતી.NSG ટીમ જગત મંદિરના વિવિધ ભાગોનું નિરીક્ષણ કરશે અને તેની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સુરક્ષા-સંબંધિત સૂચનો પ્રદાન કરશે.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement