Back
बनास डेरी चुनाव में फॉर्म चेकिंग के दौरान नेता तपे-तपा कन्फ्लिक्ट
ARAlkesh Rao
Sept 23, 2025 14:30:10
Vaghrol, Gujarat
નોંધ-ફીડ FTP કરેલ છે
FTP-2309 ZK BNK FORM PKG
સ્લગ - ફોર્મ ચકાસણી
બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણીને લઈ આજે ઉમેદવારોની ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી. બનાસ ડેરીના 16 ડિરેક્ટરોની ચૂંટણી માટે 35 ઉમેદવારોના ફોર્મ મંજુર થયા છૅ. જો કે બનાસ ડેરી માટે 6 બેઠકો બિન હરીફ જાહેર થઈ છૅ.જોકે ફોર્મ ચકાસણી દરમ્યાન પાલનપુર બેઠક પર રાજકારણમાં ગરમાવો લાવતી ઘટના બની.પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીના હરીફ ઉમેદવાર ભરત પટેલે વાંધો રજૂ કર્યો. પરંતુ ગણતરીના કલાકોમાં જ વાંધો પરત ખેંચી દેતા ભરત પટેલ પર પાર્ટી દબાણની વાતો વહેતી થઈ છૅ...
એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાની સૌથી મહત્વની સહકારી સંસ્થા બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ રહી છે. આગામી 10 ઓક્ટોબરે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પ્રક્રિયાને લઇ આજે ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી. જે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે તે તમામ ઉમેદવારો આજે ફોર્મ ચકાસણી માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જોકે આ ફોર્મ ચકાસણી દરમિયાન પાલનપુર બેઠક પરથી બનાસ ડેરીની ચૂંટણીમાં ઝંપલાવનાર પૂર્વ કેન્દ્રિય મંત્રી હરી ચૌધરી ના ઉમેદવારી ફોર્મ સામે તેમના હરીફ ઉમેદવાર ભરત પટેલે વાંધો રજૂ કર્યો હતો. ભરત ચૌધરી એ ચૂંટણી અધિકારીને લેખિતમાં વાંધો રજૂ કરતા રાજકારણ ગરમાયું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ પોતાની મંડળીનો ઠરાવ નિયમો અનુસાર ન કર્યો હોવાનો વાંધો રજૂ કર્યો હતો પરંતુ ગણતરીના કલાકો બાદ આ વાંધો ભરત પટેલે પરત ખેંચી લીધો છે જોકે વાંધો પરત ખેંચવા મામલે ભાજપે ભરત પટેલને પ્રેશર કર્યું હોવાનું લોકમુકે ચર્ચાઈ રહ્યું છે. જોકે પોતાનો વાંધો પરત ખેંચ્યા બાદ ભરત પટેલ મીડિયાથી બચવા ઉભી પૂંછડીએ ભાગ્યા. જ્યારે ભરત પટેલને વાંધા બાબતે પૂછ્યું તો ભરત પટેલે "નો કોમેન્ટ" નું નિવેદન આપી ચાલતી પકડી લીધી. ઉલ્લેખનીય છે કે બનાસ ડેરીની ચૂંટણીમાં છ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. 10 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ 10 બેઠકોની ચૂંટણી માટે 29 ઉમેદવારો મેદાને રહયા છૅ. જોકે આવતી કાલથી ફોર્મ પરત ખેંચવાની શરૂઆત થશે ત્યારે કયા નેતા મેદાન છોડે છે અને ક્યાં નેતા મેદાનમાં રહે છૅ તે જોવું રહેશે...
બાઈટ - પી જે ચૌધરી (દાંતીવાડા)
( આજે મારી ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ છે. પાર્ટી જે નિર્ણય કરશે...)
બાઈટ - તેજાભાઈ ભુરીયા (લાખણી)
( મેં મારું ફોર્મ આજે ચકાસણી કરાવી દીધી છે. લાખણીમાંથી બે ફોર્મ ભરાયા છે પાર્ટી જે નિર્ણય કરશે...)
બાઈટ - બાબુભાઈ ચૌધરી(કાંકરેજ)
( કાંકરેજ માંથી મેં પાર્ટી પાસે ચૂંટણી લડવા તૈયારી બતાવી હતી પાર્ટીનું મને ફોન આવ્યો છે...)
બાઈટ-ભરત પટેલ-ઉમેદવાર -પાલનપુર વિભાગ
(હું કઈ નહિ બોલું તમે અધિકારીને પૂછી લો)
બાઈટ - મિહિર પટેલ (કલેકટર બનાસકાંઠા)
( બનાસ ડેરીની ચૂંટણીમાં છ બેઠકો બિનહરીફ થઈ છે હવે 35 ઉમેદવારોના..)
અલકેશ રકવ - બનાસકાંઠા
9687249834
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 23, 2025 18:15:241
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 23, 2025 17:47:110
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 23, 2025 16:46:132
Report
LJLakhani Jaydeep
FollowSept 23, 2025 16:45:470
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 16:03:403
Report
BPBurhan pathan
FollowSept 23, 2025 16:03:284
Report
NDNavneet Dalwadi
FollowSept 23, 2025 15:18:152
Report
SBShilu Bhagvanji
FollowSept 23, 2025 14:21:532
Report
URUday Ranjan
FollowSept 23, 2025 13:50:113
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 13:49:593
Report
DMDURGESH MEHTA
FollowSept 23, 2025 12:46:301
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 12:09:135
Report
TDTEJAS DAVE
FollowSept 23, 2025 12:01:020
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 11:51:373
Report