Back
नवसारी महापालिका के नक्शा प्रोजेक्ट से प्रॉपर्टी कार्ड की पूरी योजना शुरू
DPDhaval Parekh
Nov 06, 2025 13:07:45
Navsari, Gujarat
ભારત સરકાર દ્વારા શહેરોની મિલકતોને પ્રોપર્ટી કાર્ડ આપવા અને તેના નકશાને સુવ્યવસ્થિત કરવા માટે પાયલેટ પ્રોજેક્ટ નકશા જાહેર કર્યો છે. નવસારી શહેરમાં પણ નકશા પ્રોજેક્ટ હેઠળ આવતી કાલથી ડ્રોન સર્વે શરૂ થવા જઈ રહ્યું છે. જે માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. નવસારી વિજલપોર નગરપાલિકા 1 જાન્યુઆરી, 2025 થી મહાનગર પાલિકામાં પરિવર્તિત થઈ છે. મહાનગર પાલિકા બન્યા બાદ શહેરના વિકાસને તંત્ર દ્વારા વેગ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. દરમિયાન ભારત સરકાર દ્વારા શહેરોનો એક વ્યવસ્થિત નકશો બને અને શહેરમાં આવેલી મિલકતોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર થાય એવા ઉદ્દેશ્ય સાથે નકશા પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે ગુજરાતમાં છ શહેરોમાં નકશા પ્રોજેક્ટ હેઠળ ડ્રોન સર્વે બાદ ગ્રાઉન્ડ ટ્રૂટિંગ સાથે ટેકનિકલ ખામીઓને દૂર કરીને નકશાને ફાઇનલ કરવામાં આવશે. જેમાં નવસારી મહાનગર પાલિકાનો પણ સમાવેશ થશે. અંદાજે 74 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા નવસારી શહેરમાં 13 વોર્ડની અંદર રહેણાંક અને વ્યવસાયિક તમામ મિલકતોનો આવતી કાલ 7 નવેમ્બરેથી 11 નવેમ્બરે દરમિયાન ડ્રોન સર્વે કરવામાં આવશે. ત્યારબાદ DLR,_CT સર્વે,provખા અને મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગના કર્મચારીઓની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ટ્રૂતિંગ થકી સર્વે કરાશે. સર્વે બાદ તમામ મિલકત ધારકોને હક્ક ચોક્કસ નક્કી કરવામાં આવશે અને તેની નોટિસો પ તમને પાઠવી ટેકનિકલ ખામીઓને દૂર કર્યા બાદ ફાઇનલ નકશો તૈયાર કરાશે. શહેરનો નવો નકશો બનતા દરેક મિલકત ધારકોને કાયદાકીય રીતે પ્રોપર્ટી કાર્ડ મળશે. જેથી તેમને ભવિષ્યમાં લોન કે अन्य કાર્યવાહી માટે સરળતા રહેશે. સાથે શહેરમાં કયા વિસ્તારમાં રહેણાંક મિલકતો વધુ છે અને કયા જિલ્લામાં વ્યવસાયિક મિલકતો વધારે છે એની માહિતી મળતા શહેરના વિકાસ પ્રોજેક્ટ માટે પણ અને તેના માટે ગ્રાન્ટ મેળવવાના મહત્વની માહિતી મળી રહેશે.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowNov 06, 2025 16:22:400
Report
GDGaurav Dave
FollowNov 06, 2025 14:49:3813
Report
HBHimanshu Bhatt
FollowNov 06, 2025 14:36:1814
Report
HBHimanshu Bhatt
FollowNov 06, 2025 14:35:5914
Report
DRDarshal Raval
FollowNov 06, 2025 14:35:4313
Report
UPUMESH PATEL
FollowNov 06, 2025 14:31:0614
Report
AKArpan Kaydawala
FollowNov 06, 2025 14:11:2914
Report
BPBurhan pathan
FollowNov 06, 2025 13:52:2514
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 13:37:1914
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 06, 2025 13:15:5814
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 06, 2025 13:13:0213
Report
DRDarshal Raval
FollowNov 06, 2025 13:07:1014
Report
GDGaurav Dave
FollowNov 06, 2025 12:32:1314
Report
CPCHETAN PATEL
FollowNov 06, 2025 12:03:2814
Report