Back
महेसाणा-पाटण के किसान: ONGC पर भूमि-भाड़े के सही मूल्य की मांग
TDTEJAS DAVE
Sept 23, 2025 12:01:02
Mehsana, Gujarat
મહેસાણા-પાટણના ખેડૂતોની ONGC અને કલેક્ટર સાથે બેઠક.
જમીન સંપાદન, ભાડું અને રોજગારીના મુદ્દે રજૂઆત.
ખેડૂતોએ ONGCના અધિકારીઓ સાથે બેઠક યોજી.
ટેલિકોમ કંપની કરતાં 10 ગણું ઓછું ભાડું મળતું હોવાનો આક્ષેપ.
ખેડૂતોના સંતાનોને નોકરી અને કોન્ટ્રાક્ટ આપવાની માંગ.
એન્કર; - મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતોએ આજે ONGC સામે મોરચો માંડ્યો છે. વર્ષોથી જમીન સંપાદન અને યોગ્ય વળતરના મુદ્દે શોષણ થતું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં ONGCના ઉચ્ચ અધિકારીઓ અને કલેક્ટરની હાજરીમાં એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતોએ પોતાની મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી.
વિઓ; -1 મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતો આજે એક થયા અને પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો. ONGC દ્વારા જમીન સંપાદન, ભાડું, પાઇપલાઇન અને રોજગારી જેવા મુદ્દાઓને લઈને વર્ષોથી ચાલતા અન્યાયનો અંત લાવવા માટે ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી. ખેડૂત નેતા અલ્પેશકુમાર પટેલના જણાવ્યા મુજબ, ONGC દ્વારા 30-40 વર્ષથી જે જમીનો હંગામી ધોરણે સંપાદિત કરાઈ છે. તેને કાયમી કરવી જોઈએ. આ ઉપરાંત, વર્તમાનમાં ONGC પ્રતિ ચોરસ મીટર ₹36.40નું નજીવું ભાડું ચૂકવે છે. જ્યારે ટેલિકોમ ટાવર કંપનીઓ આના કરતાં દસ ગણું વધારે ભાડું આપે છે. ખેડૂતોની માંગ છે કે આ ભેદભાવ દૂર થવો જોઈએ અને તેમને યોગ્ય ભાડું મળવું જોઈએ.
બાઈટ; -અલ્પેશ પટેલ-- -- -- -- ખેડૂત આગેવાન
વિઓ; -2 આ ઉપરાંત, ખેડૂતોએ પાઇપલાઇનના વળતરનો મુદ્દો પણ ઉઠાવ્યો. ખેતરોમાંથી પસાર થતી પાઇપલાઇનને કારણે જમીનની કિંમતમાં મોટો ઘટાડો થાય છે. તેથી, ખેડૂતોએ એવી પણ માંગ કરી છે કે પાઇપલાઇનવાળી જમીન માટે પણ ONGC પાસેથી ભાડું મળવું જોઈએ. એટલું જ નહીં, ખેડૂતોએ રોજગારીનો મુદ્દો પણ ભારપૂર્વક રજૂ કર્યો. તેમની માંગ છે કે જે ખેડૂતોની જમીન ONGC દ્વારા સંપાદિત કરવામાં આવી છે. તેમના લાયકાત ધરાવતા સંતાનોને ONGCના કોન્ટ્રાક્ટમાં નોકરી આપવામાં આવે. આ ઉપરાંત, લેન્ડ લુઝર ખેડૂતોની સંસ્થાઓને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે જેથી વધુમાં વધુ લોકોને લાભ મળી શકે. સમગ્ર મામલે યોગ્ય કરવા કલેક્ટર અને ONGC એ ખેડૂતોને સાંત્વના આપી હતી.
બાઈટ; -સુનિલકુમાર-- -- -- -ED ONGC
બાઈટ; -એસ કે પ્રજાપતિ-- -- -- કલેક્ટર
આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો, ONGCના ઉચ્ચ અધિકારીઓ અને કલેક્ટર હાજર રહ્યા હતા. આ મુદ્દે ONGC દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. ખેડૂતોને આશા છે કે આ બેઠકમાંથી તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવશે અને વર્ષોથી ચાલી આવતા શોષણનો અંત આવશે.
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowSept 23, 2025 13:50:110
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 13:49:592
Report
DMDURGESH MEHTA
FollowSept 23, 2025 12:46:300
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 12:09:130
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 11:51:370
Report
GPGaurav Patel
FollowSept 23, 2025 10:33:470
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:32:570
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:05:150
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:04:470
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:02:480
Report
VSVISHAL SINGH
FollowSept 23, 2025 09:52:042
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 09:07:291
Report
KBKETAN BAGDA
FollowSept 23, 2025 09:07:204
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:07:092
Report