Back
सुरत के वृद्ध ने धमकी से आत्महत्या की; नोट से मामला साफ
CPCHETAN PATEL
Sept 18, 2025 11:20:51
Surat, Gujarat
સુરતના બેગમપુરા ખાતે રહેતા વૃદ્ધે એસએમસીમાં નોકરી અપાવવા જતા ભેરવાયા બાદ બે વચેટીયાની ધમકીથી કંટાળીને પોતાના એપાર્ટમેન્ટની અગાસીમાં ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મહિધરપુરા પોલીસે વૃદ્ધે વ્હોટ્સએપ ઉપર લખેલી સેલ્ફ નોટના આધારે બંને વચેટીયાઓ વિરુદ્ધ આપઘાતની દુસ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરીહતી.
વિઓ.1
સુરતના બેગમપુરા દુધારા શેરી અલાયાની વાડી પંચવટી એપાર્ટમેન્ટ માં રહેતા ૫૯ વર્ષીય ચેતનકુમાર ગુણવંતલાલ પંચાલ અગાઉ કેટરીંગનું કામ કરતા હતા.પણ છેલ્લા સાત વર્ષથી તે પતી હર્ષિદાબેન સાથે નિવૃત્ત જીવન ગાળતા હતા.બી.એ સાયકોલોજીનો અભ્યાસ કર્યા બાદ તેમની દીકરી અંજલી ત્રણ વર્ષથી ઘોડદોડ રોડ ખાતે એક ડોક્ટરને ત્યાં ઇન્ટર્નશીપ કરતી હોય અને બે વર્ષ અગાઉ તેના લગ્ન યુએસએની કંપનીમાં નોકરી કરતા વરીયાવના ક્રિસ વસાણી સાથે થતા બંને વૃદ્ધ માતાપિતાની સાર સંભાળ માટે તેમની સાથેજ રહેતા હતા. અંજલી ગત બપોરે ત્રણ વાગ્યે ક્લીનીક પરથી લંચ માટે ઘરે આવી ત્યારે પિતા ત્યાં હાજર હતા નહિ, હાજર માતાને પૂછતાં તે ફોન આવતા અગાસીમાં ગયા હતા તેમ કહેતા અંજલીએ અગાસીમાં જઈને જોયું તો તેના પિતા બેભાન પડેલા હતા અને નજીકમાં ઝેરી દવાની બોટલ પણ હતી.ચેતનભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પણ થોડી સારવાર બાદ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.ચેતનભાઈને દોઢ વર્ષ પહેલા એક વ્યક્તિ મળ્યો હતો અને તેણે હું વહીવટ એસએમસીમાં નોકરી અપાવીશ, તમારી પાસે કોઈ પૈસા આપીને નોકરી લેવા માંગતું હોય તો કરી કહેજો તમને બે ત્રણ લાખનો ફાયદો થશે તેવી વાત કરતા ચેતનભાઈએ તેમના મહોલ્લામાં જ રહેતા પરેશ ઉર્ફે જાડીયો જશવંતલાલ જરીવાલા અને બેગમપુરા મોતી ટોકીઝ પાસે ચેવલી શેરીમાં રહેતા અશોક ઉર્ફે ડોકુ ચંપકલાલ રાણા મારફતે કેટલાક લોકો પાસે રૂ.૨૨ લાખ લઈ તે વ્યક્તિને એસએમસીમાં નોકરી અપાવવા આપ્યા હતા.જોકે, તે વ્યક્તિએ પૈસા લઈ નોકરીનહિ આપતા પરેશ અને અશોક ચેતનભાઈ પાસે અવારનવાર પૈસાની માંગણી કરતા હતા.આથી તેમણે પત્નીના દાગીના વેચી રૂ.૧૮ લાખ ચૂકવ્યા હતા. તેમ છતાં બંને ઘરે આવી ધાકધમકી આપતા હતા અને તેમના પત્ની અને દીકરીને પણ ગાળો આપી પૈસા આપી દેવા દબાણ કરતા હતા.આથી ચેતનભાઈએ ગતરોજ આપઘાત કરી લીધો હતો. તે પહેલા તેમણે વ્હોટ્સએપ ઉપર સેલ્ફ નોટ લખી હતી કે જેની પાસેથી રૂપીયા લીધા છે
તેને પરત આપી દીધા છે છતા ટોર્ચર કરતો હોવાથી મારા આપઘાત કરવાનું કારણ આ પરેશ જશવંતલાલ જરીવાલા છે. આ હકીકતના આધારે મહિધરપુરા પોલીસે ગતરાત્રે ચેતનભાઈની દીકરી અંજલીની ફરિયાદના આધારે જરીકામ કરતા પરેશ ઉર્ફે જાડીયો જશવંતલાલ જરીવાલા અને બુટલેગર અશોક ઉર્ફે ડોકું ચંપકલાલ રાણા વિરુદ્ધ આપઘાતની દુશપ્રેરનાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.
ચેતનભાઈએ જેમની ધમકીથી કંટાળીને આપઘાત કરી લીધો હતો તે પરેશ ઉર્ફે જાડીયો અને અશોક ઉર્ફે ડોકુ પૈકી અશોક બુટલેગર છે. તેના વિરુદ્ધ સુરતના અઠવાલાઈન્સ, મહિધરપુરા, સચીન, લાલગેટ અને ક્રાઈમ બ્રાન્ચમાં દારૂના ૧૯ ગુના, મહિધરપુરા પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસનો ગુનો મળી કુલ ૧૭ ગુના નોંધાયા છે. તેની ત્રણ વખત પાસા હેઠળ પણ અટકાયત થઇ છે. તેણે પોતાના પાંચ થી છ સગાને એસએમસીમાં નોકરી આપવાનું કહી પૈસા લઈને ચેતનભાઈને આપ્યા હતા અને ચેતનભાઈએ આગળના વ્યક્તિને આપ્યા હતા. જોકે, તે વ્યક્તિએ પૈસા લઈ કામ કર્યું નહોતું.આ વ્યક્તિ કોણ છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
બાઈટ..રાઘવ જૈન..ડીસીપી
.....
સુરત બ્રેક
મ્યુનિ.માં નોકરી અપાવવામાં ભેરવાયેલા વૃધ્ધે બે વચેટીયાની ધમકીથી આપઘાત કરી લીધો
બેગમપુરાના ૫૯ વર્ષીય ચેતનભાઈ પંચાલે ઝેરી દવા ગટગટાવી
પરેશ ઉર્ફેજાડીયો જરીવાલા, બુટલેગર અશોક ઉર્ફે ડોકુ રાણાની દુસ્પ્રેરણાના ગુનામાં ધરપકડ
ગુનાઈત ઇતિહાસ ધરાવતા બુટલેગર અશોક ઉર્ફે ડોકુએ તેના પાંચ થી છ સગાને એસએમસીમાં નોકરી આપવાનું કહી પૈસા લઈને આપ્યા હતા
રૂ 22 લાખની રકમ પચાવી પાડી હતી
દાગીના વેચી રૂા. ૧૮ લાખ ચૂકવ્યા બાદ પણ ધમકી આપતા હતા
મહિધરપુરા પોલીસે વૃદ્ધે વ્હોટ્સએપ ઉપર લખેલી સેલ્ફ નોટના આધારે બંને વચેટીયાઓ વિરુદ્ધ આપઘાતની દુસ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowSept 18, 2025 12:45:360
Report
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:19:413
Report
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:18:230
Report
MMMitesh Mali
FollowSept 18, 2025 11:53:560
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 11:08:230
Report
CJChirag Joshi
FollowSept 18, 2025 11:07:450
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:07:190
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:48:112
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 18, 2025 10:07:440
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:03:310
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:220
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:130
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:040
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:02:470
Report