સાબરકાંઠાના હિંમતનગરમાં આજે દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ પૂર્ણ થતા શાંતિનાથ દેરાસરથી શોભાયાત્રા યોજાઈ હતી.સાથે આર્યિકા માતાજી,સમાજના ભાઈઓ,બહેનો મહારાજ અને તપસ્વીઓ પણ જોડાયા હતા. દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ 8 સપ્ટેમ્બર શરુ થયા હતા.અને મંગળવારેને 17 સપ્ટેમ્બરે પૂર્ણ થયા બાદ મિચ્છામી દુકડમ સાથે બુધવારે સવારે મહાવીરનગર ચાર રસ્તે આવેલ શાંતિનાથ દિગંબર જૈન દેરાસરથી ભગવાનની શોભાયાત્રા શરુ થઇ હતી જેમાં આર્યિકા માતાજી, ભાઈઓ, બહેનો અને તપસ્વીઓ જોડાયા હતા.