Back
Sabarkantha383001blurImage

હિંમતનગર માં સિદ્ધિવિનાયક મંદિરે 31 માં વર્ષે ગણેશ મહોત્સવ

Shailesh Chauhan
Sept 07, 2024 14:26:47
Himatnagar, Gujarat

હિંમતનગરના મહાવીરનગરમાં હરિઓમ સોસાયટીની સિદ્ધિ વિનાયક મંદિરમાં સતત 31મું વર્ષ ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. હિંમતનગરથી કાંકરોલ રોડ પર આવેલ સી.કે. રેસીડેન્સીમાં યજમાન નિખીલભાઈ મહેન્દ્રભાઈ પટેલના ઘરેથી 5 ફૂટના ગણેશજીની માટીની મૂર્તિ શોભાયાત્રા સ્વરૂપે હરિઓમ સોસાયટીમાં લાવવામાં આવી હતી. અહીં ગણેશજીની મૂર્તિનું શુભમુહુર્તે પૂજન કરી સ્થાપન કરવામાં આવ્યું અને યજમાનના હસ્તે આરતી કરવામાં આવી. મહોત્સવ પંડાલમાં દરરોજ રાત્રીના 9 કલાકે આરતી યોજાશે.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com