Back
NGT सुनवाई में मंडवी: GHCL की पर्यावरण मंजूरी पर अर्जी खारिज?
RTRAJENDRA THACKER
Sept 13, 2025 15:45:30
Sadhara, Gujarat
માંડવીમાં સોડાએશ માટે GHCLની પર્યાવરણ મંજૂરીને પડકારતી અપીલ NGT સાંભળશે
પર્યાવરણ મંજૂરીને પડકારવા થયેલી અપીલ ફગાવી દેવાની GHCLની માગ ફગાવાઈ
કચ્છના માંડવીમાં બાડા ગામે સોડાએશ અને સોડિયમ બાયકાર્બોનેટના ઉત્પાદનનો પ્રોજેક્ટ છે
ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ (GHCL)ને કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે સોડાએશ અને સોડિયમ બાયકાર્બોનેટનું ઉત્પાદન કરવા કેન્દ્ર સરકારે આપેલી પર્યાવરણીય મંજુરીને પડકારતી અપીલ સાંભળવા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ(NGT)ની પૂણે ખાતેની પશ્ચિમ ઝોનની ખંડપીઠે બહાલી આપી છે અને આવી અપીલ ફગાવી દેવાની જીએચસીએલની માગ ફગાવી તેને કોઈ જ રાહત આપવાનો ઈનકાર કર્યો હતો.
જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અધ્યક્ષ, જસ્ટીસ દીનેશ કુમાર સિંઘ ન્યાયિક સભ્ય અને ડૉ. વિજય કુલકર્ણી, નિષ્ણાત સભ્યની ખંડપીઠે પોતાના વિસ્તૃત હુકમમાં તમામ પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ જીએચસીએલ સામે થયેલી આવી અપીલ કરવાનો અરજદારને કોઈ હક જ નથી બનતો તે માત્ર આ પ્રોજેક્ટને વિલંબિત કરવાના પ્રયાસરૂપ હોવાની રજૂઆત ફગાવી દીધી હતી અને અગાઉ આ જ મુદ્દે થયેલી અપીલ સાથે જ ૧૭મી નવેમ્બર, ૨૦૨૫ના દિવસે આ અપીલની સુનાવણી યોજવાનો હુકમ કર્યો હતો.
ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડનો એવો દાવો હતો કે, આ જ પ્રકારની દલીલો, ગ્રાઉન્ડ રજૂ કર્યાની સાથે બીજી પણ આવી જ અપીલ ફાઈલ કરવામાં આવી છે. આથી જો આ અપીલ પણ સાંભળવામાં આવશે તો ટ્રિબ્યૂનલની કાર્યવાહી બેવડાશે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ અપીલ માત્ર કંપનીના આ પ્રોજેક્ટને વિલંબિત કરવાના ઈરાદે થયેલી છે અને કોડ ઑફ સિવિલ પ્રોસિજર, ૧૯૦૮ના ઓર્ડર ૨, નિયમ ૨ અન્વયે પણ જે સિદ્ધાંત નિશ્ચિત કરવામાં આવ્યા છે તેને ધ્યાને રાખી ટકી શકે તેમ નથી અને અપીલ આ તબક્કે જ ફગાવી દેવી જોઈએ.
જો કે, સામે અપીલ કરનાર પક્ષે એવી દલીલ કરી હતી કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ એક્ટ, ૨૦૧૦ની કલમ ૧૬ મુજબ, કોઈપણ અસરગ્રસ્ત વ્યક્તિને કલમ ૧૬ હેઠળ થયેલા હુકમને પડકારતી અપીલ કરવાનો સંપૂર્ણ અધિકાર મળેલો છે. આ અપીલ કલમ ૧૬(એચ) હેઠળ મળેલી પર્યાવરણીય મંજુરીને પડકારતી હોવાની હકીકત બિનવિવાદિત હોવાથી અપીલની સુનાવણી થવી જ જોઈએ.
बाइट : लक्ष्मण के गढ़वी
सामाजिक अग्रणी
National Green tribunal मै अपील करता
બાઈટ : વાંકાજી રાઠોડ
ડેરીની વ્યવસાય
બાઈટ : બાબુલાલ
ખેડૂત અને પૂર્વ સરપંચ બાળા ગ્રામ પંચાયત
બાઈટ : લક્ષ્મણ ગઢવી
સામાજિક અગ્રણી
અને એન.જી.ટીમાં ghcl સામે અપીલ કરતા
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowSept 13, 2025 18:45:521
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 18:45:410
Report
LJLakhani Jaydeep
FollowSept 13, 2025 18:45:250
Report
GKGovindbhai Karmur
FollowSept 13, 2025 16:00:244
Report
DRDarshal Raval
FollowSept 13, 2025 15:45:3710
Report
GKGovindbhai Karmur
FollowSept 13, 2025 14:48:208
Report
PTPremal Trivedi
FollowSept 13, 2025 14:46:135
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 14:46:035
Report
DRDarshal Raval
FollowSept 13, 2025 12:21:5311
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 12:16:4012
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 12:01:2714
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 12:01:219
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 11:46:207
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 11:30:417
Report