Back
डभोई में लूट का भेद उजागर, एलसीबी ने दयाराम मोहनिया पकड़ा
CJChirag Joshi
Sept 18, 2025 11:07:45
Dabhoi, Gujarat
SLUG: ZK BRD LUNT CRIME
REPORTER: CHIRAG JOSHI
FORMAT: PKG
FEED: WETRANSFER
LOCATION: DABHOI VADODARA
APPRUVAL: DESK
બ્રેકિંગ વડોદરા રૂરલ ડભોઇ
વડોદરા જિલ્લા એલસીબી ને મળી મોટી સફળતા
વેગા ચોકડી ખાતે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
ક્રાઈમ બ્રાન્ચે મૂળ એમપીના દયારામ મોહનિયા નામના આરોપીની કરી ધરપકડ
એક મહિના પહેલા શ્રીરામ ટિમ્બર્સના માલિકને માર મારી ચલાવી હતી લૂંટ
પોતાના શેઠને લૂંટવા માટે એમપીથી બોલાવ્યા હતા માણસો
અન્ય ત્રણ આરોપીઓની શોધ કોડ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી
આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો રીઢો ગુનેગાર
એંકર: વડોદરાના ડભોઇ વેગા ચોકડી ખાતે આવેલ રામ ટિમ્બર્સમાં 1 મહિના પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૂળ એમપીના ખૂંખાર આરોપી દયારામ મોહનિયા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એટલું જ નહીં આરોપીની પૂછપરછ દરમિયાન લૂંટ અને મર્ડરના એવા ગુના બહાર આવ્યા હતા કે પોલીસ પણ ચોકી ઉઠી હતી
વીઓ
વડોદરા ગ્રામ્યમાં આવેલા ડભોઇ વિસ્તારમાં લૂંટની ઘટના બાદ એલસીબીની ટીમો ત્વરિત ગતિવિધી સાથે તપાસમાં લાગી હતી. દરમિયાન બાતમીના આધારે પોલીસે જુનાગઢ જિલ્લાના વિસવદર તાલુકાના મહુડા ગામેથી દયારામ ભૂરા મોહનિયા નામના આરોપીને પકડી પાડ્યો હતો કડકાઇપૂર્વક પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો. તેણે કબુલાત કરી કે, ડભોઇના વેગા ચોકડી પાસે ડભોઇ વેગા ચોકડી ખાતે મજૂરી કામ કરતો હતો. ત્યાંથી જ તેણે લૂંટની યોજના ઘડી હતી. તેણે સહઆરોપી સાથે મળી ફરિયાદીને લોખંડની કોદાળી અને લાકડાના દંડા વડે હુમલો કરી મરી ગયા હોવાનું માની ઓરડીમાં નાખી દીધા હતા. બાદમાં રોકડા રૂપિયા 47 હજાર અને મોબાઇલ ફોનની લૂંટ કરી ભાગી છૂટ્યો હતો પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી લૂંટના પૈસામાંથી રૂ. 10 હજાર રિકવર કર્યા છે. બાકીના પૈસાની શોધખોળ ચાલી રહી છે આરોપી ટુંકા સમય માટે અલગ અલગ જગ્યાએ મજૂરી નોકરી કરતો હતો. આ દરમિયાન શેઠ દુકાનદારનો વિશ્વાસ જીતતો અને પરિસ્થિતિની માહિતી મેળવી લેતો અને થોડા સમય બાદ નોકરી છોડી દેતો અને પોતાના સાગરિતો સાથે પરત આવીને લૂંટ કે ધાડ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતો. આરોપી દયારામનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં તેના વિરુદ્ધ 7 ફરિયાદો નોંધાયેલી છે. આરોપી મધ્યપ્રદેશમાં 10 વર્ષ પહેલા હત્યાના ગુનામાં સજા ભોગવી ચૂક્યો છે. જામનગરના કાલાવાડ પોલીસ મથકમાં પણ તે નાસતો ફરતો હતો આરોપી દયારામના પકડાઈ જવાથી વડોદરા ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. પરંતુ તેના અન્ય સાગરિતો અને બાકી રહેલા લૂંટના પૈસા અંગેની તપાસ હજુ ચાલુ છે હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડભોઇ પોલીસને આરોપીનો કબજો આપવામાં આવ્યો છે ત્યારે ડભોઈ પોલીસે આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવી આગળ તપાસ હાથ ધરી છે
બાઈટ
1 સુશીલ અગ્રવાલ જિલ્લા એસ પી વડોદરા
2 પી ટુ સી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:19:411
Report
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:18:230
Report
MMMitesh Mali
FollowSept 18, 2025 11:53:560
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:20:513
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 11:08:230
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:07:190
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:48:112
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 18, 2025 10:07:440
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:03:310
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:220
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:130
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:040
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:02:470
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 18, 2025 09:16:312
Report