Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

સુરતમાં માતાના ઠપકાથી 22 વર્ષીય પુત્રએ આપઘાત કર્યો!

PDPRASHANT DHIVRE
Jul 14, 2025 09:11:29
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ STORY એંકર:સુરતના ડિંડોલી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. જ્યાં માતાએ નોકરી કરવા બાબતે ઠપકો આપતા ૨૨ વર્ષીય પુત્રએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આ ઘટનાથી પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વીઓ:1 ડિંડોલી નવાગામ, ગાયત્રી નગરમાં રહેતો 22 વર્ષીય રોહિત કડરે ગતરોજ રાત્રે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. રોહિતના સંબધી મામા ભરતભાઈ શીરસાઠએ જણાવ્યું કે રોહિતને તેની માતાએ નોકરી કરવા બાબતે ઠપકો આપ્યો હતો.માતાના આ ઠપકાથી રોહિતને લાગી આવતા તેણે મોડી રાત્રે આત્મઘાતી પગલું ભર્યું હતું.એકના એક પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ માતા પૂનમબહેન ચોંકી ઉઠ્યા હતા અને તેમણે બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. યુવકને તાત્કાલિક નીચે ઉતારી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે, સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોએ રોહિતને મૃતક જાહેર કર્યો હતો. બાઈટ: ભરત શીરસાઠ (મૃતકના સંબધી મામા) સમગ્ર ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વીઓ:2 પ્રાપ્ત માહિતી અનુસાર, રોહિત મૂળ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના શિરપુરનો વતની છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના પરિવાર સાથે ડિંડોલી નવાગામ, ગાયત્રી નગરમાં રહેતો હતો. સૌથી દુઃખદ વાત એ છે કે, પૂનમબહેન કડરેએ છ મહિના પહેલા જ પોતાની પુત્રીને બીમારીના કારણે ગુમાવી હતી. ત્યારે હવે એકના એક પુત્રએ સામાન્ય બાબતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા માતા પૂનમબહેન ગમગીની અને શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પ્રશાંત ઢીવરે -સુરત STORY
9
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top