Back
भावनगर पहुँचेंगे मोदी, 1.5 लाख करोड़ के एमओयू का धमाकेदार समारोही आगमन
NDNavneet Dalwadi
Sept 13, 2025 12:16:40
Bhavnagar, Gujarat
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: ભાવનગર.
તારીખ: ૧૩/૦૯/૨૦૨૫.
સ્ટોરી: એવીબીબી.
એપ્રુવલ: ડેસ્ક.
સ્લગ: વડાપ્રધાન મોદીના ભાવનગરમા આગમન પૂર્વે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ.
એન્કર/વિઓ:
આગામી 20 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. શિપિંગ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન મેરી ટાઈમ બોર્ડ અંગે જહાજના બ્રેકિંગ, રિસાયક્લિંગ અને રીપેરીંગ તેમજ શિપ બિલ્ડીંગ સહિતના વિષયો માટે નવી પોલીસની જાહેરાત કરે એવી શક્યતા છે. મુલાકાત દરમિયાન વડાપ્રધાન સીએનજી પોર્ટનું ખાતમુહૂર્ત, વ્હીકલ સ્ક્રેપયાર્ડ તેમજ મથાવડા નજીક નવું શિપ બ્રેકિંગ યાર્ડ બનાવવાની જાહેરાત કરી શકે છે. ભાવનગરના વિશાળ દરિયાકાંઠાની જમીન પર પર્યટન ઉદ્યોગ વિકાસ પામે તેમ જ ધોલેરા સરને અનુલક્ષીને સાગરમાલા પ્રોજેક્ટ નીચે રેલવે સુવિધા ને અદ્યતન બનાવવાની જાહેરાત પણ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાવનગર ખાતે 1.50 લાખ કરોડના જુદા જુદા એમ.ઓ.યુ થવાના છે. જેમાં શિપ બિલ્ડીંગ, શિપ બ્રેકિંગ, શિપ રીપેરીંગ, વ્હીકલ સ્ક્રેપ યાર્ડ અને મીઠા ઉદ્યોગને લગતા એમ.ઓ.યુ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે થવાના છે. આ સાથે ભાવનગર શહેરમાં ચાલતા વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે થવાના છે. ભાવનગરનો પ્રથમ ફ્લાય ઓવર શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હવે વડાપ્રધાનના હસ્તે સત્તાવાર રીતે ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, વડાપ્રધાનના આગમન સમયે મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધીનો રોડ શો યોજવા સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમમાં માત્ર ભાવનગર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર પંથક સહિત પાંચ જિલ્લાના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતના આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને દિલ્હીથી ખાસ અધિકારીઓ દોડી આવ્યા હતા, તેમજ સભા સ્થળની મુલાકાત લઈ કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા, તેમજ સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજી કાર્યક્રમ અંગે જીણવટ પૂર્વકની માહિતીનું આદાન પ્રદાન કર્યું હતું. ખાસ તો એરપોર્ટથી સભા સ્થળ જવાહર મેદાન સુધીના તમામ રોડ નવા બનાવવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમ અંગે ભાવનગર કલેક્ટર મનીષકુમાર બંસલે માહિતી આપી હતી.
બાઈટ: મનીષકુમાર બંસલ, કલેકટર, ભાવનગર.
વોક થ્રુ, નવનીત દલવાડી, ભાવનગર.
7
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowSept 13, 2025 12:21:537
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 12:01:271
Report
AKArpan Kaydawala
FollowSept 13, 2025 12:01:213
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 11:46:202
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 11:30:412
Report
NJNILESH JOSHI
FollowSept 13, 2025 11:17:535
Report
NJNILESH JOSHI
FollowSept 13, 2025 11:05:013
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:51:592
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 13, 2025 10:06:028
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:05:026
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 10:04:137
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:04:039
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:548
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:327
Report