Back
जामनगर स्कूल में स्पोर्ट्स टीचर ने विद्यार्थी के बाल काटे; हड़कंप मच गया!
MDMustak Dal
Sept 23, 2025 10:02:48
Jamnagar, Gujarat
તા.23-09-2025
રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર
સ્ટોરી ટાઇટલ : શાળાઓની તાનાશાહી
Slug : 2309 ZK JMR SCHOOL VIVAD
ફોર્મેટ : PKG
લોકેશન : જામનગર
એન્કર :
જામનગર શહેરમાં એક ખાનગી અને એક સરકારી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે તાનાશાહી કરી હોય તેવી ઘટના સામે આવી છે. જેના પગલે શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી છે. જામનગર નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના સ્પોટ ટીચરે તેમજ નવાનગર હાઇસ્કુલના શિક્ષકે વિદ્યાર્થીના શિસ્ત ભંગના પગલે માથાના વાળ કાપી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે.
વિઓ : 01
જામનગર નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંકુલ અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યું છે ત્યારે જામનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરની તાનાશાહીના પગલે શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વાળમાં તેલ નહીં નાખવાના શિસ્ત ભંગના કારણે સ્પોર્ટ શિક્ષક ધનંજયે એ બ્લેડથી વાળ કાપ્યા નાખ્યા હતા.
વિઓ : 02
જ્યારે આ સમગ્ર ઘટનાના પગલે વિદ્યાર્થીના વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી અને આ મામલે વિદ્યાર્થીના વાલીઓ દ્વારા જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી શાળાના શિક્ષક અને સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે. જોકે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓએ મીડિયા સમક્ષ આવવા માટે ઇન્કાર કર્યો હતો.
વિઓ : 03
જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ વાલીઓની ફરિયાદના આગલે આ સમગ્ર ઘટના અંગે યોગ્ય તપાસ કરવાનું આશ્વવાસન આપ્યું છે અને જે રીતે શિક્ષકો દ્વારા શિષ્ત ભંગના પગલે વિદ્યાર્થીઓને માથાના વાળ કાપી નાખવા સહિતની જે સજા આપવામાં આવી છે તેની નિંદા કરી હતી અને આ મામલે વિદ્યાર્થીઓ અને તેના વાલીને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વિઓ : 04
જામનગરનું સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે. Zee 24 કલાક દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ માં સરેઆમ વિદ્યાર્થીઓને ચોરી કરવામાં આવતી હોવાની ઘટનાને ઉજાગર કરવામાં આવી હતી. જોકે આ વખતે પણ ચોથા ધોરણમાં અભ્યાસ કરતા એક બાળક સાથે શિક્ષકે તાનાશાહી કરતા સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલના સ્કૂલના ડાયરેક્ટર સસીબેન દાસે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે જે સ્પોટ શિક્ષકે વિદ્યાર્થી સાથે આ પ્રકારનું કાર્ય કર્યું છે તેને શાળામાંથી બરતરફ કરવામાં આવ્યા છે અને અન્ય શિક્ષકો સાથે પણ મિટિંગ યોજી ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની ઘટના ન થાય તેની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.
બાઈટ : વિપુલ મહેતા, જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જામનગર
બાઈટ : શશીબેન દાસ, ડાયરેક્ટ ઓફ એજયુકેશન, સ્વામીનારાયણ ગુરુકુળ, જામનગર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
TDTEJAS DAVE
FollowSept 23, 2025 12:01:020
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 11:51:370
Report
GPGaurav Patel
FollowSept 23, 2025 10:33:470
Report
MDMustak Dal
FollowSept 23, 2025 10:32:570
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:05:150
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 10:04:470
Report
VSVISHAL SINGH
FollowSept 23, 2025 09:52:040
Report
AKArpan Kaydawala
FollowSept 23, 2025 09:07:291
Report
KBKETAN BAGDA
FollowSept 23, 2025 09:07:204
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:07:090
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:07:000
Report
CPCHETAN PATEL
FollowSept 23, 2025 09:06:520
Report
DMDURGESH MEHTA
FollowSept 23, 2025 09:06:400
Report
GDGaurav Dave
FollowSept 23, 2025 08:15:310
Report