Back
हीरापुर के किसान: मगफली बिक्री के लिए पंजीकरण रद्द, क्या करेंगे अब?
HBHimanshu Bhatt
Sept 18, 2025 11:08:23
Morbi, Gujarat
Slug 1809ZK_MRB_CAS_STADI
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 1809ZK_MRB_CAS_STADI
Date 18/9/25
Location MORBI
APPROVAL: VISHALBHAI
એન્કર
ટંકારા તાલુકાના હીરાપર ગામના ખેડૂતો દ્વારા રાત દિવસ જોયા વગર પરસેવો પાડીને પોતાના ખેતરમાં મગફળીનો પાક તૈયાર કરવામાં આવ્યો છે જોકે મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે તેમ છતાં પણ ટાકાના ભાવે તેઓની મગફળીનું વેચાણ કરવા માટે કરવામાં આવેલા રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવેલ છે. જેથી કરીને ખેડૂતોની હાલમાં સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે.
વીઓ
સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે પરંતુ ડિજિટલ ઇન્ડિયાના અમલીકરણમાં અનેક વિસંગતતાઓ જોવા મળતી હોય છે જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આવો જ ઘાટ ટંકારા તાલુકાના હીરાપર ગામના ખેડૂતો સાથે પણ થયો હોય તેવું સામે આવી છે ખેડૂતોએ બે દિવસ સુધી ધક્કા ખાઈને ૭/૧૨ ના દાખલા મેળવ્યા હતા ત્યારબાદ મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે બે દિવસ સુધી ધક્કા ખાઈને રજીસ્ટ્રેશન કરાવ્યું અને તેઓના ખેતરની અંદર મગફળીનો પાક અત્યારે તૈયાર થવાની અણી ઉપર છે ત્યારે ટેકાના ભાવે તેઓના મગફળીનું વેચાણ કરવા માટેના રજીસ્ટ્રેશન ને કેન્સલ કરવામાં આવ્યા છે જેથી કરીને તેઓએ મગફળીનું વેચાણ ક્યાં કરવું તે સવાલ ઉઠી ગયો છે
બાઇટ ૧: વિભાભાઇ લામકા, ખેડુત હીરાપર
વીઓ
ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર મગફળીનું ચોમાસામાં વાવેતર કરવામાં આવ્યું હતું અને ચોમાસુ મગફળીનો પાક લેવા માટે થઈને રાત દિવસ જોયા વગર મજૂરી કરવામાં આવી છે અને પરસેવો પાડવામાં આવે છે આટલું જ નહીં પરંતુ ખાતર બિયારણ અને મજૂરીના ખર્ચા પણ ચડાવવામાં આવ્યા છે તેમ છતાં પણ તેઓના ખેતરની અંદર મગફળીનું વાવેતર કરવામાં આવ્યું નથી તેવું સેટેલાઈટ મેકિંગમાં બતાવે છે જેથી કરીને ખેડૂતોની મગફળી લેવામાં નહીં આવે તેવો ઘાટ અત્યારે સર્જાયો છે પરંતુ જો ટેકાના ભાવે તેઓની મગફળીનું વેચાણ ન થાય તો ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે તેવી શક્યતાઓ છે કારણ કે ટેકાના ભાવે જે મગફળીનું વેચાણ થતું હોય છે તેના કરતાં ખુલ્લા બજારમાં ઓછી કિંમતે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવે છે આમ ખેડૂતોને ખોટ ખાઈને પોતાની મગફળી બજારમાં વેચવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે
બાઇટ ૨: પ્રકાશભાઇ સવસાણી, ખેડુત, હીરાપર
વીઓ
છેલ્લા ઘણા સમયથી ખેડૂતો રૂટીન ખેતી છોડીને વધુ કમાણી મેળવવા માટે થઈને બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે જો મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા બાદ આવી રીતે ખેડૂતોના રજીસ્ટ્રેશન ડિજિટલ મેપિંગના આધારે રદ કરવામાં આવશે તો ખેડૂતો તેમના પાકનું પૂરતું વળતર મેળવી શકતા નથી અને તે લોકોને ના છૂટકે રૂટીન ખેતી છોડવી પડે અથવા તો ખેતીને જ છોડવી પડે આવો ઘાટ સર્જાય તો નવાઈ નથી જેથી ખેડૂતોની મુશ્કેલી અને વેદના ને સમજીને સરકાર દ્વારા વાસ્તવિક રીતે જે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર મગફળીનું વાવેતર કર્યું છે અને જો તેના રજીસ્ટ્રેશન કેન્સલ થયા હોય તો તેનું સમયસર વેરિફિકેશન કરીને તેઓની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે
બાઇટ ૩: પ્રવિણભાઇ ફેફર, ખેડુત હીરાપર
વીઓ
એક બાજુ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની છેલ્લા ઘણા વર્ષોથી વાતો કરે છે અને બીજી બાજુ જ્યારે જ્યારે ખેડૂતોની જણસ તૈયાર થાય ત્યારે કાંતો જણસના ભાવ તળિયે બેસી જાય છે અને જો ટેકાના ભાવે સરકારે માલ લેવાનો હોય તો તેમાં કેટલાક ખેડૂતોના ટંકારાના હીરાપર ગામની જેમ રજીસ્ટ્રેશન રદ થાય છે અને તેના કારણે ખેડૂતોને ના છૂટકે ખુલ્લા બજારમાં પોતાનો માલ પાણીના ભાવે વેચવો પડે અને મોટી ખોટ સહન કરવી પડે આવો ઘાટ સર્જાય છે ત્યારે ખેડૂતો દ્વારા ડિજિટલ મેપિંગ એટલે કે સેટેલાઈટ મેટિંગના બદલે સ્થળ ઉપર વાસ્તવિકતા જોઈને જે ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું છે તેની મગફળી ટેકાના ભાવે લેવી જોઈએ તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:19:411
Report
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:18:230
Report
MMMitesh Mali
FollowSept 18, 2025 11:53:560
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:20:513
Report
CJChirag Joshi
FollowSept 18, 2025 11:07:450
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:07:190
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:48:112
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 18, 2025 10:07:440
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:03:310
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:220
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:130
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:040
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:02:470
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 18, 2025 09:16:312
Report