Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

સુરતના ખેડૂતો સરકાર સામે લડવા તૈયાર, ટ્રેક્ટર રેલીનું આયોજન!

SVSANDEEP VASAVA
Jul 13, 2025 14:33:42
Surat, Gujarat
સ્ક્રિપ્ટ એલર્ટ સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- ઓલપાડ (સુરત) સ્લગ :-1307ZK_SRT_KHEDUT_BETHAK_2 એન્કર... સુરત જિલ્લામાં હવે ખેડૂતો લડી લેવાના મૂળ દેખાય રહ્યા છે. પાવરગ્રીડ કંપની ની સાથે સાથે સરકાર સામે મોરચો માંડવાની તૈયારી બતાવી છે. આગામી દિવસોમાં હજારો ખેડૂતો સાથે સંમેલન યોજી ટ્રેકટર રેલી યોજી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. વિઓ... છેલ્લા દોઢ વર્ષ થી સુરત જિલ્લામાંથી પસાર થનાર 765 કેવી પાવર ગ્રીડ, સ્તરલાઈટ કંપની સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. જમીન સંપાદન મુદ્દે ધારાધોરણ વગર યોગ્ય વળતર નહિ ચુકાવતા જિલ્લા ના ખેડુત હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકાના ભાદોલ ગામે આવેલા ખેડૂતો સમાજ દ્વારા ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઓલપાડ તાલુકા માંથી પસાર થનાર 765 હેવી લાઈન ના વિરોધ માં હવે ખેડુતોઓએ સરકાર સામે મોરચો માંડવાની તૈયારી બતાવી છે.આ બેઠક માં ઓલપાડ તાલુકા સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ :- પરિમલ પટેલ (પ્રમુખ : સુરત ખેડુત સમાજ) વિઓ... ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ પટેલ દ્વારા ખેડૂતોને સંધે શક્તિ કળયુગે વાક્ય યાદ રાખી એને અનુસરવાનો સમય આવ્યો હોવાની વાત કરાઈ હતી. એમણે સ્પષ્ટ આક્ષેપ કરતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર જ્યારે અદાણીને ફાયદો કરાવવા બેઠા હોય ત્યારે સંગઠિત થઈને લડવું એજ એક માત્ર વિકલ્પ રહ્યો છે. સરકાર ગમે તે પક્ષની હોય પરંતુ ખેડૂત સમાજ હંમેશા દુઃખના સમયમાં ખેડૂતોની સાથે ઊભો રહ્યો છે અને હંમેશા ઊભો રહશે. તેમજ ઓલપાડ તાલુકામાં આવનારી દિવસોમાં ખેતર માં ખેતી નહિ ફક્ત ઉદ્યોગોજ હશે. તેમજ ખેતરમાં આવતા સોલાર પ્લાન્ટો પણ ખેડૂતો માટે ચિંતા નો વિષય છે. બાઈટ :- જયેશ પટેલ (પ્રમુખ : ગુજરાત ખેડુત સમાજ ) વિઓ... ખેડૂતો સાથે ની બેઠક માં હવે આગેવાનો સ્પષ્ટ કહી દીધું છે કે હવે લડાય કંપની સામે નહી સરકાર સામે છે. કારણે કે કંપની અને સરકાર ખેડૂતો ને ગુમરાહ ગેરમાર્ગે કરે છે. જેને પગલે આગામી દિવસો માં હજારોની સંખ્યામાં પ્રથમ બેઠક ખેડુત મહા સંમલેન બારડોલી કેદારેશ્વર મંદિર ખાતે યોજાશે. ત્યારબાદ ટ્રેક્ટર રેલી મારફતે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડુતો ની સાથે હવે મહિલાઓ પણ જોડાશે. તેમજ ઓલપાડ સુરત થી લઈ ને હવે દક્ષિણ ગુજરાતમાં આંદોલનને વેગ અપાશે બાઈટ :- દર્શન નાયક (સહકારી આગેવાન : સુરત)
3
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top