Back
પિતાએ બાળક સાથે આપઘાત કર્યો, વ્યાજખોરોના ત્રાસને blamed!
Idar, Gujarat
એપ્રુવલ તપનભાઇ
૩૦-૦૬-૨૫
સ્લગ આરોપી
એન્કર
સાબરકાંઠાના ફિંચોડમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પિતાએ બાળક સાથે કુવામાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી જેને લઈને જાદર પોલીસ સ્ટેશનમાં નવ વ્યાજખોરો સામે ફરિયાદ નોધાઇ હતી ત્યારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
વીઓ-૦૧
ઇડર તાલુકાના ફિંચોડ ગામમાં ચાર દિવસ પહેલા વ્યાજખોરોના ત્રાસથી પિતાએ પોતાના પાચ વર્ષીય બાળક સાથે ગામના નરેશભાઈ ભીખાભાઈ પટેલના કુવામાં પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી ત્યારબાદ સુસાઈટ નોટ મોબાઈલમાં વોટેસઅપ ગ્રુપમાં ફરતી હતી.જાદર પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોચીને ઇડર ફાયર બ્રિગેડની મદદથી કુવામાંથી પિતા અને પાચ વર્ષીય બાળકની લાશ બહાર કાઢી હતી ત્યારબાદ બંને મૃતદેહોને પીએમ માટે ઇડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જાદર પોલીસે ઘટનાને લઈને અકસ્માતે મોતનો ગુનો નોધી પંચનામું કરીને પીએમની કાર્યવાહી શરુ કરી હતી ત્યારબાદ બંને મૃતદેહો પરિવારજનોને સોપ્યા હતા.ત્યરબાદ પરિવારજનોએ અંતિમ વિધિ કરી હતી.
બાઈટ-સ્મિત ગોહિલ,નાયબ પોલીસ અધીક્ષક,ઇડર ડીવીઝન
વીઓ-૦૨
ફિંચોડમાં પિતા અને બાળક બંને સાથે કુવામાં પડતું મુકીને આપઘાત કાર્ય બાદ જાદર પોલીસ સ્ટેશનમાં મૃતક ૩૮ વર્ષીય કનૈયાલાલ નારાયણભાઈ નાયી અને પાચ વર્ષીય જીયાનને લઈને કનૈયાલાલના ભાઈ હિતેન્દ્રભાઈએ વોટેસઅપ ગ્રુપમાં જોવા મળેલ સુસાઈટ નોટને લઈને જાદર ફરિયાદ નોધાવી હતી જેને લઈને જાદર પોલીસે ફરિયાદ આધારે ઇડર તાલુકાના ફિંચોડ,પ્રતાપપુરા,ખોડમ,કમાલપુર,ફલાસણ ઉપરાંત હિંમતનગર અને ગાંધીનગરના નવ વ્યાજખોરો સામે ગુનો નોધી કાર્યવાહી શરુ કરી છે.ત્યારે નવ પૈકી એક આરોપી હિંમતનગરનો ફિરોજ મેમણને ઝડપી લઈને આગળની કાર્યવાહી હત ધરી છે.ત્યારે પોલીસને હજી ઓરીજન સુસાઈટ નોટ મળી નથી જેને લઈને પોલીસ પણ વોટેસએપમાં ફરતી સુસાઈટ નોટ શોધી રહી છે જયારે બાકીના ફરાર આઠ આરોપીઓન પકડવાની તજવીજ હાથ ધરી છે.
આરોપી
1-પાર્થરાજસિંહ કિરીટસિંહ ઝાલા રહે.ઇડર
2-હરેશકુમાર વિનોદભાઇ પટેલ રહે.પ્રતાપપુરા તા.ઇડર
3-લાલાભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે.ફિચોડ તા.ઇડર
4-હિતેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ રહે.કમાલપુર તા.ઈડર
5-ફિરોજ અયુબભાઇ મેમન(મેનેજર) રહે.હિંમતનગર
6-જીતેંદ્રસિંહ પ્રવિણસિંહ કુંપાવત હાલ રહે.ગાંધીનગર
7-જયંતીભાઇ મણાભાઇ પટેલ રહે.ફલાસણ તા.ઇડર
8-દિલાવરસિંહ લાલસિંહ રાઠોડ રહે.ખોડમ તા.ઇડર
9-મૌલીકભાઈ શીવાભાઈ નાયી રહે.ફિચોડ તા.ઇડર જી.સાબરકાઠા.
શૈલેષ ચૌહાણ,ઝી ૨૪ કલાક,સાબરકાંઠા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement