Back
भावनगर में कॉलन वॉटर का काला कारोबार: 6 गिरफ्तार, 20 लाख जप्त
NDNavneet Dalwadi
Sept 23, 2025 15:18:15
Bhavnagar, Gujarat
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: ભાવનગર.
તારીખ: ૨૩/૦૯/૨૦૨૫.
સ્ટોરી: એબીબીબી.
એપ્રુવલ: અસાઈમેન્ટ.
સ્લગ: ભાવનગરમાં નશાકારક પ્રવાહીનું વેચાણ કરતા છ ઇસમો ઝડપાયા.
એન્કર:
ભાવનગર જિલ્લામાં ચાલતા નશાના કાળા કારોબારનો પોલીસે કર્યો પર્દાફાસ, ભાવનગર પોલીસે અલગ અલગ ચાર જગ્યાએ દરોડા પાડી કોલન વોટરની 20,000 થી વધુ નંગ બોટલ ઝડપી લીધી છે. પોલીસે 20 લાખથી વધુના મુદ્દામાલ સાથે કુલ છ આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે અન્ય એક ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વિઓ ૧:
ભાવનગર જિલ્લામાં નવા પોલીસ અધિક્ષક ની નિમણૂક થયા બાદ બૂટલેગરો પર કડક કાર્યવાહી હાથ ધરી શહેર જિલ્લામાં ચાલતા દારૂ, જુગારના અડ્ડાઓ બંધ કરાવી દીધા છે. પરંતુ બુટલેગરો પણ પોલીસને ચેલેન્જ ફેંકતા હોય તેમ ગેરકાયદેસર ધંધો કરવાના નવા નવા કીમિયા ગોતી જ લેતા હોય છે. અને આવા જ એક નશાના કાળા કારોબારનો ભાવનગર પોલીસે પર્દાફાશ કરતા અલગ અલગ 4 તાલુકામાં રેડ કરી 20 લાખથી વધુના મુદ્દામાલ સાથે છ ઇસમોને ગેરકાયદેસર નશાકારક પ્રવાહી તરીકે કોલન વોટરનું વેચાણ કરતા ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર પોલીસને શહેર જિલ્લામાં નશાકારક પીણા તરીકે કોલન વોટર નું મોટાપાયે ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોવાની ગુપ્ત માહિતી મળી હતી, જે માહિતીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તપાસ હાથ ધરી હતી, જે બાતમીને આધારે વરતેજ પોલીસની હદમાં આવતા સીદસર ગામે આવેલી જય ચામુંડા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં પોલીસે દરોડો કર્યો હતો. જેમાં તપાસ દરમિયાન કોલન વોટર ની 56 જેટલી બોટલો મળી આવી હતી, પોલીસે બોટલો કબજે કરી ત્રણ આરોપીઓ ની ધરપકડ કરી હતી, જે ગુનામાં ઝડપાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા તપાસનો દોર ગારીયાધાર સુધી લંબાયો હતો. સીદસર ખાતે જય ચામુંડા પ્રોવિઝન સ્ટોર ધરાવતો વેપારી અબૂધ લોકોની અજ્ઞાનતા ના લાભ લઈ કોલન વોટર નું નશાકારક પીણા તરીકે વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ભાવનગર એસ.ઓ.જી અને વરતેજ પોલીસે સંયુક્ત રેડ કરતા નશા ના સમગ્ર રેકેટનો પર્દાફાસ થયો હતો.
વિઓ ૨:
ભાવનગર જિલ્લામાં નશાકારક પ્રવાહીનું પીણા તરીકે વેચાણ કરતા ઇસમો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વરતેજ ના સીદસર ગામેથી પ્રોવિઝન સ્ટોર ધરાવતા જીગર ચાવડા નામના ઝડપાયેલ આરોપીની પૂછપરછ દરમ્યાન પાલીતાણાના જીલન પારેખનું નામ સામે આવ્યું હતું, જીલન પારેખ આખા રેકેટમાં ડિસ્ટ્રિબ્યુટર તરીકે કામ કરતો હતો, પોલીસે જીલન પારેખને ઝડપી લઈ વધુ પૂછપરછ કરતા ગારિયાધાર ખાતે બે સગા ભાઈઓ કોલન વોટરની ફેક્ટરી ચલાવતા હોવાની વિગતો બહાર આવી હતી, જેને લઈને પોલીસે ગારિયાધાર ખાતે રેડ કરતા કોલન વોટર નો મસમોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં ખુશાલ માણીયા અને જીગ્નેશ માણીયા નામના બે ઇસમો ફેક્ટરીમાં જથ્થાબંધ કોલન વોટરને અલગ અલગ પ્રકારના સુગંધના લેબલો લગાવી બોટલોમાં કોલન વોટર ભરી વેચાણ કરતા હતા, તપાસ દરમ્યાન કોલન વોટરની 10932 બોટલ મળી આવી હતી, પોલીસે આ મામલે બંને ભાઈઓને ઝડપી લઈ વધુ પૂછપરછ કરતા પાલીતાણા અને મહુવામાં પણ કોલન વોટર નું નશાકારક પ્રવાહી તરીકે વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળતા પોલીસે બંને સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસ રેડ દરમ્યાન પાલિતાણામાં જીલન પારેખના તાબા માંથી કોલન વોટરની 9360 બોટલો મળી આવી હતી, તેમજ મહુવા ખાતેથી પણ મોહન રાઠોડ અને ભાવેશ ચાવડાના ઇસમો પાસેથી કોલન વોટરની 123 બોટલો મળી આવી હતી, પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી, મહુવા ખાતે નોંધાયેલ ગુન્હામાં પ્રદીપ નામના આરોપી નું પણ નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
વિઓ ૩:
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં ચાલતો હતો નશાનો કાળો કારોબાર, જેમાં ખુશાલ માણીયા અને જીગ્નેશ માણીયા નામના બે ઇસમો ફેક્ટરીમાં જથ્થાબંધ કોલન વોટર મંગાવી તેને નાની નાની બોટલોમાં ભરી 70 રૂપિયાના ભાવે વેચાણ કરતા હતા, જેમાં પાલીતાણા નો જીલન પારેખ નામનો ઇસમ જે ભાવનગર, પાલીતાણા અને મહુવામાં ડિસ્ટ્રિબ્યુટર તરીકે કોલન વોટર સપ્લાય કરતો હતો, બાકીના આરોપીઓ જીલન પારેખ પાસેથી નશાકારક કોલન વોટર મંગાવી 100 થી વધુના ભાવે વેચાણ કરતા હતા, પોલીસે અલગ અલગ ત્રણ ગુન્હામાં સંડોવાયેલા જીલન પારેખ સામે અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહી દરમ્યાન 20 લાખથી વધુ કિંમતની કોલન વોટરની 20 હજારથી વધુ બોટલો મળી આવતા કાયદેસર કાર્યવાહી હાથ ધરી તમામ ઇસમોને જેલ હવાલે કરી દીધા છે. જ્યારે અન્ય એક ફરાર આરોપીને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે અન્ય જિલ્લામાં પણ નશાના કાળા કારોબાર અંગે તપાસ હાથ ધરતા સુરત અને ભાવનગર માંથી વધુ બે શંકાસ્પદ ઇસમોની માહિતી મળતા વધુ તપાસ હાથ ધરી છે.
વિઓ ૪:
કોલન વોટરના આલ્કોહોલનું પ્રમાણ 63 થી 67 ટકા જેટલું હોય છે, મોટાભાગે તેને પરફ્યુમ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે, જે પીવા લાયક હોતું નથી, તેમજ તેના સેવનથી લીવર, જઠર અને કિડની પર ગંભીર અસરો થતા તેનું સેવન કરનાર વ્યક્તિનું ટૂંકા ગાળામાં મોત પણ થઈ શકે છે, ગારિયાધારના બંને ઇસમો આ કેમિકલ મેળવવામાં કોઈ લાયસન્સ ની જરૂર ના હોય તેને નશાકારક પ્રવાહી તરીકે વેચાણ કરી લોકોની જિંદગી સાથે ખિલવાડ કરતા હતા. પોલીસે નશાકારક પ્રવાહીના વેચાણના રેકેટનો પર્દાફાસ કરી છ આરોપીની ધરપકડ કરી હતી, જેને કોર્ટમાં રજૂ કરતા તમામ ઇસમોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
બાઈટ: નિતેશ પાંડે, પોલીસ અધિક્ષક, ભાવનગર. (૧ અને ૨) હિન્દી બાઈટ સાથે.
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 23, 2025 18:15:244
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 23, 2025 17:47:114
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 23, 2025 16:46:132
Report
LJLakhani Jaydeep
FollowSept 23, 2025 16:45:470
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 16:03:403
Report
BPBurhan pathan
FollowSept 23, 2025 16:03:284
Report
ARAlkesh Rao
FollowSept 23, 2025 14:30:100
Report
SBShilu Bhagvanji
FollowSept 23, 2025 14:21:532
Report
URUday Ranjan
FollowSept 23, 2025 13:50:113
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 13:49:593
Report
DMDURGESH MEHTA
FollowSept 23, 2025 12:46:301
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 12:09:135
Report
TDTEJAS DAVE
FollowSept 23, 2025 12:01:020
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 11:51:373
Report