Back
સુરત સુમુલ ડેરીમાં વિવાદ: રાજુ પાઠક સામે માનસિંગ પટેલની કાર્યવાહી!
Surat, Gujarat
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન : સુરત (સુરત )
સ્લગ :-2806ZK_SRT_SUMUL_VIVAD_2
ફીડ :- સ્થળ વીડિયો, બાઈટ, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત સુમુલ ડેરી ના ઉપ પ્રમુખ રાજુ પાઠક વિરુદ્ધ આખરે પ્રમુખ માનસિંગ પટેલે શરૂ કરી કાર્યવાહી. રાજુ પાઠક ની તાનાશાહી સામે સચિવ એ રિપોર્ટ કરતા ફરી સહકારી અને રાજકીય વાતાવરણ ગરમાયુ છે. તો બીજી તરફ સુમુલ ડેરી ના સનલગ્ન ડેરું નો ગેરવહીવતનો વીડિયો પણ સામે આવ્યો છે.
વિઓ...
સુરત અને તાપી જિલ્લા ના દૂધ ઉત્પાદકો ની જીવ દોરી ગણાતી સુમુલ ડેરી ફરી વિવાડે ચડી છે. જેમાં સુમુલ ના પ્રમુખ માનસિંગ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક વચ્ચે વિવાદ ચરમસીમાએ પોહચ્યો છે. વિવાદ એ છે કે સુમુલ ડેરી માં 300 જેટલી જગ્યા એ ભરતી પ્રક્રિયા કરવામાં આવનાર હતી. જેનો ઉપ પ્રમુખ રાજુ પાઠકે વિરોધ કર્યો હતો. બોર્ડ ની મંજૂરી લીધા બાદ આ ભરતી પ્રક્રિયા માટે જાહેરાત પણ બહાર પાડવામાં આવી હતી. જેનો ઉપ પ્રમુખ રાજુ પાઠકે વિરોધ કર્યો હતો.
બાઈટ :- માનસિંગ ભાઈ પટેલ (ચેરમેન સુમુલ ડેરી સુરત)
વિઓ...
ભરતી પ્રક્રિયા ની પરીક્ષા બાદ નિમણૂક કરવામાં આવનાર હતી. જોકે આ પ્રક્રિયા રાજુ પાઠકે અટકાવી દેતા વિવાદ ઉભો થયો હતો. જે અંગે માનસિંગ પટેલ દ્વારા સચિવ ને રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેમાં રાજુ પાઠક ની તાનાસાહિ જણાવી છે.જવાબદાર વિભાગ ના સચિવ સંદીપ કુમારે સમગ્ર મામલે જિલ્લા રજીસ્તાર પાસે રિપોર્ટ મંગાવ્યો હતો. બીજી ઘટના એ બની કે સુરત તાપી જિલ્લા માં કેટલીક દૂધ મંડળીઓ દૂધ બહાર થી લાવી કોલ્ડ સ્ટોરેજ માં સંગ્રહ કરી એ દૂધ મંડળી માં ભરતા હતા. આવી મંડળીઓ ને સુમુલ ના એમ ડી દ્વારા 3 કરોડ નો દંડ ફટકાર્યો હતો. જે દંડ રાજુ પાઠકે માફ કરવા એમ ડી ઉપર દબાણ કરી મારવા હાથ ઉગામ્યો હતો. જ્યારે પણ સુમુલ ચૂંટણી આવે એટલે રાજુ પાઠક અને માનસિંગ પટેલ જૂથ વચ્ચે વિવાદ સર્જાય છે. ત્યારે આ વખતે ભાજપ મોવડી મંડળ પણ બંને આગેવાનો ને કડક પાઠ ભણાવી યોગ્ય દાખલો બેસાડે તે જરૂરી થઈ પડયું છે.
બાઈટ :- માનસિંગ ભાઈ પટેલ... ચેરમેન સુમુલ ડેરી સુરત..
વિઓ...
તો બીજી તરફ સમુલ ડેરી સાથે સીધી રીતે વહીવટી રીતે સંકળાયેલ ઓલપાડ તાલુકાના પિંજરત ગામનો વિડિઓ વાઇરલ થયો હતો. પિંજરત સેવા સહકારી મંડળી ના પ્રમુખ એ ઉતાર્યો હતો વિડિઓ. ખાનગી ડેરી ને ગામના સભાસદો દૂધ આપી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે જેને પગલે ખાનગી ડેરી ના માલિક દ્વારા આ દૂધ સુમુલ ડેરી ના સમલગ્ન બંધ થવાના આરે મંડળી ઓને પહોંચાડવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. ડેરી બંધ થવાના આરે મંડળી ઓ ને જીવંત રાખવાનું સમગ્ર કાવતરું હોવાનું જણાવી રહ્યા છે. મંડળી જીવંત રહેશે તો સુમુલના લાભો મળતા રહેશે તેમજ મંડળી જીવંત રહેશે તો વોટ આપવાનો અધિકાર જીવંત રાખવાનો પ્રયાશ કરાયો, સમગ્ર કાવતરા પાછળ મોટા માથા ની સંડોવણી હોવાનું પરંતુ નામ લેવાનો ઇન્કાર કાંતિ પટેલ કર્યો હતો. અગાઉ પણ મહારાષ્ટ્ર થી સુમુલ ડેરી માં દૂધ આવતું હોવાની રાવ ઉઠી હતી પરંતુ કોઈ પગલાં લેવાયસ ન હતા.
બાઈટ :- કાંતિ પટેલ (પ્રમુખ :- પિંજરત ડેરી)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement