Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510

કુરન ગામમાં CM ભૂપેન્દ્ર પટેલે શાળાનું લોકાર્પણ કર્યું!

RAJENDRA THACKER
Jun 29, 2025 05:01:38
Sadhara, Gujarat
Rajendra Thacker Kutch Approved Hamimbhai PKG story location:kuran 110km એંકર: *રાજ્યના પ્રથમ સરહદી ગામ કુરનમાં નાના ભૂલકાઓની આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ* *કન્યા કેળવણી મહોત્સવને સાર્થક બનાવવા દરેક દીકરીઓને ભણાવવા વાલીઓને મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો* *કચ્છના કુરન ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો; બાળકો સાથે વ્હાલભેર કરી ગોષ્ઠી* *નવનિર્મિત કુરન પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોકાર્પણ* * *શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજી મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યા; શાળામાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ અને કામગીરીની સમીક્ષા કરી* કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ સરહદી ગામ એવા કચ્છના કુરનમાં નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવી હરખભેર પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કુરન ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ કરી વર્ગખંડમાં બાળકો સાથે ગોષ્ઠી કરી હતી અને શાળા પરિસરની મુલાકાત લીધી હતી. કચ્છની સરહદે આવેલા કુરન ખાતેથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજી શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બાળકો ભણી અને આગળ વધે તે જોવાની જવાબદારી શિક્ષકોની સાથે વાલીની પણ છે. કન્યા કેળવણી મહોત્સવને સાર્થક બનાવવા આપણી દીકરીઓ ભણી આગળ વધે તે માટે દરેક વાલી તેમની દીકરીઓને અવશ્ય ભણાવવા માટે અનુરોધ કર્યો હતો. વધુમાં કુરન ગામમાં ભણી ગણીને કેટલા લોકો ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, આર્મી વગેરેમાં નોકરીમાં જોડાયા છે તેની પૃચ્છા કરી હતી. બાળકોની સાથે કાલીધેલી ભાષામાં ગોષ્ઠી કરતા તેમણે શાળાએ નિયમિત આવવા જણાવ્યું હતું અને બાળકો પાસે ઘડિયા પણ બોલાવ્યા હતા. બાઈટો: : પ્રવીણભારથી ગુસાંઈ સરપંચ કુરન ગ્રામ પંચાયત : જાલુભા સોઢા પૂર્વ સરપંચ ગામ, અગ્રણી : હિતેશ સોલંકી એસસાર કોર્ડીનેટર એનજીઓ : નિતીન મહેશ્વરી શિક્ષક કુરન શાળા : દર્શન ફ્ફ્લ વિધાર્થી શિલ્પા રાણાજી સોઢા વિદ્યાર્થીની સી એમ ના મુદા wtsp પર
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement