Back

Surat - ઓલપાડ તાલુકાના ખેડૂતોએ સિંચાઈ વિભાગની આડોડાઈ ને કારણે જાતે નહેરની સાફ સફાઈ કરવાની ફરજ પડી
Palod, Gujarat:
ઓલપાડ તાલુકાના બરબોધન, ભાડુંત સહિતના ગામોમાં જાતે નહેરમાં ઉતરી સાફ સફાઈ કરવાની ફરજ પડી હતી
નહેરમાં લીલનું સામ્રાજ્ય જામી જતા ઓલપાડ ના કાંઠાના ગામડાઓમાં પૂરતું પાણી પહોંચતું ન હોવાથી નહેર ખાતાના અધિકારીઓને વારવાર રજૂઆત કર્યા છતાં સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી ન કરાતા ખેડૂતો અકળાયાખેડૂતોએ નહેરની સાફ કરી વિડિયો વાયરલ કરતા નહેર વિભાગની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી હતી
0
Report
Surat - માંગરોળના પીપોદરા GIDC માં આગની ઘટના બની
Palod, Gujarat:
પીપોદરા GIDC માં આવેલ ટ્રેડિંગ વેસ્ટ યાર્ન ના ગોડાઉનમાં લાગી હતી આગ આગના પગલે અફડા તફડીનો માહોલ ERC કામરેજ સહિત બે ફાયર ફાઇટર ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો આગ શોર્ટ સર્કિટ થી લાગ્યાનું અનુમાન
0
Report
Surat - માંગરોળના મોસાલીની દુકાનમાં 4.5 લાખની ચોરી ના મામલે એલસીબીએ રીઢા ચોરને ઝડપી પાડયો
Palod, Gujarat:
તાજેતરમાં 3 એપ્રિલ 2025ના રોજ માંગરોળ તાલુકાના મોસાલી ગામમાં રામદેવ કરિયાણા દુકાનની ઉપરના મકાનમાંથી 4.50 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. આ કેસમાં એલસીબી શાખાએ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો.પોલીસે e-GujCop એપ્લિકેશન દ્વારા આરોપીની ઓળખ કરી હતી. આરોપી અગાઉ પણ વિવિધ ગુનાઓમાં પકડાયેલો રીઢો ગુનેગાર હતો. આરોપી હર્ષદભાઈ તન્ના કુડસદ ગામની સમૂહ વસાહતમાં હિતેશભાઈ પ્રજાપતિની બિલ્ડિંગમાં ભાડાની રૂમમાં રહે છે.પોલીસે આરોપીના રૂમમાંથી ચોરીના 4 લાખ રૂપિયા રિકવર કર્યા હતા.
0
Report
Surat - માંડવીના મોટા નોગામા ગામ નજીક કાજુ ભરેલો ટેમ્પો પલ્ટી માર્યો, મદદની જગ્યાએ લોકોએ કાજુ જયાફત ઉડાવી
Kim, Gujarat:
માંડવી ના મોટા નોગામા ગામ નજીક ટાયર ફાટી જતા ટેમ્પો પલ્ટી મારી ગયો હતો ટેમ્પો પલ્ટી મારી જતા કાજુ ભરેલા કેરેટ રોડ પર પથરાયા રાહદારીઓ વાહન ચાલકોએ કાજુ ની જયાફ્ટ ઉડાવીકોઈ કે ખિસ્સામાં કાજુ ભર્યા, કોઈક રૂમાલ માં ભર્યા, ટોપી માં પણ ભર્યા, હાથમાં લઈ દાણાચરા ની જેમ કાજુ આરોગ્યાં મદદ કરવાની જગ્યાએ લોકોએ કાજુ ખાવાની મઝા લીધી.
0
Report
Surat - કડોદરા પોલિસ સ્ટેશન ની હદ વિસ્તાર માંથી ઝડપાયા બોગસ ડોક્ટરો
Palod, Gujarat:
તાતી થૈયા ગામે આવેલ સોની પાર્ક 1.અને 2 માં ડિગ્રી વગર દવાખાનું ચાલતા ત્રણ ડોક્ટરો ઝડપાયાસુરત જિલ્લા એસોજી એ અલગ અલગ મેડિસિન અને સાધનો ક્લિનિક માંથી કબ્જે કર્યા.એસોજી એ ત્રણ બોગસ ડોકટરો અને દોઢ લાખની મેડિસિન અને સાધનો કબ્જે કર્યા...જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બોગસ ડોક્ટરોનો ફાટ્યો છે રાફડો...એસોજી એ બોગસ ડોક્ટરોને ઝડપતા લેભાગુ ક્લિનિક ચલાવતા ઝોલા છાપ ડોક્ટરોમાં ફફડાટ...એસોજી એ ત્રણે ડોક્ટરોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી
0
Report
Surat - માંગરોળના લિંડીયાત ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નવનિર્મિત મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
Palod, Gujarat:
લોકાર્પણ કાર્યક્રમમાં નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ,વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ,ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સહિત વીજ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા,નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું હતું અને વિવિધ કચેરીઓને જનતા માટે ખુલ્લી મૂકી હતી,લિંડીયાત ખાતે વીજ કંપની દ્વારા તૈયાર થયેલ મકાનમાં મોલવણ,મોટા બોરસરા,પીપોદરા સહિત કડોદરા ઇન્ડસ્ટ્રીઝ પેટા કચેરી તૈયાર કરવામાં આવી છે,લોકોના પ્રશ્નોનો જલ્દી નિકાલ અને હાલાકી દૂર થાય તે માટે એક જ મકાનમાં વિવિધ વિસ્તારોની પેટા કચેરીઓ બનાવવામાં આવી છે, નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું હતું
0
Report
Surat - સુરતના કામરેજ ના વાવ ગામ પાસે નેશનલ હાઇવે 48 પર ટ્રકે પલટી મારી
Kim, Gujarat:
ટ્રકનું ટાયર ફાટતા આ અકસ્માતની ઘટના બની ઘટના ને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયોસુરત જિલ્લા NHAI અને ટ્રાફિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ ક્રેન ની મદદથી ટ્રકને સીધો કર્યોકોઈ મોટી જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો
0
Report
Surat - એક તરફ ખેડૂતો ને ખાતર નથી મળતું ત્યાં ખાતર ની કાળા બજારીનો પર્દાફાશ
Kim, Gujarat:
સુરત જિલ્લા ફરીવાર સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી, ખેડૂતોને અપાતું સબસીડી યુક્ત ખાતર નો જેથ્થા કાળા બજારી કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે. યુરિયા ખાતરની બેગમાંથી અન્ય બેગમાં પલ્ટી કરી સગેવગે થતાં લાખો ની કિંમત નું સબસીડાઇસ ખાતરનો જથ્થો ઝપ્ત કરી એક આરોપી ને ઝડપી પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.
એક તરફ ખેડૂતો સબસીડી યુક્ત ખાતર માટે વલખા મારી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતો ને મળવા પાત્ર સબસીડી યુક્ત ખાતર નું કાળા બજારી સામે આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ ને બાતમી આધારે માંગરોળ ના વાલેસા ગામે રેડ કરી હતી. વાલેસા ગામે આવેલ રોહીટ વસાહત માં એક કાચા મકાન ની અંદર મોટા પ્રમાણમાં ખાતર નો જથ્થો મળી આવ્યો હતો. સરકાર દ્વારા ખેડૂતો ને અપાતા સબસીડી યુક્ત ખાતર નો હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું હતું. ઘર માંથી ખાતર ની કુલ 1188 બેગો મળી આવી હતી
0
Report