Back
पति ने पत्नी की गला घोंटकर हत्या, पुलिस ने किया गिरफ्तार
AKArpan Kaydawala
Sept 13, 2025 12:01:21
Ahmedabad, Gujarat
1309ZK_AHD_ASALALI_MURDER
એન્કર
ઘરકંકાસથી તંગ આવીને પતિએ પત્નીની કરી હત્યા. ગળે ટુંપો આપીને હત્યા કર્યા બાદ પોલીસને જાતે જ ફોન કરી હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવા માટેનો પ્રયત્ન કર્યો. જો કે શરૂઆતથી જ પતિની ભૂમિકા શંકાસ્પદ લાગતા પોલીસની ઉલટ તપાસમાં પતિની કરતુતોનો ભાંડો ફુટી ગયો હતો. અને તેણે જ ગળે ટુંપો આપીને પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે..અસલાલી પોલીસએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે..
વીઓ
અસલાલીના ભાત ગામમાં 11મી સપ્ટેમ્બરના દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. વિક્રમ રાવળ નામના યુવકએ તેની પત્નીની ગળે ટુંપો આપી દઇ હત્યા કરી દીધી છે. જો કે હત્યા કર્યા બાદ વિક્રમરાવળએ જ પોલીસને ફોન કરીને તેની પત્નીએ આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અસલાલી પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી. પોલીસને યુવતીનો મૃતદેહ નિવર્સ્ત્ર હાલતમાં ખાટલા પર જોવા મળ્યો હતો. અને તેના ગળાના ભાગે સામાન્ય ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતાં. જેથી પોલીસને આત્મહત્યાની વાત ગળે ઊતરતી ના હતી. શરૂઆતથી જ પોલીસને વિક્રમ રાવળ શંકાસ્પદ લાગતો હતો. જેથી પોલીસએ ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં વિક્રમની કરતુતોનો પર્દાફાશ થઇ ગયો હતો.અને તેણે આ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
બાઇટ - તપનસિંહ ડોડિયા, ડીવાયએસપી, અમદાવાદ ગ્રામ્ય
વીઓ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંન્નેએ ચારેક વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતાં..લગ્ન જીવન દરમિયાન એક ત્રણ વર્ષની દીકરી અને પાંચ મહીનાનો પુત્ર પણ છે..જો કે પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં હતાં. જેથી યુવતી કર્યારેક રિસાઇ તેના પિતાને ત્યાં પણ આવતી હતી. પોલીસની પૂછપરછમાં વિક્રમનું કહેવું છે કે તેની પત્નીને માનસિક બીમારી હતી. અને અવાર નવાર ઝઘડા કરતી હતી. ક્યારેક ઝઘડો થાય ત્યારે તે જાતે જ નિવર્સત્ર થઇ જતી હતી. તેના પાંચ મહીનાના પુત્રની પણ હત્યા કરી દેવાની અનેક વખત ધમકી આપતી હતી. એક વખત તેને છરીના ઘા મારવાના પણ પ્રયત્ન કર્યા હતાં. જેથી અવાર નવાર થતાં ઝઘડાથી કંટાળીને તેણે આ પગલું ભર્યું છે. તો બીજી તરફ મૃતક યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે આરોપી વિક્રમ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. અને અવાર નવાર તેની સાથે મારજુડ કરીને ત્રાસ આપતો હતો.
બાઇટ - મનુભાઇ રાવળ, ફરીયાદી
વીઓ
હાલમાં પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપી વિક્રમ રાવળની પોલીસે ધરપકડ કરી છે. જો કે તપાસ દરમિયાન હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ બહાર આવી શકે છે.
અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા , અમદાવાદ
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowSept 13, 2025 12:21:534
Report
NDNavneet Dalwadi
FollowSept 13, 2025 12:16:407
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 12:01:271
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 11:46:202
Report
RMRaghuvir Makwana
FollowSept 13, 2025 11:30:412
Report
NJNILESH JOSHI
FollowSept 13, 2025 11:17:535
Report
NJNILESH JOSHI
FollowSept 13, 2025 11:05:013
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:51:592
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 13, 2025 10:06:028
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:05:026
Report
DPDhaval Parekh
FollowSept 13, 2025 10:04:137
Report
CPCHETAN PATEL
FollowSept 13, 2025 10:04:039
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:548
Report
GPGaurav Patel
FollowSept 13, 2025 10:03:327
Report