Back
Surat394111blurImage

Surat - એક તરફ ખેડૂતો ને ખાતર નથી મળતું ત્યાં ખાતર ની કાળા બજારીનો પર્દાફાશ

Ketankumar Manilal Patel
Apr 17, 2025 06:16:57
Kim, Gujarat
સુરત જિલ્લા ફરીવાર સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી, ખેડૂતોને અપાતું સબસીડી યુક્ત ખાતર નો જેથ્થા કાળા બજારી કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે. યુરિયા ખાતરની બેગમાંથી અન્ય બેગમાં પલ્ટી કરી સગેવગે થતાં લાખો ની કિંમત નું સબસીડાઇસ ખાતરનો જથ્થો ઝપ્ત કરી એક આરોપી ને ઝડપી પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે. એક તરફ ખેડૂતો સબસીડી યુક્ત ખાતર માટે વલખા મારી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતો ને મળવા પાત્ર સબસીડી યુક્ત ખાતર નું કાળા બજારી સામે આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ ને બાતમી આધારે માંગરોળ ના વાલેસા ગામે રેડ કરી હતી. વાલેસા ગામે આવેલ રોહીટ વસાહત માં એક કાચા મકાન ની અંદર મોટા પ્રમાણમાં ખાતર નો જથ્થો મળી આવ્યો હતો. સરકાર દ્વારા ખેડૂતો ને અપાતા સબસીડી યુક્ત ખાતર નો હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું હતું. ઘર માંથી ખાતર ની કુલ 1188 બેગો મળી આવી હતી
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com