Back
Porbandar की अनोखी गरबा: पुरुष ही खेलते, टोपियाँ अनिवार्य
SBShilu Bhagvanji
Sept 23, 2025 14:21:53
Porbandar, Gujarat
2309 ZK PBR TOPI
FORMAT-PKG
DATE-23-09-2025
LOCATION-PORBANDAR
APPROVAL-STORY IDEA
એન્કર-
આધુનિક યુગમાં મોટાભાગના યુવાનો અન ખેલૈયાઓ ખાનગી ગરબીઓમાં રમવા જવાનુ પસંદ કરી રહ્યા છે ત્યારે પોરબંદર શહેરમાં છેલ્લા 101 વર્ષથી ભદ્રકાલી માતાજીના મંદિરે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર કે ખોટા ઘોંઘાટ વગર માત્ર દેશી ઢોલ અને મંઝીરાના નાદ સાથે ગરબા રમવામાં આવે છે.આ ગરબાની સૌથી મહત્વની વાત એ છે કે,અહી માત્ર પુરુષો જ ગરબી રમે છે છે અને ગરબે રમતી વખતે સૌ કોઈએ ટોપી પહેરવી ફરજીયાત છે.તો ચાલો જોઈએ પોરબંદરની આ અનોખી અને પ્રાચિન ગરબીની અન્ય શુ વિશેષતાઓ છે.
વીઓ-1
રાજ્યમાં છેલ્લા થોડા વર્ષોથી ખાનગી ગરબીઓનુ ચલણ વધ્યુ હોય અને યુવાનોમાં પણ આવી ગરબીઓમાં જવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે પોરબંદરમાં હજુ પણ એવી પ્રાચીન ગરબીઓનુ અસ્તીત્વ છે કે જેણે આજે પણ આપણી જુની સાંસ્કૃતિક અને પ્રાચિન પરંપરાને જાળવી રાખી છે.પોરબંદર શહેરમાં પ્રાચિન ગરબીની વાત આવે ત્યારે સૌ કોઈના મુખેથી એક જ નામ નીકળે છે અને તે છે ભ્રદ્રકાલીની ગરબી.છેલ્લા 101 વર્ષથી યોજાતી આ ગરબીની ખાસીયત એવી છે કે,આ ગરબીમાં ફક્ત પુરુષો ગરબે જ રમે છે અને તે પણ કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર કે ઈલેકટ્રોનિક યંત્રોના ઉપયોગ વગર.હાર્મોનીયમ અને દેશી ઢોલ અને મંજીરાના નાદ સાથે અહી ગરબા રમવામાં આવે છે.આ ગરબીમાં રમતા પુરુષો ભ્રદ્રકાલી માતાજીના ગરબા સ્વમુખે ગાય છે તો સામે યુવાનો પણ ગરબે ઘુમતા-ઘુમતા આ ગરબાને સ્વમુખે ઝીલતા જાય છે અને રમતા જાય છે.આ ગરબીની સૌથી વધુ આશ્ચર્ય વાત જો કોઈ હોય તો તે છે ટોપી.જી હા ગરબીમાં ટોપી વગર રમવા પર પ્રતિબંધ છે.અહી ગરબા રમવા માટે ટોપી પહેરી ફરજીયાત છે અને ટોપી પહેરાવાની પરંપરા અંગે ગરબીના આયોજકેએ એવુ જણાવ્યુ હતુ કે,પહેલાના સમયમાં જ્યારે કોઈ શુભકાર્ય થતુ ત્યારે લોકો ટોપી પહેરતા તેથી અહીની ગરબીમાં પણ માતાજીની અમાન્યા જળવાઈ રહે તેવા હેતુથી ગરબીમાં ટોપી પહેરવી ફરજીયાત હોવાનુ આયોજક રામજી બામણીયાએ જણાવ્યુ હતુ.આ સિવાય આ ગરબીની અન્ય વિશેષતાઓ અંગે પણ જુઓ શુ કહ્યુ તેઓએ.
બાઈટ-1
રામજી બામણીયા
આયોજક,ભદ્રકાલી ગરબી મંડળ
વીઓ-2
આજે ખાનગી ગરબીઓમાં મોંઘી ટીકીટો ખર્ચીને ગરબા રમવા જતા મોટા ભાગના યુવાનોમાં નિસ્વાર્થ અને દેશી પરંપરાગત ગરબે રમવાને બદલે તેઓને પ્રિન્સ-પ્રિન્સેસનો ખિતાબ મળે તે માટે રમતા જોવા મળે છે.ત્યારે પોરબંદરની ભદ્રકાલી ગરબીમાં દરકે વયના લોકો ખાનગી ગરબીઓમાં રમવા કે જોવા જવાને બદલે પોરબંદરની ભદ્રકાલી મંદિર જેવી પ્રાચિન ગરબીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી રમતા જોવા મળી રહ્યા છે.અને અહી રમીને પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે તો આ જ પરંપરાને આગળ પણ જાળવી રાખશે તેવુ તેઓ જણાવતા જોવા મળી રહ્યા છે.
બાઈટ-2
કેયુર વાજા
ખેલૈયા,પોરબંદર
બાઈટ-3
ચેતન બામણીયા
ખેલૈયા,પોરબંદર
વીઓ-3
આપણી સંસ્કૃતિની ધરોહર સમાન ભદ્રકાલી ગરબીને નિહાળતા એટલુ જરુર કહી શકાય કે,અહી ખેલૈયાઓ ગરબી રમાવાની સાથે માતાજીની આરાધના પણ કરતા હોય તેવી અનુભુતી થાય છે તેથી આવી સાંસ્કૃતિક ગરબીઓ આવનારી પેઢી જોઈ શકે તે માટે આવી ગરબીઓ ચાલુ રહે તેમજ યુવાનો પણ ખાનગી ગરબીઓનો મોહ થોડો ઓછા કરી આ ગરબીમાં રમીને આપણો વારસો જાળવે તે જરુરી છે.
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowSept 23, 2025 16:03:400
Report
BPBurhan pathan
FollowSept 23, 2025 16:03:280
Report
NDNavneet Dalwadi
FollowSept 23, 2025 15:18:150
Report
ARAlkesh Rao
FollowSept 23, 2025 14:30:100
Report
URUday Ranjan
FollowSept 23, 2025 13:50:113
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 13:49:593
Report
DMDURGESH MEHTA
FollowSept 23, 2025 12:46:300
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 12:09:133
Report
TDTEJAS DAVE
FollowSept 23, 2025 12:01:020
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 11:51:373
Report
GPGaurav Patel
FollowSept 23, 2025 10:33:470
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:32:570
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:05:150
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:04:470
Report