Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

એક વર્ષીય બાળકના અચાનક મોતથી પરિવારને લાગ્યો ધક્કો

PDPRASHANT DHIVRE
Jul 14, 2025 09:11:22
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ STORY એંકર:સુરત શહેરના સચિન જીઆઇડી સાઈ ભૂપત રો હાઉસમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની શિવજી મોર્યાના એક વર્ષીય પુત્ર લલિતનું તાવ આવ્યાના માત્ર એક જ દિવસમાં મોત થતાં પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બાળકના અણધાર્યા અવસાનથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે. કારણ કે તેને કોઈ ગંભીર બીમારી ન હતી. વીઓ:1 મળતી માહિતી પ્રમાણે શિવજી મોર્યા જેઓ એક કંપનીમાં સુપરવાઈઝર તરીકે કાર્યરત છે. અને હાલ શહેરના સચિન GIDC વિસ્તારમાં રહે છે. તેમના પુત્ર લલિતને અચાનક તાવ આવ્યો હતો.તાવ આવતાની સાથે જ પરિવારજનો તાત્કાલિક લલિતને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. વીઓ:2 પરિવારજનોના જણાવ્યા અનુસાર, લલિતને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે, કારણ કે બે મહિના પહેલા જ પરિવારે તેમના એકમાત્ર પુત્ર લલિતનો પ્રથમ જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. અચાનક બાળકને રાત્રિ દરમિયાન તાવ આવ્યો હતો. પરિવારજનો સવારે હોસ્પિટલ ખાતે લઈ આવતા તબીબોએ બાળકને મૃતક જાહેર કર્યો હતો. બાઈટ: શિવજી મોર્યા (મૃતક બાળકના પિતા) વીઓ:3 આ ઘટના બાદ સચિન GIDC પોલીસે બાળક લલિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બાળકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઘટનાએ ફરી એકવાર બાળકોના સ્વાસ્થ્ય અને રોગચાળાની સંભવિત અસરો અંગે ચિંતા જગાવી છે. પ્રશાંત ઢીવરે -સુરત STORY
7
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top