Back
जोतपुर-पोरबंदर हाईवे परSTS बस पुलिंग के सामने ड्राइवर के आरोप, 12 घायल
NBNARESH BHALIYA
Nov 06, 2025 12:00:43
Jetpur, Gujarat
જેતપુર-પોરબંદર હાઇવે પર ગુંદાળા ગામ નજીક ઢાંક-જેતપુર રૂટની એક ST બસ પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી છે. આ બસમાં 17 મુસાફરો સવાર હતા, જેમાંથી 12 લોકોને ઇજાઓ પહોંચી છે,પ્રાથમિક માહિતી મુજબ, ડ્રાઈવરને ચક્કર આવતા આ દુર્ઘટના ઘટી,પરંતુ હવે આ મામલે ખુદ ડ્રાઈવરે જ એક ગંભીર આક્ષેપ કર્યો છે, જેણે અનેક સવાલો ઊભા કર્યા છે,
વીઓ:- આજે 11.30 આસપાસ જેતપુર-પોરબંદર હાઇવે પર ગુંદાળા ગામ નજીક ઢાંક-ਜੇતપુર રૂટની ST બસ પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાચાર્યો હતો, બસ બેકાબૂ બની પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી હતી, જેના પગલે મુસાફરોની ચીસાચીસ મચી ગઈ હતી,ઘટનાની જાણ થતાં જ 5 થી 6 એમ્બ્યુલન્સ અને જેતપુર તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, બસમાં સવાર કુલ 17 મુસાફરોમાંથી 12 ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા,જેમાંથી 4 ઇજાગ્રસ્તોને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં અને 8 ઇજાગ્રસ્તોને જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે,
પરંતુ, આ ઘટનામાં હવે એક નવો વળાંક આવ્યો છે,બસના કરાર આધારે ડ્રાઈવર, ગભરૂભાઈ ખુમાણ, જેઓ પોતે પણ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે, તેમણે ST તંત્ર પર ગંભીર આક્ષેપ લગايوછે કે તેમની તબિયત સારી ન હતી અને તેમણે આ બાબતે ડેપોમાં રજાની માંગણી પણ કરી હતી,પરંતુ, આક્ષેપ મુજબ, ડ્રાઈવરોની ઘટ હોવાનું કારણ આપી તેમને રજા આપવામાં આવી ન હતી અને ફરજ પર જોડાવા દબાણ કરાયું હોવાના આક્ષેપ કરી હતો,
જેતપુર તાલુકા પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે, ડ્રાઈવરના આક્ષેપો અને ડેપો મેનેજરના ખુલાસા વચ્ચે, સવાલ એ ઉદ્ધોરો છે કે શું ખરેખર એક નાદુરૂસ્ત ડ્રાઈવરની હાથમાં 17 મુસાફરોની જિંદગી જોખમમાં મુકાઈ હતી? આ મામલે યોગ્ય તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે,
ઇજાગ્રસ્ત મુસાફરોના નામ
(1) ઉતમ ભીખાજી આસુર (ઉ.વ. 29, મહારાષ્ટ્ર)
(2) અનીલભાઈ જાડેજા (ઉ.વ. 55, જેતપુર)
(3) ચેતન મારડીયા (ઉ.વ. 43)
(4) કૈલાસબેન અમૃતભાઈ ગોહિલ (ઉ.વ. 65)
(5) ચંદ્રકાંત ભાઈ હિંમતભાઈ પાટીલ (ઉ.વ. 29, જેતપુર)
(6) પ્રભાબેન મનસુખભાઈ ડોડીયા (ઉ.વ. 65, જેતપુર)
(7) સીમાબેન મનસુખભાઈ ડોડીયા (ઉ.વ. 65, જેતપુર)
(8) ચંદુભાઈ હમીરભાઈ કુવાડ (ઉ.વ. 65, ધોરાજી)
(9) ભારતીબેન ભાવેશભાઈ સાવલિયા (ઉ.વ. 46, રૂપાળી)
(10) ગભરૂભાઈ ભિકháભાઈ ખુલમાણ (ઉ.વ. 63, પરબ - ડ્રાઈવર)
(11) સાકરબેન ધીરુભાઈ સાવલિયા (ઉ.વ. 57, નવાગઢ)
(12) મહેશભાઈ કાનજીભાઈ રાઠોડ (ઉ.વ. 35, જુનાગઢ)
.......
બાઈટ:- રામકુંભાઈ - ડેપો મેનેજર એસટી જેતપુર.....
બાઈટ:- ગભરૂભાઈ ખૂણામ - ડ્રાઈવર –
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UPUMESH PATEL
FollowNov 06, 2025 14:31:060
Report
AKArpan Kaydawala
FollowNov 06, 2025 14:11:293
Report
BPBurhan pathan
FollowNov 06, 2025 13:52:254
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 13:37:1913
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 06, 2025 13:15:5814
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 06, 2025 13:13:0213
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 13:07:4514
Report
DRDarshal Raval
FollowNov 06, 2025 13:07:1014
Report
GDGaurav Dave
FollowNov 06, 2025 12:32:1314
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 12:03:2814
Report
GPGaurav Patel
FollowNov 06, 2025 12:00:0414
Report
AKAshok Kumar
FollowNov 06, 2025 11:47:1914
Report
PTPremal Trivedi
FollowNov 06, 2025 11:43:4714
Report
AKArpan Kaydawala
FollowNov 06, 2025 11:40:0013
Report